________________
૨૦૬
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
પરલોકમાં જનારો તેમ જ મોક્ષ પામનારો પણ તમારો આત્મા છે. તમે હતા છો અને રહેવાના છો. તમારા અસ્તિત્વને મીટાવી દેવાની તાકાત કોઈનામાં નથી. માટે આત્માના હિતમાં જ પુરુષાર્થ કરવો ઉચિત છે પણ જેનાથી આત્માનું અહિત થાય એવી પ્રવૃત્તિ કરવી તમારે ઉચિત નથી. આમ કહેવા દ્વારા ગૌણ રીતે ભોગાદિમાં પ્રવૃત્તિ કરવી તમારા માટે બરાબર નથી. એનાથી આત્મા મલિન થાય છે. દુર્ગતિમાં જાય છે એ વાતનું પણ સૂચન આવી જાય છે. અર્થાત્ ભોગો વિનાશી છે અને તેમાં પ્રવૃત્ત થવાથી તમારે પણ જન્મ
મરણાદિ કરવા પડે છે.
-
આમ સર્વજ્ઞ એવા કપિલૠષિને આત્માનું અનિત્યપણું અપેક્ષાએ છે એ વાત ખ્યાલ હોવા છતાં તેમણે નિત્યત્વની દેશના આપી તેમાં તે જીવોનું તે જ રીતે હિત જોયું હતું માટે દ્રવ્યપ્રધાન નિત્યત્વની દેશના આપી.
તે જ રીતે સુગત
સર્વજ્ઞે પોતાના શિષ્યોને પર્યાયપ્રધાન અનિત્યત્વ ની દેશના આપી કારણકે તે કાલમાં જીવો ભોગને વિશે આસ્થાવાળા હતા. ભોગ ભોગવવામાં જ આપણું કલ્યાણ છે. આ બધું છોડીને આત્માને કષ્ટ શા માટે આપવું? ત્યાગનો માર્ગ આપનાવી આત્માને નિરર્થક દુઃખી શા માટે કરવો? એવી માન્યતાવાળા જીવો જો ભોગમાં જ લંપટ રહે તો નિશ્ચયે તેમનું અહિત થાય એવું જાણીને સુગત સર્વજ્ઞે તેમના શિષ્યોને પર્યાયપ્રધાન
અનિત્યત્વની દેશના આપી કે જે ભોગમાં તમે આસકત છો તે ભોગો તો ક્ષણિક છે. ક્ષણે ક્ષણે નાશ પામવાના સ્વભાવવાળા છે માટે એમાં આસક્ત રહેવાથી આત્માનું કયારે પણ કલ્યાણ થાય નહિ. આમ ભોગને વિશે આસ્થાવાળા જીવોને દ્રવ્યને ગૌણ કરીને પર્યાયને સામે રાખીને બધુ નાશવંત છે. ક્ષણે ક્ષણે પરિવર્તન પામે છે. કોઈ પણ પદાર્થ શાશ્વત નથી એ પ્રમાણે કહ્યું.
આમ બંને પ્રકારની દેશના આપવાવાળા તેઓ અન્વય-વ્યતિરેકવાળી વસ્તુને જાણનારા નથી એવું નથી અર્થાત્ સમ્યગ્ રીતે જાણનારા છે. પદાર્થોના ગુણધર્મો સાથે પદાર્થોનો જે નિત્ય સહચાર તે અન્વય વ્યતિરેક છે જેમ કે જે જે નિત્ય છે તે તે સત્ છે અને જે જે સત્ નથી તે તે નિત્ય નથી. વ્યતિરેકવડે વસ્તુને જાણતા ન હોયતો તેઓમાં સર્વજ્ઞપણાની ઉપપત્તિ ન થાય. અહીંયા એટલું ધ્યાનમાં રહે કે આ પ્રમાણેની માન્યતા એ ચોથી દૃષ્ટિમાં રહેલા પતંજલિ ૠષિની છે પરંતુ ગ્રંથકારની પોતાની નથી. કારણ કે હરિભદ્રસૂરિજી મહારાજ તો પોતે સૂક્ષ્મબોધને પામેલા તેમજ સ્વપર સમયના ઊંડા અભ્યાસી છે તેથી શાસ્ત્રોના અભ્યાસ દ્વારા પરમ માધ્યસ્થ
આમ અન્વય
Jain Education International 2010_05
-
For Private & Personal Use Only
-
www.jainelibrary.org