________________
૩૫૬
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ માયાજળમાં સાચાજળના દૃઢાગ્રહવાળો જીવ નિશ્ચિતપણે ત્યાં જ ઊભો
રહે છે.
તેજ રીતે ભોદ્વિગ્ન એવો પણ જીવ ભોગ જંબાલથી મોહિત થયેલો મોક્ષમાર્ગમાં સ્થિતિ કરે છે.
માયાજળમાં જ પાણીની બુદ્ધિ થઈ જવાથી પાણીથી ત્રાસ પામેલો એક ડગલું પણ આગળ વધી શકતો નથી. તે નિઃશંકપણે ત્યાં જ ઊભો રહે છે તેમ ભોગના કારણભૂત દેહ, ઇન્દ્રિય, પત્ની, ધનાદિમાં મોહ પામેલો જીવ, સંસારથી ઉદ્વેગ પામેલો હોવા છતાં મોક્ષમાર્ગમાં નિઃશંક પણે ઊભો રહે છે પણ ત્યાંથી આગળ પ્રવૃત્તિ કરતો નથી. ભોગરૂપી કાદવથી ખરડાતો છતો એમાંજ સર્વસ્વ માનીને પડ્યો રહે છે પણ મોક્ષમાર્ગમાં આગળ વધતો નથી અર્થાત્ મોક્ષમાર્ગની બહાર ભોગમાર્ગમાં જ રહે છે.
‘મિથ્યાત્વની ભયંકરતા' સંસારમાં જીવને મોટામાં મોટું દુઃખ હોય તો તે ભ્રમનું છે. ખોર્ટી વસ્તુમાં સાચી વસ્તુનો ભ્રમ થાય એ આત્મા ક્યારે પણ સાચી વસ્તુ પામી શક્તો નથી. જેમ પૂર્વદિશામાં જવાને ઇચ્છતા આત્માને પશ્ચિમદિશામાં જ પૂર્વદિશાનો ભ્રમ થઈ ગયો અને પછી પશ્ચિમદિશાને જ પૂર્વદિશા માની તે તરફ ચાલવા માંડે તો તે આત્માને ચાલવાનું દુઃખ વધતું જ જાય છે અને છતાં પણ પોતાના ઈષ્ટની પ્રાપ્તિ થતી જ નથી. ઇષ્ટની પ્રાપ્તિથી તે દૂરને દૂર જતો જાય છે અને તેથી કરીને અધ્યાત્મના માર્ગમાં ત્રણ પ્રકારના વિદનોમાં ઉત્કૃષ્ટ વિઘ્ન દિગ્મોહ તુલ્ય મિત્થાત્વ છે અને તેનો જય કરવો અત્યંત કઠિન છે.
મિથ્યાત્વના ઉદયથી જીવને દુઃખરૂપ, દુખફ્લક અને દુઃખાનુબંધી એવા વિષયોમાં સુખનો ભ્રમ થઈ ગયો છે અને તેથી ભોગના કારણભૂત દેહ, ધન, સ્ત્રી વગેરે જે દુઃખના, સંકલેશના, કર્મબંધના કારણ છે તેને જ જીવનનું સર્વસ્વ માની સંસારમાં પ્રવૃત્તિ કરે છે. તેની બુદ્ધિમાં ધન અને ભોગની જ મહત્તા વસેલી છે, તેમાંજ રસ પૂર્વક પ્રવૃત્તિ કરે છે, તેમાં જ આનંદ અનુભવે છે. તેના કારણે આત્મામાં દુર્બુદ્ધિનું એક એવું સામ્રાજ્ય ઊભું થઈ જાય છે કે પછી સમ્યગ્ માર્ગ સમજવાની યોગ્યતા તે ગુમાવી બેસે છે. તેને સંસારની અસારતા સમજાવનાર ગમે તેવા વિશિષ્ટ જ્ઞાની આદિનો યોગ મળે તો પણ તેને સફ્ળ કરી શક્તો નથી કારણ કે તેના માટેની જરૂરી યોગ્યતા ગુરુ ઉપરનું બહુમાન, આદર, પ્રીતિ, ભક્તિ વગેરે તેનામાં હોતા નથી. કદાચ બહારથી ભક્તિ વગેરે જોવા મળે તો પણ અંદરથી તેની બુદ્ધિમાં વૈષયિક સુખનું જ આકર્ષણ હોવાથી તાત્ત્વિક આદર, બહુમાન તેને હોતા નથી.
મિથ્યાત્વ મોહ અને તેના કારણભૂત અજ્ઞાન
Jain Education International 2010_05
For Private & Personal Use Only
.
કષાય અને વિષયનો
www.jainelibrary.org