________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૩૫૫
માટે પ્રયત્ન કરવો પડે છે. ભોગ સામગ્રી બહાર છે જેનો ક્રય-વિક્રય થાય છે. ભોગ સામગ્રીનું ઉત્પાદન હોવા છતાં વિતરણની અસમાનતા આદિના કારણે એકને ઓછું બીજાને વધારે મળે છે. જે કર્મની તરતમતા રૂપ છે. જે પુણ્યપાપતત્ત્વના ળસ્વરૂપ છે. આજ કર્મનો મર્મ છે.
કર્મથી વિઘ્નો આવે, ઉપાધિ આવે, રોગ આવે, મળેલી ભોગ સામગ્રી ચાલી જાય, સ્વજનનો વિયોગ થાય આ બધું સંસારના સુખમાં તકલીફ પહોંચાડનારું છે. સાંસારિક સુખ અનિત્ય અને પરાધીન છે તે એક સરખું મળતું નથી, એક સરખું ટકતું નથી. એક સરખું ભોગવાતું નથી અને ભોગની ઇચ્છા પૂર્ણ થતી નથી તેનું પણ દુઃખ છે આમ સાંસારિક સુખની આગળ, પાછળ અને વચ્ચે દુઃખજ રહેલું છે. આ વાત જીવને બેસે તો જ અનાદિકાલીન આસક્તિ તૂટે અને તો જ આગળ જતા ઉદાસીન ભાવની ધારા ચાલે કે જે મોક્ષમાર્ગ છે.
ઉદાસીનભાવ તીવ્ર બનતા તેમાંથી ધ્યાન અને સમાધિ આવે છે. અંતે ક્ષપકશ્રેણી દ્વારા મનનો નાશ થાય છે. મનના નાશથી વીતરાગતા પ્રાપ્ત થાય છે. અજ્ઞાનના નાશથી પૂર્ણતા અને નિર્વિકલ્પતા પ્રાપ્ત થાય છે.
ઉપમિતિકાર ઉપમિતિમાં વિષયોને કદન્ન (એંઠવાડ)ની ઉપમા આપે છે અને જીવને ભિખારીની ઉપમા આપે છે. જેમ ભિખારી નગરના એક છેડાથી બીજા છેડા સુધી સતત ભીખ માંગે છે તેના ચપ્પણિયામાં જે કાંઈ એઠું જુઠું વગેરે આવે તેનાથી રાજી થાય છે. ગમે તેટલું ખાવા છતાં તૃપ્તિ થતી નથી અને તે કદન્નથી તેના શરીરમાં રોગો વૃદ્ધિ પામે છે, પેટ લે છે. વાયુ સંચાર થાય છે. ખરાબ ઓડકાર આવે છે. તેમ આ જીવ પણ અનંતકાલથી આયુષ્ય રૂપી ચપ્પણિયામાં ચારેગતિરૂપ સંસારનગરમાં ભમતા વૈષયિક સુખની ઇરછા કર્યા જ કરે છે તેની જ ભીખ માંગે છે તેને મેળવવા મજૂરી કરે છે. પાપો કરે છે, તે મળે તો રાજી થાય છે, જાય તો દુઃખ થાય છે, તેને વધારવામાં જ આનંદ માને છે, પરિણામે પાપકર્મથી તે વૃદ્ધિ પામે છે, તેનો વિપાક થતા દુર્ગતિમાં કટુરિપાકો અનુભવે છે. જેમ ભિખારીને પરમાન્ન (ખીર)ના ભોજનની સ્વરે પણ કલ્પના આવતી નથી તેમ આ જીવને પણ આત્મિક સુખ - ચારિત્ર રૂપી પરમાન્નની કલ્પના પણ આવતી નથી. આમ વૈષયિક સુખો એ કદન્ન છે. માયાજળ છે. મૃગતૃષ્ણિકા છે તેમાં તત્ત્વબુદ્ધિ થવાથી જીવ સંસારસાગર તરી શકતો નથી.
स तत्रैव भवोद्विग्नो यथा तिष्ठत्यसंशयम् । मोक्षमार्गेऽपि हि तथा भोगजम्बालमोहितः ॥१६८॥
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org