________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૧૪૭ અધ્યાત્મમાં આપણે પરમાત્મા કહીએ છીએ. કારણ કે મૂર્તિમાં પ્રાણપ્રતિષ્ઠા કરવા દ્વારા પરમાત્મતત્ત્વ ઉતારવામાં આવ્યું છે એટલે પછી ત્યાં દ્રવ્યાનુયોગનો દૃષ્ટિકોણ લાગુ પાડી શકાય નહિ. તેજ રીતે ૧૦૦ રૂા. ની કરન્સી નોટ એ દ્રવ્યાનુયોગની દૃષ્ટિએ એક કાગળનો ટૂકડો છે છતાં તેમાં ૧૦૦ રૂ.ની સ્થાપના કરેલી હોવાથી અને વ્યવહારમાં - ચલણમાં તેના દ્વારા ૧૦૦ રૂ. નો માલ મળતો હોવાથી પછી તે કાગળિયું રહેતું નથી.
પ્રસ્તુત શ્લોક દ્વારા ગ્રંથકાર એક જ વાત સમજાવવા માંગે છે કે જગતમાં બે જ માર્ગ છે (૧) યોગમાર્ગ (૨) ભોગમાર્ગ અથવા તો ધર્મમાર્ગ અને સંસાર માર્ગ. યોગમાર્ગ અને ભોગમાર્ગ :
જે જીવો યોગમાર્ગમાં રહેલા છે. માધ્યસ્થ પરિણતિવાળા છે. ગુણગ્રાહી દૃષ્ટિવાળા છે અને ઉપશમભાવમાં ઝીલનારા છે તે કોઈપણ દર્શનમાં રહેલા હોય અને કોઈ પણ દેવના ઉપાસક હોય તો પણ તે સર્વજ્ઞ તત્ત્વના જ ઉપાસક છે. અને જેઓ સંસારમાર્ગમાં રહેલા છે. જેમનું માનસ રાગ-દ્વેષાદિથી, કષાયોની વાસનાથી વાસિત છે. બદ્ધાગ્રહીં છે. ખોટી પકડવાળા છે. કલેશ અને સંઘર્ષ પ્રધાન જેમનું જીવન છે. એવા જીવો ગમે ત્યાં રહ્યા હોય, ગમે તેના ઉપાસક હોય (ભલે પછી તે મહાવીરાદિ કે જે ખરેખર સર્વજ્ઞ છે તેના પણ ઉપાસક હોય.) તો પણ તેઓ પરમાર્થથી અસર્વજ્ઞના જ ઉપાસક છે.
એનાથી એક વાત સમજી લેવા જેવી છે કે ગ્રંથકાર કાંઈ આ શ્લોક લખવા દ્વારા અન્યદર્શનના દેવને સર્વજ્ઞ તરીકે કહેવા માગતા નથી પણ તેના ઉપાસકનું માનસ શુદ્ધ હોવાના કારણે તે સુદેવની ઉપાસના કરે છે એમ કહે છે. આવા શ્લોકોને ધ્યાનમાં રાખીને એનો ભાવાર્થ, એદંપર્યાર્થ હાથમાં નહિ આવવાને કારણે હરિભદ્રસૂરિજી મહારાજ જેવા પણ અન્યદર્શનના દેવને સર્વજ્ઞા માને છે એવી ગેરસમજ ઊભી થાય છે તે દૂર થવી જરૂરી છે. હકીકતમાં આ કાંઈ હરિભસૂરિજી મહારાજની માન્યતા નથી પણ ચોથી દ્રષ્ટિમાં રહેલા જીવો કે જેમનામાં સૂક્ષ્મ બોધનો અભાવ છે અને ગુણગ્રાહી દૃષ્ટિ છે, માધ્યસ્થતા છે, તેના વિચારો છે. જે પોતાને પણ માન્ય હોત તો.
पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु युक्तिमद् वचनं यस्य तस्य कार्यः परिग्रहः -
આ દ્વારા વીર વચનને જ કેમ સ્વીકાર્યું ? એક જ કારણ કે બીજા વચનોની સામે તુલના કરતા તેમને વીરનું જ વચન યુક્તિસંગત લાગ્યું.
માટે વ્યવહાર દ્રષ્ટિથી તો જે વીતરાગ સર્વજ્ઞ હોય તેને જ સર્વજ્ઞ કહેવાય અને આત્મકલ્યાણ કરવા માટે દેવ તરીકે તેનું જ ગ્રહણ કરાય અને બીજા
-
-
-
-
-
-
-
Jain Education International 2010_05
. For Private & Personal Use Only
www.jainelibrary.org