________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૩૩૫
છે તેથી આ દૃષ્ટિમાં રહેલા જીવો ઉપશમપ્રધાન તેમજ મૈત્રી, કરૂણા, વાત્સલ્યાદિથી ભાવિત ચિત્તવાળા હોય છે. તેથી પરોપકાર પ્રધાન તેમનું જીવન હોય છે. કોઈ પણ પ્રવૃત્તિમાં આ જીવો સ્વાર્થને ગૌણ કરનારા હોય છે. કોઈપણ જીવને દુઃખ થાય એવું એમનું વર્તન જ હોતું નથી, અને તેથી આ દૃષ્ટિનો બોધ સ્વભાવથી જ એટલો શ્રેષ્ઠ કોટિનો હોય છે કે તે કોઈના માટે પણ દ્વેષનો વિષય બનતો નથી. એક બાજુ વિવેક જ્વલંત છે અને સ્વાર્થવૃત્તિ જરા પણ નથી. પરોપકારથી વાસિત જ ચિત્ત છે તેથી આ દ્રષ્ટિનો બોધ સઘળા જીવોની પ્રીતિ અને આનંદને કરનારો જ થાય છે. આ દૃષ્ટિમાં સર્વત્ર ઔચિત્યનું પાલન હોય છે.પોતાનાથી અધિક ગુણસંપન્ન એવા ગુર્વાદિ વડીલો પ્રત્યે પ્રમોદ, હૃદયનું બહુમાન અને ભક્તિ હોય છે. તેમનો વિનય હોય છે. પોતાનાથી નીચી કક્ષાના જીવો માટે તેમના હૈયામાં અત્યંત કરૂણા અને પરોપકાર કરવાની વૃત્તિ હોય છે તેમના પ્રત્યે વાત્સલ્યભાવ હોય છે એટલે કોઈપણ જીવ તેમના પરિચયમાં આવે તો તેને તોષનું જ કારણ બને છે.
- જ્યારે પાંચમી દ્રષ્ટિમાં ચાર પ્રકારના કષાયનો ક્ષયોપશમ હોવા છતાં બાકીના બાર પ્રકારના કષાયમાંથી વિશેષરસની હાનિ ન થયેલી હોવાથી કષાય. અપ્રશસ્ત પણ બનતા હતા. પ્રમાદ, દેહાદિનો રાગ, પોતાનું પહેલા જોવાની વૃત્તિ આ બધું હોવાની સંભાવના હતી તેથી પાંચમી દૃષ્ટિનો વિવેક જવલંત હોવા છતાં તેનો બોધ બીજાને માટે પ્રીતિનું જ કારણ બને એવું કહી શકાતું નહોતું. કયારેક બીજાને અપ્રીતિનું પણ કારણ બને તેવી શક્યતા-સંભાવના નકારી શકાય તેમ ન હતી. જો કે આ દૃષ્ટિનો બોધ તો એટલો સુંદર છે કે જેના દ્વારા કોઈને દ્વેષ થાય જ નહિ પણ બોધકાલીન અન્ય દોષોને કારણે તે બોધ અન્ય જીવોના દ્વેષમાં વિષચ બને છે.
આ દૃષ્ટિને “કાન્તા' નામ આપ્યું તે યથાર્થ છે કારણ કે આ દૃષ્ટિમાં કાન્તા એટલે પતિવ્રતા સ્ત્રી જેવો પરમાર્થભાવ હોય છે. જેમ પતિવ્રતા સ્ત્રી ઘરના બધા જ કામ કરવા છતાં પતિનું જ ચિંતન કરે છે તેમ આ દૃષ્ટિવાળા જીવનું ચિત્ત સદા મૃતધર્મમાં લીન હોય છે અથવા તો કાન્તા એટલે પ્રિય. અન્ય જીવોને તે પ્રિય લાગે છે અથવા તો યોગીઓને પ્રિય હોય છે તેથી આ દૃષ્ટિને કાન્તા દૃષ્ટિ કહી છે. પાંચમી દ્રષ્ટિમાં જે નિત્યદર્શન, સૂક્ષ્મબોધ, પ્રત્યાહાર, ભ્રાંતિત્યાગ હોય છે તે અહિંયા વિશેષ નિર્મળપણે ભાસે છે.
આ દૃષ્ટિનો બોધ તારા જેવો હોય છે. તારાનો પ્રકાશ રત્નના પ્રકાશ કરતા તેજસ્વી હોય છે અને તે આકાશમાં ચમકે છે તેમ આ દૃષ્ટિનો બોધ સ્થિરા દૃષ્ટિ કરતાં વધુ જ્વલંત હોય છે તેમજ ચિદાકાશમાં ઝળહળે છે. અહિંયા
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org