________________
૩૩૬
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩ આવેલાને હવે નીચે પડવાનું હોતું નથી. ચાર કષાયના ક્ષયોપશમ અને બાર કષાયના પ્રશસ્ત ઉદયથી હંમેશા શુભભાવ જ હોય છે. સ્વરૂપ તરફ જ આ બોધ ગમન કરે છે. સ્વરૂપમાં સ્થિરતા અનુભવાય છે. દ્રવ્યાનુયોગના મર્મને પામનારી દૃષ્ટિ ખુલી ગઈ હોય છે. શ્રત - અનુભવની દશા પ્રતિસમય વધતી જાય છે. સૂક્ષ્મબોધ બળવત્તર બનતો જાય છે. દેહાદિથી ભિન્ન ચેતન્ય સ્વરૂપનું ભાન દ્રઢપણે વર્તે છે. ચૈતન્ય સ્વરૂપને જે સર્વત્ર વ્યાપીને રહેલો છે તે જ આત્મા છે એનાથી અતિરિકત સઘળા ભાવો પદ્ગલિક છે. એવી પ્રતીતિ વર્તે છે. આ અનાદિ સંસારમાં અસ્થિર અને વિનાશી એવું પુગલ જ નાચે છે, આત્મા નહિ. પુદ્ગલ દ્રવ્યો એના પર્યાયમાં સતત ફરવાળા અનુભવવાથી પુગલ દ્રવ્યો એક કોસ્મિક ડાન્સ કરી રહ્યા હોય તેવું લાગે છે જ્યારે પરમાત્મ સ્વરૂપની નજીક ગયેલો આ દૃષ્ટિમાં રહેલો આત્મા તો પુદગલની રાસલીલાને કે પુદ્ગલના ડાન્સને નિર્લેપભાવે નિહાળી રહ્યો છે.
અનાત્મ ભાવોમાં આત્મબુદ્ધિ એ જ ભ્રાંતિ છે અને તે ટળી ગઈ હોવાથી આત્મામાં જ આત્મબુદ્ધિ પ્રાપ્ત થઈ છે. બોધ આત્મસ્વરૂપમાં જ વિશ્રાન્ત થયેલો. છે. આત્મ સ્વરૂપમાં જ આરામ કરે છે. ચિત્તભ્રાંતિ કે આત્મબ્રાંતિથી આ આત્મા અનંતકાળ સંસારમાં રખડયો. તે ટળવાથી હવે આત્મસ્વરૂપમાં જ પરમશાંતિ અનુભવાય છે. અશુભભાવ ટળી જવાથી અને સ્વરૂપની નિકટતા અનુભવવાથી આત્મા વિશેષ કરીને આશ્રવથી છૂટતો જાય છે. ઉગ્ર સંવરદશા અનુભવાય છે અને તેથી સ્વરૂપ ગુપ્તતા સારી રીતે અનુભવાય છે.
યોગનું છઠ્ઠું અંગ ધારણા • પ્રત્યાહાર આવ્યા પછી ધારણા થાય છે. ચિત્તનો દેશબંધ તે ધારણા, અર્થાત્ ચિત્તને અમુક નિશ્ચિત દેશમાં ધારી રાખવું, પકડી રાખવું તે ધારણા છે. નાસિકાના અગ્રભાગ ઉપર અથવા બે ભ્રકુટિના. મધ્યભાગમાં આજ્ઞાચક્ર ઉપર અથવા મૃતના ચિંતન, મનનમાં કે પરમાત્મભક્તિમાં જોડી રાખવું તે ધારણા છે
આત્માને પરભાવમાંથી પાછો ખેંચવો તે પ્રત્યાહાર અને આત્મભાવમાં ધારી રાખવો તે ધારણા છે. આ જ ધારણામાંથી આગળ જઈને ધ્યાન આવે છે અને અંતે તત્ત્વાનંદ સમાધિમાં તે લય પામે છે.
આમ જ્યાં પરભાવમાંથી પ્રત્યાહાર અને આત્મભાવમાં ચિત્તને રાખવારૂપ ધારણા આવી ત્યાં પરપરિણતિ તો ખંડિત થઈ ગઈ. જ્ઞાનસ્વરૂપમાં સ્થિરતા કરવાથી કર્તા ભોક્તાભાવ જ ન રહ્યો અને તેથી આશ્રવભાવ - બંધભાવ પણ ન રહ્યો પરંતુ જ્ઞાતા-દ્રષ્ટાભાવ જ રહ્યો.
અન્યમુદ્ દોષનો નાશ - આ દૃષ્ટિમાં યોગમાર્ગનો વિરોધી આશય
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org