________________
૨૦૦
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ધર્મનો ટેકો લઈને - ધર્મપુરુષાર્થનો ટેકો લઈને નરક તિર્યંચગતિ ટાળવાની છે તેમ મોક્ષ પુરુષાર્થનું અવલંબન લઈને દેવ-મનુષ્યગતિ ટાળવાની છે તે માટે નિર્વિકલ્પદશામાં - જ્ઞાન-ધ્યાનમાં રહેવાનો અભ્યાસ કરવાનો છે. ધર્મક્રિયાનો એ પ્રભાવ છે કે જીવને દેવ - મનુષ્યગતિ આપે છે. પરંતુ દેવમનુષ્ય ગતિને પામવી એટલો જ ધર્મનો અર્થ નથી. દેવ-મનુષ્ય ગતિને પામવા માટે ધર્મ છે એવું પણ નથી. ધર્મ તો સ્વરૂપને નિરાવરણ કરી આત્માના આનંદ વેદનને પામવા માટે છે.
મહાવીર પરમાત્માએ દીક્ષા લીધા પછી વરા વર્ષ સુધી ધ્યાન સિવાય બીજું કાંઈ જ કર્યું નથી જ્યારે આજે આપણે દીક્ષા લીધા પછી ધ્યાનનો સ્પર્શ પણ કરતા નથી. નિરંતર સ્વરૂપને ઝંખે તો જ ગ્રંથિ ભેદાય અને આ જ દશામાં આગળ વધતા ક્ષપકશ્રેણી મંડાય છે. ઇન્દ્ર અને ચક્રવર્તી કરતા પણ અનંતગુણી પુચ્ચાઈ હોય જીવને આવું સુંદરતમ આત્માનું જ્ઞાન-ધ્યાન લાગે છે.
પરમાત્માની આજ્ઞા વિકલ્પ રહિત થવાની છે એમ જ્યારે બરાબર બેસશે ત્યારે જ આપણે ભૂલભૂલામણીના માર્ગમાંથી બહાર નીકળી શકશું. વિચારોનો આગ્રહ એ પણ એક સંસાર છે. જેમ અશુભ વિચારના આગ્રહથી નુકસાન થાય છે તેમ શુભવિચારના આગ્રહથી પણ નુકસાન થાય છે. વિચારોના આગ્રહથી જ સંપ્રદાયવાદમાં એક બીજા સાથે સંઘર્ષ થાય છે.
જૈનધર્મ શ્રેષ્ઠ છે તે માત્ર ધર્મપુરુષાર્થથી નહિ પરંતુ મોક્ષ પુરુષાર્થથી. છે. ધર્મપુરુષાર્થમાં બહારના સાધનની પ્રધાનતા છે અને તેના અવલંબને શુભભાવની મુખ્યતા છે. જ્યારે મોક્ષ પુરુષાર્થમાં બાહ્ય સાધનની ગણતા હોય છે અને ઉપયોગની સાધના જ નિશ્ચયરૂપે હોય છે,
મોક્ષ પુરુષાર્થ ધર્મ પુરુષાર્થ વગરનો નથી તેમ ધર્મ પુરુષાર્થ પણ મોક્ષ પુરુષાર્થ વગરનો ન હોવો જોઈએ. નિશ્ચયથી ધર્મ સમજનારને વ્યવહાર ધર્મ સહજ બની જાય છે. નિશ્ચયથી આત્મધર્મ અને આત્માની નિર્વિકલ્પ અવસ્થા સમજતા નથી એટલે જ નિશ્વય નિરપેક્ષ વ્યવહાર ધર્મથી સંઘર્ષ થાય છે. ફાંટા પડે છે. નિશ્ચયનિરપેક્ષ વ્યવહારધર્મમાં બુદ્ધિની પ્રધાનતા હોય છે અને ત્યાં કરાતા કાર્યો એ બધા બુદ્ધિ પૂર્વકના કાર્યો છે. બુદ્ધિ એ ભેદ 'તરફ લઈ જાય છે. વિકલ્પોની ઉપાસના કરાવે છે. સંસાર આખો ભેદથી ચાલે છે. પુગલતત્ત્વ સ્વયં ભેદરૂપ - ખંડિત છે અને એમાં જ્યારે ધર્મના નામે બુદ્ધિનું જોર વધે છે ત્યારે બહારથી ધર્મક્રિયા થતી હોવા છતાં ઉપયોગમાં મોહનું સામ્રાજ્ય ફેલાયેલું હોય છે. અજ્ઞાન અને મોહને લઈને જીવ સંસારમાં રખડે છે તેમ સાધનમાં સાધ્ય બુદ્ધિ કરીને પણ રખડે છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org