________________
''
આવે છે. સહરાના રણ જેવી વિષમ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે તે વખતે સાધનાના સોહામણા શિખરે ચઢવા માટે આરૂઢ થયેલો આત્મા અનાયાસે પણ વિરાધનાની ખીણમાં પડી ન જાય, હઠાગ્રહ, મઠાગ્રહ, મતાગ્રહ, કદાગ્રહ, કુતર્ક વગેરેને વશ થઈને તેનું કાળજું કઠોર અને નઠોર ન બને, અંદરથી ગુણવૈભવને ખોઈ ન નાંખે, વિપુલ સંસ્કારયુક્ત પુણ્ય નાશ ન પામે, અહંકાર, તિરસ્કાર, સંપ્રદાયઝનુન, પક્ષપાતી વલણ, વાડાબંધી, વૈમનસ્ય, કલેશ, સંઘર્ષ, આંતરવિગ્રહ વગેરેનો તે ભોગ ન બને, ગુણગ્રાહી માધ્યસ્થષ્ટિ ચાલી ન જાય તે માટે પૂ. હરિભદ્રસૂરી મહારાજાએ ચોથી દૃષ્ટિમાં કુતર્કનું અને કુવિકલ્પોનું ખૂબ ખંડન કર્યું છે અને તેનાથી દૂર રહેવામાં જ આત્મકલ્યાણ છે એ વાત પર ભાર મૂક્યો છે. યોગમાર્ગ એ જ આત્માનું કલ્યાણ કરનાર છે તેથી યોગમાર્ગમાં પ્રયાણ કરવા માટે આવા કુતર્કથી સર્યું વગેરે દ્વારા ચેતવણીનો સૂર ઉચ્ચાર્યો છે.
શાસ્ત્રની પંક્તિઓ એ દ્રવ્યસત્ય છે તેનું અવલંબન જરૂર લેવાનું છે પણ તેના અવલંબને અંદરમાં દટાઈ ગયેલી સમતા-સમાધિને બહાર લાવીને ઉપયોગના સ્તર પર અનુભવવાની છે. શાસ્ત્રની પંક્તિઓને આગળ ફરીને ઝઘડવાનું નથી પણ કલેશ અને સંઘર્ષથી મુક્ત બની સમતાની અનુભૂતિ કરવાની છે. આ સમતાસમાધિ-ક્ષમાદિ ગુણોની અનુભૂતિ એ ભાવસત્ય છે. પારમાર્થિક મોક્ષમાર્ગ છે. ભાવથી જેનશાસન છે. અનંતીવારના દ્રવ્યચારિત્રો નિળ ગયા તે શાસ્ત્રવચનનું હાર્દ પણ એ જ છે કે આત્માએ દ્રવ્ય સત્યનું આલંબન જરૂર લીધું પણ તેના માધ્યમે ભાવ સત્યને પામ્યો નહિ. જે સત્યથી તમારું જીવન ન બદલાય તે સત્ય પારકું છે. જે સત્યથી તમારું જીવન બદલાય તે સત્ય તમારું પોતાનું છે.
અંદરથી ખાલી બનેલો - ગુણ વૈભવથી શૂન્યાવકાશને અનુભવતો આત્મા બહારના ધનથી પૂરાવા ઈચ્છે છે, જગતને મારે કાંઈક કરી બતાવવું છે આવું તેને સતત થયા કરે છે તે માટે એ પદ, પ્રતિષ્ઠા, યશ, કીર્તિ, નામનાને ઈચ્છે છે. પણ આ બધા ધનના જ રૂપકો છે. ધનની દોડ એ આત્મહીન વ્યકિતની દોડ છે. અંદરમાં ધન - ધાન્યાદિની કે પદ-પ્રતિષ્ઠાદિ માત્રની જ ઈચ્છા રહેતી હોય તો પછી આત્માના શુદ્ધ સ્વરૂપની વાતો તેને માટે સત્ય નથી.
બહારનું ધન અંદરના ધનને ભૂલાવે છે. જે નિર્ધન છે તેજ ધનની પાછળ દોડે. અમારા આર્યાવર્તમાં તીર્થકરો, ગણધરો, ચક્રવર્તીઓ, રાજાઓ, મહારાજાઓ, અમાત્યો, શ્રેષ્ઠીઓ, રાજકુમારો, શ્રેષ્ઠપુત્રો મહાધની હતા છતાં બધું છોડીને ત્યાગી બન્યા. ભિક્ષુક બન્યા કારણ અંદરનું ધન ઓળખાઈ ગયું.
વાસ્તવિક જ્ઞાની ભોગી રહી શકતો નથી. જ્ઞાનને ભોગ ન પરવડે, તે તો ત્યાગને અને યોગને જ ઝંખે. મળેલા ભોગોમાં જેને ત્રાસ નથી અને યોગની જેને ઝંખના નથી તે જ્ઞાની નથી, સાધક નથી, ઉપાસક નથી પણ આત્મવિડંબક છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org