________________
૪૪
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ રાગદ્વેષના પરિણામ રૂપ કર્મરૂપી વજ ભેદાય છે અર્થાત એક વખત ભેદાયા પછીથી ફ્રીથી તેનું તે રૂપે ગ્રહણ થતું નથી (પાંચમી દૃષ્ટિ બહુધા નિરપાયા છે અને ત્યાર પછીની દૃષ્ટિએ સર્વથા નિરપાય છે આ વાત યોગદૃષ્ટિનાં અજવાળા ભાગ-૨ શ્લોક-૧૯માં સ્પષ્ટ કરેલ છે) તે બોધમાં સૂક્ષ્મત્વ છે. તેમજ શેયની જ્ઞાન સાથે વ્યાપ્તિ છે. જેટલું જ્ઞાન છે તે બધું જ યની સાથે વ્યાપીને રહેલું છે અતિ જ્ઞાન સઘળું શેયને વિષય કરનારું છે. નિર્વિષયક જ્ઞાન અપ્રસિદ્ધ છે.
સમ્યકત્વ થયા પહેલા જીવને યથાર્થ રૂપે અનંતધર્માત્મક પદાર્થનો બોધ ન હોવાથી જ્ઞાનની ય સાથે સંપૂર્ણતયા વ્યાપ્તિ નથી કારણકે જ્ઞાન દ્વારા શેય પદાર્થ અમુક ધર્મરૂપે જ ગ્રહણ કરાય છે. જ્યારે સમ્યકત્વ થયા પછી તો સૂક્ષ્મબોધ હોવાના કારણે ડ્રેસની સાથે જ્ઞાનની કાર્પેન અર્થાત્ અનંતધર્માત્મક પદાર્થના સ્વીકારરૂપે વ્યાતિ છે. અર્થાત્ જ્યાં જ્યાં સૂક્ષ્મબોધ છે ત્યાં ત્યાં ય એવા નવ તત્ત્વનો અનંતધર્માત્મકરૂપે બોધ છે.
કદાચ શાસ્ત્રોનો અભ્યાસ ન હોય તો શબ્દોથી અનંત ધર્માત્મક પદાર્થનો બોધ ન હોય તો પણ તેની રૂચિ તો અનંતધર્માત્મક પદાર્થમાં જ રહેલી છે માટે ત્યાં પણ જ્ઞાનની શેય સાથે સંપૂર્ણતયા વ્યાપ્તિ છે જ. આમ ઉક્ત ત્રણ વિશેષણો દ્વારા બોધમાં સૂક્ષ્મતાની પ્રવૃત્તિ થાય છે.
જેમ સંસારમાં પણ સૂક્ષ્મબોધ – નિપુણ બોધ તેને કહેવાય કે જે બોધ દ્વારા માણસ ગમે તેવી મુશ્કેલીમાંથી નીકળી જઈ પોતાનું ઈષ્ટ સાધી લે. તેમ અહિંયા પણ આ બોધ ભયંકર સંસારમાંથી જીવને તારનારો બને છે માટે તેમાં સૂક્ષ્મ પદની પ્રવૃત્તિ થાય છે. અને આવો સૂક્ષ્મબોધ પહેલી ચાર દૃષ્ટિમાં નથી હોતો, કારણ કે પહેલી ચાર દૃષ્ટિમાં તાત્ત્વિક રીતે ગ્રંથિભેદની અસિદ્ધિ છે. તાત્ત્વિક રીતે કહેવાનું કારણ એ છે કે આમ તો ગ્રંથિ ઘણી શિથિલ થઈ ગઈ છે, તૂટવા જેવી થઈ ગઈ છે પરંતુ હજુ તત્ત્વથી ગ્રંથિભેદ થયો નથી.
તિર્યંચના દેહમાં રહેલ સમ્યગદૃષ્ટિ જીવ પણ અંતરમાં પોતાના અતીન્દ્રિય આનંદના ભાવને પકડીને જાણે છે કે આવો આનંદ સ્વરૂપ હું છું ને રાગાદિ કષાયમાં મને શાંતિ નથી, તે મારું સ્વરૂપ નથી. આવા વેદનમાં નવે તત્ત્વનો સાક્ષાત્કાર આવી ગયો. આ આનંદરૂપ તત્ત્વ તે જ હું છું એમ જીવતત્ત્વ'ની પ્રતીતિ થઈ, તેના સન્મુખ શાંતિનું વેદન થયું, તે સંવર નિર્જરા થયા, એવા આનંદની જાતથી વિરુદ્ધ કષાયરૂપ આકુળભાવો તે આશ્રવ ને બંધમાં ગયા. ને આ જીવથી વિરુદ્ધ એવા અચેતનતત્ત્વો તે અજીવમાં ગયા. પરદ્રવ્યમાં ગયા. આમ નવ તત્ત્વોના ભાવનો અને તેમાં હેય-ઉપાદેયનો વિવેક તેના વેદનમાં આવી જાય છે. આ રીતે સખ્યત્વ થતાં જીવને અનંત ધર્માત્મક
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org