________________
યોગ દ્રષ્ટિના અજવાળાં ભાગ - ૩
૪૫ પદાર્થનો બોધ થાય છે. હેય ઉપાદેયનું યથાર્થ વેદના થાય છે. તેના દ્વારા આત્માના નિર્વિકલ્પ આનંદને અનુભવે છે અને આ આનંદરસવેદન તે જ ભાવશ્રુતજ્ઞાન છે. તે જ પરમાર્થથી જિનશાસન છે.
કોઈપણ વિચારણામાં જ્યારે દેહ ભાવો ન ભળે, વિકારો ન ભળે ત્યારે * તે વિચારણા નિર્દોપ વિચારણા છે. જે તત્ત્વચિંતન રૂપ અને ધ્યાનરૂપ છે. આના દ્વારા જ શાસ્ત્રબોધ સૂક્ષ્મબોધ રૂપે પરિણમતાં જીવ ગ્રંથિભેદ કરી સમ્યકત્વ અને આગળ જતાં સમાધિ પામે છે.
અહિંયા ગ્રંથકાર સૂક્ષ્મબોધની ત્રણ વિશેષતાઓ બતાવે છે બોધમાં જ્યારે સૂક્ષ્મતા આવે છે ત્યારે તે સૂક્ષ્મબોધ (૧) ભવસમુદ્ર પાર કરાવનાર છે, (૨) કર્મરૂપી વજનું ભેદન કરનાર છે અને (૩) યમાત્ર ઉપર સંપૂર્ણપણે વ્યાપી જનાર છે.
સુક્ષ્મબોધ ભવસમદ્ર પાર કરાવનાર - આ આત્મા સંસારમાં ભટકતા અનંતીવાર મનુષ્ય જન્મ પામ્યો. તેમાં અનંતીવાર ચારિત્ર પામ્યો અને અનંતીવાર નવમા ગ્રેવેયક સુધી પણ જઈ આવ્યો. નવ નવ પૂર્વ સુધીનો અભ્યાસ કર્યો છતાં આત્મા ભવસમુદ્રના પારને પામ્યો નહિ તેનું શું કારણ ? તેનો એક જવાબ તો શાસ્ત્રકારોએ આપી દીધો કે એ બધાજ ચારિત્રો અપ્રધાન દ્રવ્યચારિત્ર હતા. અર્થાત્ દ્રવ્યચારિત્ર તો હતું જ, પણ તે દ્રવ્યચારિત્ર પણ નિકટના ભાવોમાં ભાવચારિત્રનું કારણ બને તેમ ન હતું તેથી તે બધા ચારિત્રને જ્ઞાનીઓએ અપ્રધાન દ્રવ્યચારિત્ર કહ્યું.
જનમી જિન શાસન વિષે મુનિ થયો બહુ વાર, મુનિદશા સમજ્યા વિના હું ભટક્યો બહુવાર; મુનિ થયો વાચક થયો સૂરિ થયો બહુ વાર, ન થયો મુરખ આત્મા અંતર્મુખ અણગાર.”
આનાથી નક્કી થાય છે કે જીવ અચરમાવર્તમાં અને ચરમાવર્તમાં આવ્યા પછી પણ જ્યાં સુધી ભાવમલનો હ્રાસ-ક્ષય થતો નથી ત્યાં સુધી તેનો બધો જ બોધ ભલે પછી તે જિનાગમોનો પણ કેમ ન હોય ? તો પણ તે સ્કૂલ જ છે અને તેની બધી જ ક્રિયા એ દ્રવ્યક્રિયા છે.
ચરમાવતમાં આવ્યા પછી આત્મામાંથી કર્મમલનો વિશેષ રૂપે ક્ષય થાય છે, અપનબંધક બને છે અને અપુનબંધક અવસ્થા ઘટિત લક્ષણો દેખાય છે ત્યારે તે આત્માની ક્રિયા પ્રધાન દ્રવ્યક્રિયા બને છે. તે આત્મા યોગની દ્રષ્ટિ પામે છે અને તેથી હવે બોધ સ્થૂલ હોવા છતાં આગળ જઈને તે સૂક્ષ્મ બનનાર છે.
બોધમાં જ્યારે વૈરાગ્ય, પ્રજ્ઞાપનીયતા, પ્રામાણિકતા વગેરે ભળે છે ત્યારે
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org