________________
૪૬
યોગ દ્રષ્ટિના અજવાળાં ભાગ - ૩ એ બોધ આત્માના ઘરનો બને છે. એના વિના એ બોધ પારકા ઘરનો હોય છે અને મોહના સૈન્યની વૃદ્ધિ કરવાનું જ કામ કરે છે. જિનાગમાનુસારી બોધમાં જ્યારે ઉક્ત વૈરાગ્યાદિ જેમ જેમ ભળતા જાય છે તેમ તેમ બોધમાંથી વિકારીભાવો, આગ્રહો, પકડો, વિપરીત માન્યતાઓ નીકળતી જાય છે. અને તેથી બોઘ નિર્મળ બને છે, તેમ સૂક્ષ્મપણ બનતો જાય છે, જેમ જેમ આત્માદિ પદાર્થનું નયસાપેક્ષ જ્ઞાન થતું જાય છે અને પૌગલિક પદાર્થોના દરેકે દરેક પર્યાયમાં વિનાશીપણાની માન્યતા અસ્થિમજજા બનતી જાય છે તેમ તેમાં ઉપયોગમાંથી અજ્ઞાન અને મોહની પકડ શિથિલ થતી જાય છે અને આજ છે ગ્રંથિની શિથિલતા. ગ્રંથિભેદ કરતા પહેલા ગ્રંથિ ઢીલી પડવી જરૂરી છે. અને તે ઢીલી પડે તો જ તેને ભેદી શકાય.
ક્રોધાદિ કષાય જેના પાતળા પડે છે તેને એક માત્ર મોક્ષ સિવાય બીજી કોઈ ઇચ્છા હોતી નથી. સંસારના ભોગ પ્રત્યે ઉદાસીનતા વર્તે છે અને પ્રાણી માત્ર પ્રત્યે અંતરમાં મૈત્રી - કરુણા હોય છે. આવો આત્મા ગ્રંથિભેદ કરવાની યોગ્યતા ધરાવે છે.
એટલા જ માટે આત્મસાક્ષાત્કાર કરવાને ઇચ્છતા સાધકે જ્ઞાનથી વારંવાર પોતાના આત્માને ભાવિત કરવો જોઈએ. બહિરાત્મદશાને છોડીને અંતર્મુખ બનવું જોઈએ. અર્થાત્ જ્ઞાનગર્ભિત અંતર્મુખતાને પ્રાપ્ત કરવી જોઈએ કારણ કે આત્મવિચાર આત્મભાવના, આત્મચિંતન, મનન, નિદિધ્યાસનને સતત કરતા રહેવાથી જ તે બ્રહ્મ સાક્ષાત્કારનું કારણ બને છે. મરણ પર્યન્ત આત્મવિચાર કરવા છતાં પણ જો આત્મસાક્ષાત્કાર ન થાય તો ભવાંતરમાં રાગાદિ ભાવોનો નાશ થાય ત્યારે જરૂર સાધકને આત્મસાક્ષાત્કાર થાય છે. સાધકને આત્મસાક્ષાત્કાર કરવામાં પ્રતિબંધક (૧) પાંચે ઇન્દ્રિયોના વિષયમાં ચિત્તની આસકિત, (૨) પ્રજ્ઞાની મંદતા, (૩) કુતર્ક (શુષ્કતર્ક દ્વારા શાસ્ત્રનું વિપરીત અર્થઘટન કરવું), (૪) શાસ્ત્રમાં જણાવેલ બાબતથી વિપરીત જ્ઞાનનો આગ્રહ. આ ચાર તત્ત્વ દૂર થતાં અવશ્ય બોધ સૂક્ષ્મ થાય છે અને સાધકને અવશ્ય બ્રહ્મસાક્ષાત્કાર - આત્મસાક્ષાત્કાર થાય છે.
અનાદિકાળથી ભટકતા જીવે શાસ્ત્રબોધ પણ મેળવ્યો અને ચારિત્ર પણ પાળ્યું, પણ બધુ સ્વચ્છંદ રીતે, પોતાની ઇચ્છા મુજબ. જ્ઞાનીની આજ્ઞાને અનુસાર નહિ. શાસ્ત્રનો બોધ અને સર્વજ્ઞકથિત ચારિત્ર પાળવા છતાં અંદરથી સ્વચ્છંદ, વિષયોની આસક્તિ, કદાગ્રહ વગેરે ટાળી શક્યો નહિ અને તેથી બાહ્ય દૃષ્ટિથી સર્વજ્ઞના આગમના બોધ અને સર્વજ્ઞકથિત ચારિત્ર પાળવા છતાં તે બોધ અને ચારિત્ર તત્ત્વદૃષ્ટિથી લૌકિક જ રહ્યા. | સર્વજ્ઞ પરમાત્માએ બતાવેલી ચીજ સર્વજ્ઞપરમાત્માની આજ્ઞા મુજબ પાળે
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org