________________
૧૨
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3
બહુમાન અને પ્રીતિ ધરાવે છે. એનો પરિપૂર્ણ વિનય અને ભક્તિ કરે છે. જેમ અષાઢ મહિનો આવે અને ચાતક જે રીતે આકાશની સામે મીટ માંડીને જોયા
કરે તે રીતે આ જીવ ગુરુના એક એક વચનને ધારી ધારીને સાંભળે છે. જગતમાં મને કોઈ અપૂર્વ ચીજ મળી રહી હોય તે રીતે સાંભળે છે. સાંભળીને એની ધારણા કરે છે. એની ઉપર વિચારણા કરે છે. વિસ્મય અને અહોભાવપૂર્વક સાંભળે છે. સાંભળતા એની રોમરાજી બધી વિકસિત થઈ જાય છે.
પાંચમી દૃષ્ટિમાં જે સૂક્ષ્મબોધ-તત્ત્વબોધ થવાનો છે તે આ તત્ત્વશ્રવણ નામના ગુણના બળ ઉપર થવાનો છે. ત્રીજી દૃષ્ટિમાં ઉત્પન્ન થયેલ તત્ત્વશુશ્રુષાતત્ત્વની ગરજ તેના ફ્ળરૂપે આ દૃષ્ટિમાં તત્ત્વશ્રવણ નામનો ગુણ પેદા થાય છે અહિંયા તત્ત્વશ્રવણઘેન તત્વશ્રવણ હોય છે આના દ્વારા તત્ત્વશુશ્રુષાથી પૂર્વમાં જે તત્ત્વશ્રવણ છે તેનો વ્યવચ્છેદ કર્યો છે. તત્ત્વશ્રવણનો તલસાટ હોય છે તેના વિના જીવનમાં કાંઈક ખૂટતું હોય એવું લાગે છે. જેમ ભોજન સારામાં સારું હોય પણ તેમાં મીઠું ન નાંખ્યું હોય તો ભોજન નીરસ લાગે છે તેમ આ દૃષ્ટિમાં તત્ત્વશ્રવણ વિના જીવને ચેન પડતું નથી. તત્ત્વશ્રવણ જીવને ઠારનારું બને છે. એટલે જ્યાં જ્યાં તત્ત્વની વાત સાંભળવા મળે ત્યાં ત્યાં જીવ સંસારના લાખો કામ પડતા મૂકીને પણ દોડી જાય છે. શ્રવણ કરતા રાગાદિ મળો નીકળવા માંડે છે. આત્મઘરની નિકટતા અનુભવાય છે. ગુણોનું સંવેદન થાય છે. હેોપાદેયનો વિવેક જામવા માંડે છે. ભાવિ અંધકારમય નથી પણ ઉજળું છે એવી પ્રતીતિ થવા માંડે છે.
તત્ત્વને જણાવનારા ગુર્વાદિ પ્રત્યે અતિનિકટતા અને આત્મીયતાની અનુભૂતિ થાય છે. તત્ત્વશ્રવણથી તત્ત્વ પ્રત્યે પ્રેમ જાગે છે. ઉપયોગમાં તત્ત્વ ઘૂંટાતું જાય છે તેથી કષાયોને ફાવટ આવતી નથી. તત્ત્વશુશ્રુષા વિનાનું તત્ત્વશ્રવણ બહુ ઉપયોગી બનતું નથી. તત્ત્વશ્રવણ અને તેનાથી ઉત્પન્ન થતો તત્ત્વનો પ્રેમ તેના કારણે અશુભભાવોનો અશુભક્રિયાનો - અશુભસંસ્કારનો રેચ સહેલાઇથી
થાય છે.
તત્ત્વબોધ પામનાર જીવોની યોગ્યતા કેવી હોય ?
પ્રભુ મહાવીરનો આત્મા નયસારના ભવમાં અટવીમાં કાષ્ઠ લેવા ગયેલ. તેમાં અટવીમાં ભૂલા પડેલ મહાત્માનો યોગ થયો. તે જાણીને નયસારના મુખમાંથી જે શબ્દો નીકળે છે તે ખરેખર જાણવા જેવા છે. જેથી આપણને ખ્યાલ આવે કે નજીકમાં સમ્યક્ત્વ પામનારા તત્ત્વ પામનારા જીવોમાં કેવા પ્રકારની દિવ્યદૃષ્ટિ હોય છે ! પ્રભો ! આપ માર્ગ ભૂલ્યા અને આ અટવીમાં આપને અનેક કાંટા, કાંકરા, કષ્ટો સહન કરવા પડ્યા એ જો કે બરાબર થયું નથી એમ છતાં અમારું તો
-
–
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org