________________
યોગ દ્રષ્ટિના અજવાળાં ભાગ - 3
૧૩
આજે અહોભાગ્ય જાગ્યું કે આવા જંગલમાં જંગમ કલ્પવૃક્ષ સમાન આપ મહાત્માઓના પવિત્ર દર્શનનો અને સુપાત્ર દાનનો લાભ મળ્યો. પ્રભો! આપ આપની મર્યાદા પ્રમાણે આહાર વાપરવાનો ઉપયોગ કરો. અમે પણ ભોજન કરી લઈએ પછી આપને જે ગામ જવું છે ત્યાં આપને અમે ભેગા કરી દઈએ.
આના દ્વારા મહાત્માઓના હૃદયમાં એક છાપ ઊભી થઈ કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. આ આત્માને ધર્મ પમાડવો જરૂરી છે. એમ મા જ્યારે એને કહે છે કે તમે અમને દ્રવ્ય અટવીનો માર્ગ બતાવ્યો છે તો અમારે પણ જો તમે ઇચ્છતા હો તો ભાવમાર્ગ બતાવવાની ઇચ્છા છે. તે વખતે નયસાર કહે છે કે પ્રભો ! મને આપના શિષ્યની જેમ માનો અને આપના શિષ્યને આપ વિના સંકોચે જે ઠીક લાગે તે કહો છો તેમ મને પણ કહો. ત્યારે મહાત્મા મોક્ષમાર્ગ સમજાવે છે. અનાદિકાળથી જીવની સંસારમાં ચાલતી રખડપટ્ટીનો ખ્યાલ આપે છે અને તેમાં સુદેવ સુગુરુ સુધર્મની ઓળખ આપે છે. આ વાત નયસારના આત્માએ કેવા આદર બહુમાન પૂર્વક સાંભળી હશે કે જેના બળે અનાદિકાલીન દુર્ભેધ એવી રાગ દ્વેષની ગ્રંથિ ભેદાઈ જતાં તે સમકિત પામે છે.
આ તત્ત્વશ્રવણ ગુણની પ્રાપ્તિ પણ બહુ દુષ્કર છે. સમગ્ર યોગદૃષ્ટિ સમુચ્ચય ગ્રંથનું મંથન કરતા એક વાત ઉડીને નજરે ચઢે છે કે મલિન અંતઃકરણ એ સંસાર છે. મલિન અંતઃકરણવાળાને દુષ્ટ અંતઃકરણવાળાને કદાગ્રહ, હઠાગ્રહ અને મતાગ્રહમાં પડેલા જીવોને યોગની દૃષ્ટિ સાથે કોઈ સંબંધ નથી. યોગ અને યોગની દૃષ્ટિને શુકલ અંતઃકરણ સાથે સંબંધ છે. મલિન અંતઃકરણ સંસાર છે. શુક્લ અંતઃકરણ એ મોક્ષમાર્ગ છે. અને અંતઃકરણનાં નાશે પ્રાપ્ત થતું કેવલજ્ઞાન એ ભાવમોક્ષ છે. જ્યારે અઘાતીકર્મના નાશે પ્રાપ્ત થતી અવસ્થા એ દ્રવ્યમોક્ષ છે. પહેલા ભાવમોક્ષ થાય છે પછી દ્રવ્યમોક્ષ થાય છે.
-
આજે આપણે ભલે સમકિત ન પામ્યા હોઈએ. કદાચ તત્ત્વશ્રવણ નામનો આ દૃષ્ટિનો ગુણ પણ ન પ્રાપ્ત થયો હોય છતાં જીવને એક અંદરથી દૃઢ વિશ્વાસ જોઈએ કે પરમાત્માની કૃપાના બળે જરૂર એક દિવસ આગળ વધી શકશું. આ વિશ્વાસ જીવને મોક્ષ માર્ગે આગળ વધવા બહુ ઉપયોગી છે. સૂક્ષ્મ બોધનો અભાવ
આ દૃષ્ટિમાં સૂક્ષ્મબોધનો અભાવ હોય છે કારણ કે બોધની સૂક્ષ્મતા અનેકાંત દૃષ્ટિના બળ ઉપર થઈ શકે છે. પદાર્થ માત્ર અનંતધર્માત્મક છે તેથી તે તે દૃષ્ટિકોણથી - તે તે નય વિવક્ષાથી પદાર્થનું સ્વરૂપ ભિન્ન ભિન્ન હોય છે. પદાર્થને અનેકાંત દૃષ્ટિથી તપાસ્યા પછીથી જીવને તેનાં કોઈપણ સ્વરૂપમાં આગ્રહ આવતો નથી અને તેને કારણે એની બુદ્ધિ ક્યાંય પણ બંધિયાર બનતી નથી અર્થાત્ બુદ્ધિ રાગ દ્વેપથી લેપાતી નથી. બીજા શબ્દોમાં કહીએ તો બુદ્ધિ મુલાયમ રહે છે. કોઈપણ પદાર્થનું જ્ઞાન થયા પછી બુદ્ધિ કર્કશ બને નહિ, અંતઃકરણ રાગ દ્વેષથી લેપાય નહિ, પરંતુ બુદ્ધિ soft- મુલાયમ રહે,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org