________________
૧૪
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ અંત:કરણમાં દેવગુણોનો વાસ રહે એ સ્યાદ્વાદ પરિણમ્યાનું ળ છે.
સ્યાદ્વાદ દર્શનમાં જન્મ્યા એટલા માત્રથી સૂક્ષ્મબોધ આવી જાય છે એવું નથી. જેન શાસ્ત્રોનો અભ્યાસ કર્યો તેથી પણ સૂક્ષ્મબોધ થઈ જાય છે એવું નથી. પણ તે ભણતા ભણતા અનાદિ કાલીન બધી ગ્રંથિઓ તૂટતી જાય અને બોધમાં વિશુદ્ધિ વધતી જાય ત્યારે બોધ સૂક્ષ્મ બને છે. જ્યાં સુધી બોધમાં અજ્ઞાનજન્ય કે મોહજન્ય ગાંઠો પડેલી હોય છે ત્યાં સુધી બોધમાં સૂક્ષ્મતા આવતી નથી. બોધમાં રહેલ વિપરીત આગ્રહ અને અનંતાનુબંધી કષાય એ ગાંઠ છે.
ગાંઠ સર્વત્ર વર્જ્ય છે જિહાં ગાંઠો તિહાં નહિ રસો, જિહાં રસો તિહાં નહિ ગાંઠો – ઉપાધ્યાયજી મહારાજ.
જેમ શેરડીની ગાંઠ રસને ન પામવા દે. તેમ શરીરમાં લોહીની -
ગાંઠ -
મૃત્યુ લાવે, શરીરમાં કફ્તી - ગાંઠ - શ્વાસ અટકાવે,
શરીરમાં આમની - ગાંઠ - સંધિવાત લાવે, આત્મામાં વૈરની - ગાંઠ - દુર્ગતિ અપાવે આત્મામાં રાગની - ગાંઠ - મોક્ષ અટકાવે.
એટલા જ માટે મુનિને નિગ્રંથ કહ્યા છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની ગાંઠ જેનામાં ન હોય તે નિગ્રંથ.
કષાયની તીવ્રતા આત્મામાં મિથ્યાત્વ લાવે છે અને મિથ્યાત્વની તીવ્રતામાં વિપરીત વિચારધારા ચાલે છે જે ગાંઠ સ્વરૂપ બને છે. વિષયની ગાંઠ, ચોરીની ગાંઠ, અહંકારની ગાંઠ, માયાની ગાંઠ વગેરે અનેક પ્રકારની ગાંઠો છે. આ ગ્રંથિઓ બધી ટાઈમ બોમ્બ જેવી છે. જે અનુકૂળ દ્રવ્ય - ક્ષેત્રાદિ મળે ત્યારે ક્ટ છે અને પોતાનો પ્રભાવ દેખાડે છે. ગાંઠનું કામ દૃષ્ટિને મલિન કરવાનું છે, બુદ્ધિ ઉપર અંધારપટ ઊભું કરવાનું છે. જ્યાં સુધી દૃષ્ટિ મલિન છે ત્યાં સુધી આત્માને કરોડો અબજ ભવે પણ સમકિત પ્રાપ્ત થતું નથી.
ખોટા વિચારોની તીવ્રતાથી, કોઈના માટે ખોટા અભિપ્રાયો આપવાથી અનાદિકાલીન ગાંઠો મજબૂત બને છે. એ ગાંઠ જ્યારે ફૂટે છે ત્યારે અજ્ઞાની તેમાં એકમેક થઈ જાય છે. અજ્ઞાની વિચારની સાથે શાદી કરે છે જ્યારે જ્ઞાની શેકહેડ , રામરામ કરે છે.
આ ગાંઠોને તોડવા માટે ગુરુકૃપા અને સર્વજ્ઞશાસ્ત્રોનો નિરંતર અભ્યાસ અત્યંત જરૂરી છે. આના બળે જીવ પોતાના પરિણામો અને કષાયોના પરિણામોને ઓળખવાનું સામર્થ્ય પામે છે અને એ સામર્થ્ય વધતા જેમ જેમ કપાયના પરિણામમાં અરૂચિ, હેય
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org