________________
જ્ઞાનાચારથી વસ્તુ સ્વરૂપનો નિર્ણય, દર્શનાચારથી પ્રેમદૃષ્ટિ વ્યાપક બને છે, ચારિત્રાચારથી સ્વરૂપમાં સ્થિરતાં આવે છે... મન લૂંટારું છે, સતત આપણને લૂંટે છે, ગુરુદક્ષિણામાં મન જ ગુરુને આપવાનું . પરપીડાવર્જન એ અહિંસાનું નિષેધાત્મક સ્વરૂપ છે. પરહિતપ્રવર્તન એ અહિંસાનું વિધેયાત્મક સ્વરૂપ છે...
પરમાત્માની નિરંતર સ્મૃતિ ને સંસારની વિસ્મૃતિ એ અધ્યાત્મ છે. • નિર્વિલ્પતા, સર્વજ્ઞતા, વિતરાગતા ત્રણેયનું એકત્વ એ સહજાનંદીપણું
છે.
નિરાગ્રહીપણું અને ગુણગ્રાહીપણું પેદા થાય તો જ સ્યાદ્વાદ જીવનમાં
અમલી બને. ૦ આસક્તિ આશાતનાના મહાપાપ સુધી લઈ જાય છે. ધારણામાં સ્વરૂપ અભિમુખતા હોય છે. ધ્યાનમાં સ્વરૂપમાં એકાગ્રતા હોય છે. સમાધિમાં સ્વરૂપમાં રમણતા હોય છે. દ્રષ્ટિમાં દોષ તે મિથ્યાષ્ટિ દૃષ્ટિમાં સુધારો તે સમ્યગદૃષ્ટિ દૃષ્ટિનો દૃષ્ટા સાથે અભેદ તે કેવળજ્ઞાન. ધ્યાનમાં મનનું નિયમન હોય છે, સમાધિમાં મનનું અમન હોય છે. એકાગ્રતા સ્થૂલ સાધના છે, નિર્લેપતા - સાક્ષીભાવ એ સૂક્ષ્મસાધના છે,
સ્વરૂપ રમણતા – સ્વરૂપાનંદાવસ્થા એ શૂન્યસાધના છે. દેહભાવ જાય સમકિત આવે, દેહભાન જાય સમાધિ આવે.
અંતર્મુખ વ્યક્તિત્વના ધારક, ઉપશમભાવના સાધક, સૂક્ષ્માનુપ્રેક્ષી પૂજ્યપાદ પંન્યાસજી મહારાજાએ આવા તો અનેકાનેક રત્નકણોથી આ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org