________________
૪૫૦
યોગ દ્રષ્ટિના અજવાળાં ભાગ - ૩
તત્ત્વરસિક જન થોડલા રે. બહુલો જન સંવાદ
જાણો છો જિનરાજ જી રે. સઘળો એહ વિવાદ... ચંદ્રાનન જિન - દેવચંદ્રજી મહારાજ.
સંસારમાં અનંતકાળથી ભટકતાં જીવને તત્ત્વનો પક્ષપાત, તત્ત્વની રૂચિ ઊભી થઈ નહિ અને અતત્ત્વની રૂચિ નીકળી નહિ. યોગ ગ્રંથના શ્રવણ, મનન, ચિંતનથી જીવને તત્ત્વનો પક્ષપાત ઊભો થઈ શકે છે અને તત્ત્વના પક્ષપાતથી સંસાર કપાઈ જઈ મોક્ષ નિકટ આવે છે માટે યોગગ્રંથ જગતમાં ઉપકારક છે.
रवद्योतकस्य यत्तेजस्तदल्पं च विनाशी च। विपरीतमिदं भानोरिति भाव्यमिदं बुधैः ॥ २२४ ॥
ખજુઆનું જે તેજ છે તે અલ્પ અને વિનાશી છે જ્યારે સૂર્યનું તેજ તેથી વિપરીત છે, એમ પંડિતો વડે ભાવવા યોગ્ય છે.
ખજુઓ એક નાનું જંતુ વિશેષ છે. જેને આગીઓ પણ કહેવાય છે. તે રાત્રિમાં ચમકે છે પણ તેનો પ્રકાશ અલ્પ અને વિનાશી છે. આગીઓ થોડી થોડી વારે ચમકે છે પાછો વિર્લીન થઈ જાય છે તેનો પ્રકાશ જીવન ઉપયોગી બનતો નથી. તેના પ્રકાશમાં કોઈ કાર્ય થઈ શકતું નથી જ્યારે સૂર્યનો પ્રકાશ તો દરેક વસ્તુને પ્રકાશિત કરે છે તેનો પ્રકાશ પામીને લોકો કામે લાગી જાય છે. જ્યાં સુધી તે રહે ત્યાં સુધી લોકો કાર્ય કરવામાં પ્રવૃત્ત થાય છે.
નિજ સ્વરૂપ જે કિરિયા સાધે તેહ અધ્યાતમ લહીયે રે જે કિરિયા કરી ચઉગતિ સાધે તે ન અધ્યાતમ કહીયે રે... આનંદઘનજી.
ભાવવિનાની દ્રવ્યક્રિયા ખજુઆ જેવી છે જે મામુલી પુણ્ય બંધાવે છે. આત્મા. ઉપર કોઈ સંસ્કારનું આધાન કરતી નથી. પરલોકમાં તેનાથી આત્માનો કોઈ અભ્યદય થતો નથી. આત્માના ગુણને જે સાધી આપે તેવી ક્રિયા અને તેનું જ્ઞાન જ અધ્યાત્મ છે. કોરા જ્ઞાન અને કોરી ક્રિયાની કોઈ કિંમત નથી.
તત્ત્વનો પક્ષપાત એ તો આત્માનો અભ્યદય સાધે છે એ આવેથી દુર્ગતિ ઉપર તાળા લાગી જાય છે. તાત્ત્વિક પક્ષપાતવાળાને વંદિત્તાસૂત્ર મળ્યોતિ હો વંધો નું વિધાન કરે છે. તાત્વિક પક્ષપાત વેધસંવેધપદવાળાને હોય છે. જે આવેથી હેય નું હેય રૂપે અને ઉપાદેયનું ઉપાદેય રૂપે સંવેદન થાય છે. સૂર્યનો પ્રકાશ જેમ વ્યાપક અને અવિનાશી. છે તેમ તત્ત્વનો પક્ષપાત આત્મામાંથી અજ્ઞાન રૂપ અંધકારને ઉલેચીને સમ્યકત્વનો પ્રકાશ ફ્લાવે છે જે આવે છતે જીવને હું વિનાશી નથી પણ અવિનાશી છું એવી પ્રતીતિ થાય છે.
श्रवणे प्रार्थनीयाः स्युर्न हि योग्याः कदाचन । यनः कल्याणसत्त्वानां महारत्ने स्थितो यतः ॥ २२५ ॥
યોગ્ય જીવોને શ્રવણ માટે પ્રાર્થના કરવાની જરૂર નથી કેમકે પુણ્યશાળી પુરુષોનો ચિંતામણિરત્ન માટે સ્વતઃ પ્રયત્ન હોય જ છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org