________________
૪૦૨
યોગ દ્રષ્ટિના અજવાળા ભાગ - ૩ માટે મથીએ છીએ. પ્રતિક્ષણે સાધકે પોતાના મનને અને પોતાની વૃત્તિને જોતા શીખવાનું છે. બાહ્ય દૃશ્યને નથી જોવાનું પરંતુ પોતાની અંતરદૃષ્ટિથી પોતાની દૃષ્ટિને જ જવાની છે. મનને જોવા વડે કરીને જ મનનો નાશ થાય છે. મનને જોનારું બીજું મન આંતરમન નિર્દોષ હોય છે આને જ આંતરક્રિયા - આંતરખોજ - આત્માનો અવાજ - INTROSPECTION - આત્મનિરીક્ષણ કહેવાય છે. કાંટાથી જેમ કાંટો નીકળે તેમ નિર્દોષ મનથી સદોષ મન નાશ પામે છે. આત્માના જ્ઞાનને અવિનાશી બનાવવું હોય તો આત્માના પ્રદેશોનું ધ્યાન ધરવું જોઈએ અથત આત્મ પ્રદેશોને સ્થિર કરીને ઉપયોગને તેમાં સ્થિર કરવાથી ઉપયોગ અવિનાશી બને છે.
तदेवार्थमात्रनिर्भास स्वरुपशून्यमिव समाधिः (पा ३/३)
વાસભાષ્ય - ધ્યાતા, ધ્યેય અને ધ્યાન ત્રણેનો જેમાં બોધ હોય છે તે ધ્યાન કહેવાય છે અને ત્રણેનો જેમાં અભેદ હોય છે અર્થાત હું ધ્યાતા છું, અમુક ધ્યેય છે ઇત્યાદિ ભેદ જેમાં હોતો નથી એવો ધ્યાતાદિ ત્રણેનો લોલીભૂત પરિણામ તે સમાધિ છે. ધ્યેયાકારના ભાસવાળું ધ્યાન જ ધ્યેય સ્વભાવના આવેશથી જ્યારે પોતાના જ્ઞાનસ્વરૂપથી શૂન્ય જેવું થઈ જાય છે ત્યારે તે સમાધિ કહેવાય છે.
ભોજવૃતિ - ઉપર કહેલ સ્વરૂપવાળું ધ્યાન જેમાં અર્થ = ધ્યેય માત્ર જ ભાસિત છે અને જેમાં યોગીને પોતાના સ્વરૂપનું પણ સ્મરણ રહેતું નથી અર્થાત હું ધ્યાતા છું એવું જ્ઞાન પણ જેમાં રહેતું નથી એવો જે ધ્યેયાકાર માત્રનું અનુભવન તે સમાધિ છે. જે ધ્યાનમાં વિક્ષેપાન્તરનો ત્યાગ કરીને મન ધ્યેયમાં વિલીન થઈ જાય છે તે સમાધિ કહેવાય છે.
દેહભાવ જાય ત્યારે સમક્તિ આવે અને દેહભાન જાય ત્યારે સમાધિ આવે.
ધ્યાનમાં કાલની દીર્ઘતા અને પરિણામની સૂક્ષ્મતા એ સમાધિ છે ધ્યાન એટલે એકમાત્ર ધ્યેયરૂપ પદાર્થને છોડીને બાકીના પદાર્થો સંબંધી ઇચ્છા, વિચાર, રહિત અવસ્થા. જ્યારે ઇચ્છા અને વિચાર જેમાં શાંત થઇ ગયા છે તેવી અવસ્થાને સમાધિ કહેવાય છે. આસનસ્થ થવું અર્થાત કાયાથી સ્થિર રહેવું એ કાચયોગનું ધ્યાન છે. મૌન રહેવું તે વચનયોગનું ધ્યાન છે અને મનથી નિર્વિચાર બનવું - નિર્વિકલ્પ બનવું (મનનું મૌન) એ મનોરોગનું ધ્યાન છે.
જેમ આકાશને અગ્નિ કે હિમની કોઈ અસર થતી નથી તેમ શુદ્ધાત્માને વિશ્વના કોઈ બનાવની લેશમાત્ર અસર થતી નથી. શૂન્ય તત્વ એટલે અરૂપીને અરૂપીની વિરૂદ્ધ અસર નહિ, અરૂપીને રૂપીની કોઈ વિરૂદ્ધ અસર નહિ અને રૂપીને અરૂપીની કોઈ અસર નહિ. ટૂંકમાં શૂન્ય એટલે અસરનો અભાવ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org