________________
યોગ દ્રષ્ટિના અજવાળા ભાગ - ૩
૪૦૧ નહિ. પરને હેયરૂપે જ જાણવું અને પરમાં ઉપયોગને જવા દેવો નહિ તેમ જ સ્વને જેવો જામ્યો છે તેવો વેદવો તેનું નામ ધ્યાન છે. દેહાદિ ભાવોને છોડી દીધા હોય છે અને પરને પ્રધાનતા જાણવાનું છોડી દીધેલ છે તે અપેક્ષાએ ધ્યાન અક્રિય છે છતાં સ્વરૂપ વેદના અને સત્તાગત ફેવળજ્ઞાનને નિરાવરણ કરવાની અપેક્ષાએ ધ્યાન ક્રિયાત્મક એટલે સક્રિય પણ છે. ટૂંકમાં પરમાં અક્રિયા અને સ્વમાં સક્રિય એ ધ્યાન છે.
નિર્વિકલ્પધ્યાન એટલે ન જાણવું. ન ઇચ્છવું. ન વિચારવું. ન સ્મરણ szyi. sheila Not going to know, Not to wish, Not to think, Not to Remember.
મન, વચન, કાયા આ ત્રણે યોગની સ્થિરતા એજ ધ્યાન, જેવું જીવનું શુદ્ધ સ્વરૂપ છે તેવું ધ્યાન થાય તો સ્વરૂપ સ્થિરતા આવે. સ્થિરતા આવવાથી શાંતિ મળે છે. અંતે તે શૂન્યતામાં અર્થાત નિર્વિકલ્પતામાં પરિણમે છે.
જેવું આત્માનું શુદ્ધ સ્વરૂપ છે તેવું જ્ઞાન પ્રાપ્ત કરીને તે દશામાં રહેતા શીખવું તેને ધ્યાન કહેવાય છે. ધ્યાન એટલે શ્રમિત થયેલા મન, વચન, કાયાના યોગની જ્ઞાનપૂર્વકની વિશ્રાંતિ અર્થાત્ જ્ઞાનદશા. મન, વચન, કાયાના યોગની સક્રિયતાથી ઘસારો લાગે છે. અરૂપી અને રૂપી તત્ત્વની આ જ વિશેષતા છે. અરૂપી તત્ત્વો અક્રિય હોવાના કારણે એનો સતત વપરાશ થવા છતાં તેમાં ઘસારો લાગતો નથી અને તેથી તેઓ પોતાની અર્થક્રિયા સતત, સરળ અને સહજપણે કરે છે જ્યારે રૂપી તત્ત્વો સક્રિય હોવાને કારણે તેની અર્થક્રિયા થતા તેમાં ફેરફાર થાય છે. ઘસારો લાગે છે માટે તેઓ સતત એક સરખી અર્થક્રિયા કરી શકતા નથી.
નિદ્રામાં પણ ત્રણે યોગોને વિશ્રાતિ મળે છે પણ એ ફર્મજનિત વિશ્રાન્તિ છે. વિકલ્પ વિનાની અવસ્થા જે ધ્યાન છે તેનાથી ત્રણે યોગોને વિશ્રાંતિ મળે છે જે કર્મના ક્ષયોપશમ જનિત અવસ્થા છે.
લક્ષ્ય સાથે એકાગ્રતા કરવાથી લક્ષ્યથી અભેદ થવાની શરૂઆત થાય છે. સાક્ષી બનવાથી અક્રિયતાની શરૂઆત થાય છે અને અંતે સાક્ષીભાવથી અતીત થવાથી સ્વરૂપમાં સ્થિત થવાય છે અને સચ્ચિદાનંદ સ્વરૂપને પમાયા છે. સહજતા પ્રાપ્ત થાય છે અને સક્રિયતા સમાપ્ત થાય છે.
એકાગ્રતા એ સ્થૂલ સાધના છે નિર્લેપતા-સાક્ષીભાવ એ સૂક્ષ્મસાધના છે. | સ્વરૂપરમણતા, સ્વરૂપાનંદાવસ્થા એ શૂન્ય સાધના છે.
એકાગ્રતામાં લક્ષ્યની - ઇષ્ટની કલ્પના કરીને એકમના થઈ એને જોઈએ છીએ અને એનાથી વિખૂટા ન પડી જવાય - લક્ષ્યાંતર ન થઈ જાય એને
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org