________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3
૮૫ મળત. તેથી તો હવે અવશ્ય હું આ કામ છોડીશ નહિ. આ જ મારી જિંદગી છે અને આ જ મારી રેતી છે કે જ્યાં આવી કિંમતી ચીજો મળી શકે છે.
મહમદ પોતાની આત્મકથામાં લખે છે કે આના તર્કમાં તો કાંઇક તથ્ય છે. બળ છે કે એને પ્રયત્ન કરવાથી મળ્યું પણ આપણે તો સંસારમાં ત્યાંથી શોધી રહ્યા છીએ જ્યાંથી કાંઈ પણ મળતું નથી તો પણ આપણે રેતી ચાળી રહ્યા છીએ.
જન્મ, જરા, મૃત્યુની વાસ્તવિક ભયંકરતા जन्ममृत्युजराव्याधि - रोगशोकाद्युपद्रुतम्। वीक्षमाणा अपि भवं, नोद्विजन्तेऽतिमोहतः ॥७९ ॥
યોનિમાંથી બહાર નીકળવા રૂપ જન્મ, પ્રાણના ત્યાગ સ્વરૂપ મૃત્યુ, વયયુવાનીની હાનિ સ્વરૂપ જરા, કોઢ, ક્ષય, કેન્સરાદિ રાજરોગરૂપ વ્યાધિ અને વિશુચિકા ઝાડા ઉલટી, રોગો સામાન્ય તાવ વગેરે, ઇષ્ટના વિયોગથી પેદા થયેલ મનના વિકાર રૂપ શોક અને આદિ શબ્દથી ભૂત, પ્રેત પિશાચાદિની પીડા વગેરે ઉપદ્રવોથી વિડંબના પામેલા સંસારને જોવા છતાં આ સંસારથી અતિ મોહના કારણે ઉદ્વેગ પામતા નથી.
તપાવેલી લાલચોળ સોયો વડે શરીરના બધા રોમ એક સાથે ભેદવામાં આવે તેના કરતાં આઠગણું દુ:ખ ગર્ભવાસનું છે. તેના કરતા અનેકગણું દુઃખ જન્મનું છે અને તેના કરતા અનેકગણું દુ:ખ મૃત્યુનું છે. બાલપણામાં મૂત્રવિષ્ટામાં રહી, યૌવનમાં વિષયાંધ બની અને જરાવસ્થામાં ઇન્દ્રિયોની હીનતાવડે જીવો દુઃખ અનુભવે છે. શોક, ઇ, વિષાદ અને દીનતાથી હણાયેલા દેવોને દેવલોકમાં પણ દુ:ખ જ છે. બીજા મહદ્ધિક દેવોની ઋદ્ધિ જોઈ સામાન્ય દેવો રાત દિવસ ઇષ્ય રૂપી અગ્નિથી બળ્યા કરે છે. આયુષ્ય પૂરું થતાં, ચ્યવન સમય નજીક આવતાં અમ્લાન એવી માળાઓ કરમાવા માંડે છે. કલ્પવૃક્ષો હાલતા દેખાય છે. શરીરની સંધિઓ તૂટે છે. વિમાન, વાવડી અને અપ્સરા પાસે જઈ કલ્પાંત રૂદન કરે છે. આગામી કાળમાં ગર્ભવાસમાં આવનાર દુ:ખોને જોઈને ત્રાસ પામે છે.
ધનના લોભથી સગાભાઈઓ માંસના અભિલાષી કૂતરાઓની જેમ લડે છે. નરકમાં ગયેલા નારકીઓ પણ દુઃખથી બચવા પરમાધામીઓ આગળ દીન બને છે. કાકલૂદી કરે છે. પગમાં પડે છે. બચાવો, બચાવો, ભૂલ થઈ ગઈ. વગેરે દીનતા. પૂર્વક કરૂણ રૂદન કરે છે. તિર્યંચ ગતિમાં રહેલા તિર્યંચો પણ ભટકી ભટકીને જીવન પૂરું કરે છે આ બધું જોવા છતાં જીવો સંસારથી કંટાળો પામતા નથી.
અને વળી આ જીવોને બીજું શું હોય છે ? તે કહે છે - સુર્ય મામાતિ, યે ગાયેવા दुःखे सुखधियाकृष्टाः कच्छूकण्डूयकादिवत् ॥ ८० ॥
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org