________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૨૪૯ અટવાઈ જવાનો ભય ઘણો છે. વળી સર્વજ્ઞ પરમાત્માના આગમ દ્વારા હેયશેય-ઉપાદેય તત્ત્વોનું યથાર્થજ્ઞાન કરી હેય તત્ત્વોના ત્યાગ અને ઉપાદેયની પ્રાપ્તિ પ્રત્યેનો ઝોક વધે તો જ યથાર્થ તત્ત્વ પ્રાપ્ત કરી શકાય છે. અન્યથા જો એક્લા હેચ તત્ત્વો ભણી જ ઝુકાવ રહે તો વસ્તુનો બોધ થવા છતાં વસ્તુ તત્ત્વની પ્રાપ્તિ માટેનો સાધનાકાળ ચાલ્યો જાય છે અને એના દ્વારા સાધ્યની પ્રાપ્તિથી તો દૂર જ રહેવાનું થાય છે.
બીજાનું ખંડન કરીને બીજાને, ખોટા કરીને, બીજાને ઉતારી પાડીને, હલકા ચીતરીને પોતાની સત્યતા અને સર્વોપરિતા સ્થાપન કરવી એ સ્યાદ્વાદ નથી પણ કનિષ્ઠવાદ છે જ્યારે બીજાની આપેક્ષિક સત્યતાને સ્વીકારી, તેને પણ સ્થાન આપી પોતાની સર્વોપરિતા સ્થાપન કરવી એ સર્વજ્ઞ પરમાત્માએ બતાવેલ સ્યાદ્વાર છે. જેમાં પોતે તરવાનું હોય છે અને બીજાઓને તારવાના હોય છે. અધ્યાત્મના માર્ગમાં બીજાને તારવાની ભાવના કરવાથી તેમજ બીજાને તારવાનો પુરુષાર્થ કરવાથી પોતાને તરવાનું સહેલું બની જાય છે. બીજાને કદાચ તારવાની ભાવના ન કરીએ તો પણ હજુ બહુ વાંધો ન આવે પરંતુ બીજાની. ઉપેક્ષા કરીએ, બીજાની પ્રતિ પ્રતિકૂળ વર્તન કરીએ કે બીજાના અપેક્ષિત સત્યને સત્ય તરીકે ન સ્વીકારીએ તો સાધકને સાધના કરવાનું અને એના દ્વારા કરવાનું કાર્ય અત્યંત મુશ્કેલ બની જાય છે. માટે જ અધ્યાત્મની વિચારણામાં મેથ્યાદિવાસિત ચિત્તને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે.
ज्ञायेरन् हेतुवादेन पदार्था यद्यतीन्द्रियाः । વાનેરૈતાવતા પ્રાગૈઃ કૃતઃ ચાપુ નિશ્ચય: ૨૪૬ . આ જ વસ્તુના સારને કહે છે -
અનુમાનથી અતીન્દ્રિય પદાર્થો જાણી શકાતા નથી. એ જ વાતની પુષ્ટિમાં કહે છે કે જો અતીન્દ્રિય પદાર્થો અનુમાનવડે અર્થાત્ યુક્તિવાદવડે જાણી શકાતા હોત તો અનાદિ અનંતકાળમાં અતિબુદ્ધિશાળી એવા તાર્કિકો આજ સુધીમાં ઘણા થઈ ગયા તેઓએ યુક્તિના બળે અતીન્દ્રિય પદાર્થનો નિર્ણય કરી લીધો હોત. પરંતુ એ નિર્ણય હજુ સુધી કોઈ કરી શક્યા નથી. એનાથી એ ફલિત થાય છે કે અતીન્દ્રિય પદાર્થનો સમ્યમ્ નિર્ણય તર્કથી થઈ શકતો નથી પણ યોગિજ્ઞાનથી જ તેનો નિર્ણય થાય છે.
તર્ક દ્વારા અતીન્દ્રિય તત્ત્વનો નિર્ણય કરવો એ ચમચી દ્વારા સમુદ્રને ખાલી કરવા જેવું છે. બુદ્ધિતત્ત્વ એ સીમિત તત્ત્વ છે. મર્યાદિત તત્ત્વ છે. તર્કને પણ સીમા છે તેના દ્વારા પદાર્થનો અમુક મર્યાદામાં જ બોધ થાય છે. ઘણું જાણ્યું
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org