________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૩૭૫
કરી રહ્યો છે. આત્મામાં નિરંતર પરમાત્માનું સ્વરૂપ ભાવવાથી, ચિંતવવાથી આત્માને જે લાભ થાય છે તેનું વર્ણન આનંદઘનજી મહારાજ કરી રહ્યા છે. મંદિરમાં રહેલ પરમાત્માની મૂર્તિના દર્શન કર્યા પછી તેના અવલંબને મનમાં રહેલ પરમાત્માનું ધ્યાન કરવાનું છે અને મોહની ઝાડીમાં છૂપાઈ ગયેલા પરમાત્માને પ્રાપ્ત કરવા ધ્યાનાગ્નિ પ્રગટાવવાનો છે. તેના દ્વારા મોહ વૃક્ષને ભસ્મીભૂત કરી આત્માને પરમાત્મા બનાવવાનો છે.
ध्यानजं सुखमस्यां तु जितमन्मथसाधनम् । विवेकबलनिर्जातं शमसारं सदैव हि ॥ १७१ ॥
કામના સાધનભૂત એવા વિષયોને જીતનારું ધ્યાનજન્ય સુખ હોય છે. જે વિવેકના બળથી ઉત્પન્ન થયેલું હોય છે. તેથી હંમેશા શમની પ્રધાનતાવાળુ હોય છે.
આ દૃષ્ટિમાં ધ્યાનના પ્રભાવે અપૂર્વ આત્મિક સુખ હોય છે. શુદ્ધાત્માના ધ્યાનથી ઉત્પન્ન થયેલો નિર્ભેળ આનંદ અહિંયા અનુભવાય છે. નિર્વિકલ્પ ધ્યાનાનંદની મસ્તીમાં મસ્ત બનેલા યોગીરાજને વિષયો અહિંયા અડી શકતા નથી. વિષયોની આત્મામાં વિષ પેદા કરવાની શક્તિ નીચોવાઈ ગઈ હોય છે. કામના સાધનભૂત વિષયો પર વિજય પ્રાપ્ત થયો છે. મોહમલ્લ પરાભવ પામ્યો. છે. તે બહાર આવી શકે તેવી તેની કોઈ શક્તિ નથી તેથી તે અંદરમાં છૂપાઈને લપાઈને બેસી ગયો છે. આત્માની સ્વરૂપમાં એટલી તીવ્ર જાગૃતિ વર્તે છે કે કમ બધા નીરસ બનીને ઉદયમાં આવી રહ્યા છે. જીવવીર્ય આત્મઘરમાં રહેવાથી ચારિત્રરાજાનો વિજય થયો છે. ચારિત્રરાજાનું સૈન્ય ઉત્સાહિત બન્યું છે અને સમયે સમયે અનંતગુણ વિશુદ્ધિથી મોહરાજાના સૈન્યનો ખાત્મો બોલાવી રહ્યો છે.
શબ્દાદિ વિષયો તત્ત્વથી જોતા તો દુ:ખના જ સાધન છે. જીવની મૂઢતાના કારણે તે સુખનો આભાસ પેદા કરે છે. સઘળા જીવો સુખના જ કામી છે પણ તે સુખ તો મોક્ષનું છે. મોક્ષનું સુખ નિરૂપાધિક છે. ચિંતાના લેશ વિનાનું છે. પૂર્ણતાને પામેલું છે. અવિનાશી છે. સ્વાધીન છે. જ્યારે જ્ઞાન પૂર્ણ બને છે ત્યારે આનંદ પણ પૂર્ણતાને પામે છે કારણ કે આનંદનો અભેદ આધાર જ્ઞાન છે. જ્ઞાન અને આનંદ બંને ચેતન્ય સ્વરૂપ છે અને તે એક સિક્કાની બે બાજુ જેવા છે. બંને પૂર્ણ અવસ્થામાં એક બીજાને છોડીને રહી શકતા નથી. જ્ઞાન
જ્યારે વીતરાગ બને છે. નિર્વિકલ્પ બને છે અને પૂર્ણ બને છે ત્યારે તે જ્ઞાનમાંથી આવતો આનંદ પણ વિશિષ્ટ કોટિનો બને છે. વીતરાગતામાં પ્રશાંતરસ વેદન છે. નિર્વિકલ્પતામાં અખંડ આનંદરસ વેદન છે જ્યારે સર્વજ્ઞતામાં અનંત આનંદરસ વેદન છે. કેવલજ્ઞાનમાં વીતરાગતા, સર્વજ્ઞતા
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org