________________
૩૯ ૨
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3 અરિહંતને ઓળખતા આત્મા ઓળખાય છે.
જે જાણતાં અહંતને ગુણ દ્રવ્ય ને પર્યયપણે તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લય ખરે”
- પ્રવચનસાર ગા. ૮૦ કુંદકુંદાચાર્ય. જે ખરેખર દ્રવ્ય, ગુણ, પર્યાયપણે અરિહંતને જાણે છે તે પોતાના આત્માને જાણે છે ને તેનો મોહ ક્ષય પામે છે. ચૈતન્ય સ્વરૂપ આત્મા તે દ્રવ્ય, જ્ઞાનદર્શનાદિ તેના ગુણો અને કેવલજ્ઞાનાદિ તેના પર્યાય તે અરિહંત છે. અત્યારે આ ક્ષેત્રે ભલે અરિહંત નથી પણ અરિહંતનો નિર્ણય કરનાર આપણું જ્ઞાન તો છે ને ? બસ, એ જ્ઞાનને અરિહંતના સ્વરૂપ તરફ લંબાવતા ભાવભેદ નીકળી જાય છે ને ક્ષેત્રભેદ પણ નડતો નથી. જેની દૃષ્ટિ ઉપાદાન તરફ છે તે અરિહંતના સ્વરૂપનો નિર્ણય કરીને ક્ષેત્રભેદ કાઢી નાંખે છે. જ્ઞાનવડે અરિહંતના દ્રવ્ય-ગુણ-પર્યાયને ધ્યાવતાં તેનો દર્શનમોહ વિલય પામે છે.
જેમ વાંસનું ઝાડ બહારના બીજા કોઈ સાધન વગર પોતપોતાની સાથે જ ઘસારા વડે અગ્નિરૂપ થઈ જાય છે તેમ આત્મા પોતે પોતાનામાં જ એકાગ્રતાના મંથન વડે પરમાત્મા થઈ જાય છે. જેમ વાંસમાં શક્તિરૂપે અગ્નિ ભરેલો છે તે વાંસ પોતે ઘસારા વડે વ્યક્તિ અનિરૂપે પરિણામ પામી જાય છે. તેમ આત્મામાં પરમાત્મદશા શક્તિરૂપે પડી છે તે પર્યાયિને એકાગ્ર કરીને સ્વભાવનું મંથન કરતા આત્મા પોતે પરમાત્મદશારૂપે પરિણમી જાય છે.
ચેતન્યરૂપી ક્ષેત્રમાં કલ્પનારૂપી બીજ પડ્યું છે તેથી ચિત્તરૂપી અંકુર થાય છે અને તે અંકુરમાંથી સંસારરૂપી વનખંડ ઉત્પન્ન થાય છે. જો કલ્પના રૂપી બીજ આત્મજ્ઞાનથી બળી જાય તો પછી તે વાસનારૂપી જળથી સારી રીતે સિંચાવા છતાં પણ ચિત્તારૂપી અંકુરને ઉત્પન્ન કરવામાં સમર્થ થતું નથી. જો ચેતન્યરૂપ ક્ષેત્રમાં કલ્પના રૂપી બીજ ન પડે તો ચિત્તરૂપી અંકુરો ઉત્પન્ન થતો નથી કે જે અંકુરામાંથી સુખદુ:ખોરૂપી ફ્લોવાળા શરીરરૂપી વૃક્ષો ઉત્પન્ન થાય છે.
ધ્યાન જ્યારે પરિપાકને પામે છે ત્યારે તેની પાસે ઇન્દ્રપદ પણ તુચ્છ લાગે છે. ધ્યાન ભવનો નાશ કરાવનારું છે. આત્માનો પરમાત્માની સાથે ધ્યાન દ્વારા મેળાપ થાય છે.
ધ્યાન સુધારસ પાન મગનતા, ભોજન સ્વગુણ ઉપભોગરે, રીઝ એકત્વતા તાનમેં વાજે, વાજિંત્ર સમુખ યોગરે. - દેવચંદ્રજી. દેખી રે તાહરું અંભૂત રૂપ, અચરિજ ભવિક અરૂપી પદ વહેજી. તાહરી ગત તું જાણે હો દેવ, સમરણ વાચક યશ કહેજી..
હે પ્રભો ! આપનું અભૂતપ નિહાળીને ભવ્યજીવો અરૂપીપદ-મોક્ષપદ પ્રાપ્ત કરે છે તે આશ્ચર્ય છે. હે પ્રભો ! આ વિષયમાં આપની કળા અઅપ જ જાણો છો. હું તો માત્ર આપનું સ્મરણ - ભજન કરું છું.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org