________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩
૩૦૭. છે, મોજા ઉછળે છે, વહાણોને - નૌકાઓને ડૂબાડી દે છે. તેમ શાંત અને સ્થિર સમુદ્રરૂપી આત્મામાં વિષયોના વાયરા વીંઝાતા સબુદ્ધિરૂપી નૌકાને ઉથલાવી નાંખે છે અને જીવને ચારગતિમાં રખડતો કરી મૂકે છે. ઘી હોમવાથી જેમ અગ્નિની જ્વાળા શાંત થતી નથી પણ વૃદ્ધિ પામે છે તેમ ભોગો ને ભોગવવાથી કામવાસના વૃદ્ધિ પામે છે અને જીવને નરકાદિમાં જવું પડે છે. આમ રાગદ્વેષની ગ્રંથિ ભેદાવાથી જીવને સઘળો સંસાર બિહામણો અને ભયંકર દેખાય છે. તેનું મન સંસારના કોઈપણ પદાર્થમાં, કોઈપણ સ્થાનમાં કે કોઈપણ વ્યક્તિમાં ઠરતું નથી.
ઈતર દર્શનમાં નચિકેતાની વાત આવે છે, તે ૮-૧૦ વર્ષનો બાળક છે. તે વિરાગી બનેલો છે. તેણે ઘોર તપની સાધના કરી અને ચમરાજાને પ્રસન્ન કર્યો. યમરાજા કહે છે નચિકેતા ! બોલ ! તું માંગે તે આપું. નચિકેતા એક જ વાત કહે છે કે મારે બીજું કશું જ જોઇતું નથી. માત્ર તું મને નરક બતાવ. તે નરકની વાત સાંભળતા યમરાજ પણ ધ્રુજી ઉઠે છે અને નચિકેતાને એક જ વાત કરે છે કે તું નરક સિવાય બીજુ કાંઈ પણ માંગ. નચિકેતા ના પાડે છે. બીજુ કાંઈ મારે ન જોઈએ. પછી યમરાજ એને પોતાના ખભા ઉપર બેસાડી નરકાવાસોમાં લઇ જાય છે. ત્યાંના દુઃખો જોતાં નચિકેતાનો વૈરાગ્ય વધી જાય છે.
શાસ્ત્રમાં એક વાત આવે છે કે ભાભીને દિયર ઉપર અત્યંત રાગ છે તેથી પોતાને વશ કરવા ઘણા પ્રયત્ન, હાવભાવ, નખરા વગેરે કરે છે પણ દિયરને આનાથી વૈરાગ્ય થયો - દીક્ષા લીધી. ભાભીના ચાળા નિળ ગયા તેથી તરક્કી તરક્કીને મરી. આર્તધ્યાનમાં મરી, મરીને કૂતરી થઈ પણ સંસ્કાર જીવંત રહી ગયો. કૂતરીના ભાવમાં દિયરમુનિને જોતાં જ જોરથી ચોંટી પડી. માંડમાંડ બધા સાધુઓએ ભેગા થઈ તે મહાત્માને છોડાવ્યા. કૂતરી મરીને વાંદરી થઈ તો વાંદરીના ભાવમાં પણ મુનિને વળગી પડી. ત્યાંથી મરીને વ્યંતરી થઈ. આકાશમાં ભમે છે. મુનિને જોતાં જ ઉપયોગ મૂકયો અહો! આ મારા દિયર. ત્રણ ત્રણ ભવથી મારી ભાવના પુરી કરી નથી તેથી હવે કામ ક્રોધરૂપે પરિણમ્યો. કામનું વિકૃત સ્વરૂપ ક્રોધ છે. તે મુનિના બે પગ કાપી નાંખ્યા. દેવાય તેટલી ગાળો દે છે. મુનિ સમતારસમાં ઝીલે છે. પરંતુ સૂક્ષ્મની સાધના કદી નિળ જતી નથી. સમ્યગદૃષ્ટિ દેવે જોયું. તરત બંને પગ સાજ કર્યા. વ્યંતરીને ભગાડી અને જ્ઞાનથી બધું જોઈ મુનિને બધી વાત કરી. આ તમારી ભાભી કે જે મરીને કૂતરી - વાંદરી અને વ્યંતરી થઈ. એને સાંભળતા તમામ શિષ્યોને સંસાર ઉપરથી વૈરાગ્ય થયો.
---
-
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org