________________
૨૩૮
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
દુર્યોધન ઉતાવળથી સભામાં પ્રવેશ કરે છે. સામે બારણું છે એમ માની એ અંદર જવા જાય છે. ત્યાં એ કાચ સાથે અથડાય છે. જે દરવાજો માન્યો તે કાચ હતો. તેમાં બારણાનું પ્રતિબિંબ હતું, એ ભ્રમથી અથડાઈ પડે છે ને પાછો ફ્રે છે. દ્રોપદી સામેના ઝરૂખામાં ઊભી છે તે આ બનાવ જોઈને હસી પડે છે અને કટાક્ષમાં કહે છે “આંધળાના દીકરા આંધળા જ હોય.”
દૂર્યોધનને થાય છે કે આતો દ્રોપદી દ્વારા મારા અને મારા વડીલોનું અપમાન થયું. માણસ જીવનભર પોતાના અપમાનને યાદ રાખે છે. માણસ મરે છે ત્યારે પણ અપમાનને યાદ કરતો કરતો મરે છે. આમ પરંપરાએ વેર બંધાય છે. ઈસ. ૧૯૧૮માં જર્મનીને ગુલામ ન બનાવ્યું હોત તો હિટલર ન પાકત. હિટલર એ અપમાનની ખેતીનો પાક છે. વેરનું પરિણામ છે.
દ્રોપદીના શબ્દોથી વેરના બીજ વવાય છે ને તેમાંથી મહાભારત સર્જાય છે. અપમાન એ ડંખ છે. તે સહેલાઈથી નીકળતો નથી. તે વેર લઈને જ શાંત થાય છે. દૂર્યોધનના કપાળમાં ચોંટ લાગી તેને તો તેણે સહન કરી લીધી પણા દીલમાં લાગેલા વાણીના તીરને એ સહન ન કરી શક્યોએણે ત્યાંજ મનમાં સંકલ્પ કર્યો “ મને આંધળાના દીકરા કહેનાર દ્રોપદીને નિર્વસ્ત્ર ન કરું તો હું દૂર્યોધન નહિ.”
જ્યારે પાંડવો વનમાં ગયા, ૧૨ વર્ષનો વનવાસ અને એકવર્ષનો ગુખવાસ તેમને પાળવાનું નક્કી થયું પછી તે સમય પૂરો થતા શ્રીકૃષ્ણ દૂર્યોધનને સમજાવવા ગયા, તું વધુ નહિં તો માત્ર પાંચ ગામ પાંડવોને આપ પણ તે જરાય માનવા તૈયાર નથી. તે કૃષ્ણને કહે છે કે હું આપનો ધર્મ સાંભળું છું પણ મારું અંતર સાંભળતું નથી. એક સ્ત્રીની લાજ લેવી એ ભયંકર કોટિનો અધર્મ છે એ હું જાણું છું. હું એ માર્ગે જવા માંગતો નથી પણ મારું તન-મન મને એ માર્ગે ઘસડી જાય છે. આ ઉપરથી ખ્યાલ આવે કે એક વચન ઉચ્ચારતી વખતે કાંઈ વિચાર ન કર્યો એટલે આખો રણ સંગ્રામ ઊભો થઈ ગયો. અણુબોંબ, હાઈડ્રોજનબૉબ અને એટમબોમ્બમાં જે તાકાત નથી તે તાકાત વાણીમાં છે.
વિવેક અને વૈરાગ્ય જીવન નૌકાના બે હલેસા વિવેકી હંમેશા હંસવૃત્તિ રાખે છે. કાકવૃતિ નહિ. વિવેકના અભાવમાં ભીષણ પરિસ્થિતિ સર્જાય છે. દ્રોણ અને દ્રપદ, સુદામા અને કૃષ્ણની જેમ અગ્નિવેશના આશ્રમમાં સહાધ્યાયીઓ હતા. એટલું જ નહિ બંને પરમ મિત્રો હતા. એકવાર દ્રુપદનો અંગુઠો પાક્યો ત્યારે તેની દારૂણ વેદનાને શાંત કરવા દ્રોણે આખી
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org