________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
શંકા - જો પ્રતિક્રમણાદિ અનુષ્ઠાનો નથી હોતા તો પછી ભિક્ષાટનાદિરૂપ આચાર કેમ હોય છે ? અર્થાત્ કેવલી થયા પછી પ્રતિક્રમણાદિ ન હોવા છતાં ભિક્ષાટનાદિ આચાર કેમ હોય છે તેનો જવાબ આપે છે. रत्नादिशिक्षाद्दग्भ्योऽन्या यथा हक्तन्त्रियोजने ।
तथाचारक्रियाप्यस्य सैवान्या फलभेदतः ॥ १८० ॥
રત્નાદિની શિક્ષાદૃષ્ટિ તેના નિયોજનની દૃષ્ટિથી જેમ જુદી છે તે જ રીતે આ યોગીની આચારક્રિયા ફ્લભેદથી ભિન્ન છે.
રત્નાદિના અભ્યાસકાલની દૃષ્ટિથી તન્નિયોજન રત્નાદિના વહેપારકાલમાં જેમ દૃષ્ટિ ભિન્ન હોય છે અર્થાત્ રત્નાદિના અભ્યાસ કાલમાં રત્નાદિના ગુણ દોષને પારખવાની દૃષ્ટિ હોય છે જ્યારે રત્નાદિના વહેપારમાં ક્યા રત્નનો વહેપાર કરવાથી વધારે લાભ તે દૃષ્ટિ હોય છે. અર્થાત્ વહેપાર કરતી વખતે રત્ન ઓછું ગુણવાળું હોય છતાં તેનાથી જો વધુ કમાણી થાય તેમ હોય તો તેને પહેલા પસંદ કરે છે તેમ આ યોગીની ભિક્ષાટનાદિ ક્રિયા પણ ફ્લના ભેદથી ભિન્ન હોય છે કારણ કે પૂર્વમાં આ દૃષ્ટિ પામતા પહેલા ભિક્ષાટનાદિ દ્વારા સાંપરાયિક કાષાયિક કર્મોનો નાશ કરવો તે ફ્લ હતું જ્યારે હવે તો ભવોપગ્રાહી કર્મ અઘાતી કર્મનો નાશ એ ફ્લ છે. આ દૃષ્ટિમાં રહેલો યોગી આચાર રહિત જ છે કારણ કે પહેલા ભિક્ષાટનાદિ ઘાતીકર્મ ખપાવવા માટે કરતો હતો હવે તેને ખપાવાનો આશય નથી તેથી પૂર્વના આશયથી અત્યારે ક્રિયા કરાતી ન હોવાથી ક્રિયા રહિત જ ગણાય.
-
Jain Education International 201d_05
-
અથવા તો સંગીતના શાસ્ત્રનો અજાણ પહેલા સંગીતના આલાપ, તાલ, લય, આરોહ, અવરોહ આદિનું જ્ઞાન મેળવે છે તે વખતે તેની દૃષ્ટિ સંગીતના એક એક રાગને શીખવા ઉપર હોય છે અને પછી જ્યારે તેમાં પ્રવીણ બને છે. ત્યાર પછી હવે કયો રાગ કઈ સભામાં ગાવામાં આવે તો લોકો રાજી થાય, લોક ચાહના મળે, કમાણી વધારે થાય તે દૃષ્ટિ આવે છે તેમ અહિંયા પણ ભિક્ષાટનાદિ ક્રિયા એક સરખી હોવા છતાં પૂર્વની દૃષ્ટિથી વર્તમાન દૃષ્ટિનો ફેર છે અને તેથી પૂર્વની દૃષ્ટિથી ક્રિયા ન હોવાથી ક્રિયા રહિત જ ગણાય. तन्नियोगान्महात्मेह कृतकृत्यो यथा भवेत् ।
तथायं धर्मसंन्यासविनियोगान्महामुनिः ॥ १८१ ॥
તે રત્નના નિયોગથી જેમ તે મહાત્મા
મોટો માણસ કૃતકૃત્ય થાય છે તેમ આ મહામુનિ ધર્મસંન્યાસના વિનિયોગથી કૃતકૃત્ય થાય છે. રત્નના વહેપારમાં રત્ન પારખવાની શિક્ષા
અભ્યાસ લઈ લીધે છતે જેમ કોઈ રત્નનો વહેપારી રત્નના વહેપારથી લોકમાં મહાત્મા અર્થાત્ મોટો
-
૪૦૯
-
=
For Private & Personal Use Only
www.jainelibrary.org