________________
૪૫ ૨
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
કરાયેલી અલ્પ એવી પણ અવજ્ઞા જે કારણથી અનર્થને માટે થાય છે. આથી કરીને તે અવજ્ઞાનો પરિહાર કરવાને માટે નિષેધ કરે છે. પરંતુ શુદ્ધતારૂપ ભાવ દોષના કારણે ના કહેતા નથી.
યોગ દૃષ્ટિ ગ્રંથનો વિષય મહાન છે. મહાન વિષયની અવજ્ઞા કરવાથી અનર્થ પણ મહાન થાય. મહાન વસ્તુની અવજ્ઞા કરવાથી, આશાતના કરવાથી જીવને ભવાંતરે તેના માઠા ળો દુર્ગતિમાં ભોગવવા પડે છે અને ક્યારેક અવજ્ઞા તીવ્રભાવે થઈ જાય તો તે જ ભવમાં તેના કટુકવિપાક ભોગવવા પડે છે. સમ્યક્તત્વની અવજ્ઞા, આશાતના કરવાથી અંદરમાં રહેલ સંત તત્ત્વ નાશ પામે છે. આરાધનાથી સત્ પ્રસન્ન થાય છે. વિરાધનાથી સત્ તત્ત્વ અપ્રસન્ન બને છે માટે અયોગ્ય જીવો આ મહાન ગ્રંથની આશાતના દ્વારા દુ:ખ ન ભોગવે તેવી કરૂણા બુદ્ધિથી હરિભદ્રસૂરિમહારાજ તેનો નિષેધ કરી રહ્યા છે પણ તેમને જીવો પ્રત્યે દ્વેષ, દુર્ભાવ કે માત્સર્ય વગેરે નથી કે જેથી ક્ષદ્રબુદ્ધિથી તેનો નિષેધ કરે.
योग्येभ्यस्तु प्रयत्नेन, देयोऽयं विधिनान्वितैः । मात्सर्यविरहेणोच्चैः श्रेयोविघ्नप्रशान्तये ॥ २२८ ॥
આ ગ્રંથ યોગ્ય શ્રોતાઓને વિધિ સાચવીને, માત્સર્ય રહિત થઈને કલ્યાણકારી કાર્યમાં વિધ્વની પ્રશાંતિ માટે પ્રયત્નપૂર્વક આપવા યોગ્ય છે.
જેમ અયોગ્યને આ ગ્રંથ આપવા યોગ્ય નથી તેમ યોગ્ય શ્રોતાઓને માત્સર્ય વગર, ઉપયોગપૂર્વક આપવા યોગ્ય છે. આપતી વખતે શ્રવણના વિષયમાં વિધિ જાળવવા યોગ્ય છે. આપનાર મહાત્માનું બહુમાન, આદર, વંદનાદિ કરવા, એકાગ્રતા પૂર્વક હાથ જોડીને સાંભળવું, સાંભળતા નજર ગુરુની સામે રાખવી સાંભળતા વિસ્મય, અહોભાવ વ્યક્ત કરવો, મુખ ઉપર સંવેગના ભાવ વ્યક્ત કરવા. આ પ્રમાણે વિધિ યુક્ત શ્રોતાને આપવા યોગ્ય છે. વિધિ વગરના શ્રોતાઓને આપવામાં આવે તો કર્મ બંધ થાય તેનાથી અનર્થની પરંપરા ચાલે.
આપનારે પણ આ ગ્રંથ માત્સર્ય વિના એક માત્ર સ્વપરના કલ્યાણની બુદ્ધિથી આપવો. આ પ્રમાણે અપાયેલ ગ્રંથ કલ્યાણકારી કાર્યમાં આત્મામાં પડેલ અંતરાયભૂત પાપ કર્મનો નાશ કરે છે. આ પ્રમાણે આપવાથી સ્વ-પરનું એકાંતે કલ્યાણ થાય છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org