________________ કે ગુરુ એ જીવંત પરમાત્મા છે રે ! | જીવંત ગુરુભગવંતના અનાભોગ-અનુપયોગાદિ કારણે થતાં નાનકડાં દોષોને ! | મનમાં રાખીને ગુરુ પ્રત્યેના આદર બહુમાનને ખોઈ નાખનાર શિષ્ય વાસ્તવમાં પોતાનું | સર્વસ્વ ગુમાવે છે અને આધ્યાત્મિક જગતમાં ભિખારી -- દરિદ્રી તરીકેનું સ્થાન મેળવે છે છે. છોડ ઉપર ગુલાબના ફૂલ થોડા હોય અને કાંટા ઘણાં હોય છતાં શિષ્ટ પુરુષો એને ગુલાબનો જ છોડ કહે છે, કાંટાનો નહિ. આ પંચ મહાવ્રતનું પાલન, સંયમના મૂળગુણ, સરળતા, ભદ્રિક્તા વગેરે ગુણરત્નોથી ભરપૂર ગુરુભગવંતમાં નાનકડાં દોષ દેખાવાને કારણે ગુરુનો તિરસ્કાર કરનારી વ્યક્તિ | વાસ્તવમાં ત્રણકાળના સર્વક્ષેત્રના અનંતા ગુરુભગવંતોની આશાતનાનું ઘોર પાપ બાંધે I છે. એક સુસાધુ કે સુસાધ્વીનો તિરસ્કાર કરનાર અઢી દ્વિપના બધા સાધુ સાધ્વીના | આશાતનાનું ઘોર પાપ બાંધી ભવિષ્યમાં સદ્ગુરુ પ્રાપ્ત ન થાય એવી અયોગ્યતા પોતાના આત્મામાં ઉભી કરે છે.. | શિષ્યની અયોગ્યતા કે પાપોદયના કારણે ગુરુને કદાચ શિષ્ય ઉપર વિશેષ ! | લાગણી કે દેખરેખ ન હોય તો પણ એકલવ્યની જેમ ગુરુને હૃદયમાં સ્થાપિત કરનાર ? ટૂંક સમયમાં સંસાર સાગર તરી જાય છે. જે ગુરુને હૃદયમાં સ્થાપિત કરતો નથી તે પ્રભુના ! ; હૃદયમાં ક્યારે પણ સ્થાન મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરતો નથી. ગુરુને મનમંદિરમાં પ્રતિષ્ઠિત નહિ કરનાર વ્યક્તિ સદા ભાવસંયમમાં સ્થિર રહેવાનું સામર્થ્ય પ્રાપ્ત કરવામાં ' કે અન્ય સંયમીના હૃદયમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ જાય છે. | ગુરુ એ જીવંત પરમાત્મા છે. મૂર્તિસ્વરૂપ ભગવાનની ભક્તિ પણ જીવંત ભગવાન ! | સ્વરૂપ ગુરુની ઉપેક્ષા કરીને કરવામાં આવે તો તેની વિશેષ કિંમત નથી. જીવતા બાપની ! 1 ઉપેક્ષા કરીને બાપાના ફોટાની સામે ધૂપ-દીપ કરે તેની કિંમત કેટલી ? જીવંત ભગવાન ! | સ્વરૂપ ગુરુની તરફ-સમર્પણભાવ એ પરમાત્માની ભાવપૂજા છે એટલા માટે દરેક શિષ્ય | I પોતાના ગુરુને કેવલ જ્ઞાની સમજીને તેમની સાથે વ્યવહાર કરવો જોઈએ. ગુરુન I ઉપાસના કરનાર પરમાત્માની ઉપાસના કરે છે. પોતે સમર્થ હોવા છતાં ગુરુનો ખોટો . I પણ ઠપકો સહન કરનાર ચંડરુદ્રાચાર્યના શિષ્યની જેમ જલ્દીથી આગળ વધી જાય છે. | 1 ગુરુના ખોટા પણ ઠપકાને સહન કરનાર ચંડરુદ્રાચાર્યના શિષ્યની જેમ જલ્દીથી ગot | ; વધી જાય છે. ગુરુના ખોટા પણ ઠપકાને સહન કરનાર ગુરુ પ્રત્યેના બહુમાનને સૂચિત . ' કરે છે. ગુરુ પ્રત્યે સમર્પણભાવ ન હોય તો માંખીની પાંખ પણ ન દુભાય એવા નિર્મળ ; ! ચારિત્રને ભાવચારિત્ર ન કહેવાય. ગુરુ પ્રત્યે સમર્પિતભાવ એ સર્વવિરતિનું મૂળ છે ! 1 અન્યથા કરોડ રૂપિયાના પણ ફળવાળી ક્રિયા મામૂલી ફળવાળી થાય. ગુર્નાદિથી જે વાત ! છૂપાવવામાં આવે તે વાત સારી હોય તો પણ તે અવિરતિની પોષક છે. 18 | T પાપસ્થાનકોથી બચવા ગુરુવચનનાનુસારે આપણું જીવન બને તો વિરતિ આવે કારણ કે ! | ચારિત્રનો અભ્યાસ નિયંત્રણવાળો છે. | ગુરુ પ્રત્યેના સમર્પણભાવથી આત્મા ત્રીજે ભવે પણ મોક્ષ જાય એવું બની શકે. કારણકે તેના પ્રભાવે સાક્ષાત તીર્થકરદેવની આરાધના કરવાનું સદ્ભાગ્ય ભવાંતરમાં ! i મળે, ગુરુની ખોટીપણ વાતો સહન કરવામાં ગુણની વૃદ્ધિ છે. અન્યથા ગુણનો હ્રાસ છે. | - સિદ્ધાન્ત દિવાકર આચાર્યદેવ શ્રીજયઘોષસૂરિજી મહારાજા | elibiary org