________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩ ન કહેવાય. સ્વતંત્ર રીતે કરે તો જ ગુનેગાર કહેવાય. કોઈપણ માણસ ગુનેગાર દેખાય છે, ખોટો દેખાય છે, ખરાબ દેખાય છે, ચોર, બદમાશ, ઉઠાવગીર દેખાય છે તે બધી ભ્રાંતિ છે.
જીવન જીવવાની કળા
જગતે કર્તા થિયરી જોઈ છે. કર્મ થિયરી જોઈ નથી. ફ્લાણાએ મારું અપમાન કર્યું એ કર્તા થિયરી છે. અને મારા કર્મના ઉદયથી અપમાન થયું તે કર્મ થિયરી છે. કર્મ થિયરી સમજાઈ જાય તો સામો દોષિત ન દેખાય.
કર્મનું મૂળ શું ? કર્મ શેનાથી બંધાય ? તો કહો કે કર્તા ભાવ જ કર્મબંધનું મૂળ છે. જે આરોપિત ભાવ છે. જ્ઞાતા-દ્રષ્ટાભાવ તો સ્વરૂપ ભાવ છે. જ્યાં સુધી કર્તાભાવમાં રહીશું ત્યાં સુધી કર્મ બંધાશે. કર્તાના આધારે કર્મ છે. જ્ઞાની પુરુષ એ આધારને કાઢી નાંખે છે એટલે નવું કર્મ બંધાતું અટકી જાય છે. પછી જે અંદરમાં પડયું છે તેની નિર્જરા થયા કરે છે. કર્તાપદ છે ત્યાં સુધી અધ્યાત્મની જાગૃતિ ગણાતી નથી. ત્યાં સુધી તે અધ્યાત્મમાં ઊંધે છે. અવેધસંવેધપદ કર્તાભાવના આધારે ટકેલું છે. તેનો નાશ દરેક ક્રિયામાંથી કર્તાભાવને ખેંચી લેવાથી છે.
ભવાભિનંદીના લક્ષણ કહે છે. क्षुदो लाभरतिर्दीनो, मत्सरी भयवान् शठः । अज्ञो भवाभिनन्दी स्यान्निष्फलारम्भसंगतः ॥७६ ॥
સુકૃપણ - અહિંયા કૃપણ એટલે તુચ્છ પદાર્થની પ્રાપ્તિથી સંતુષ્ટ થનારો. જેમ ભિખારી દ્રવૃત્તિવાળો હોય છે અર્થાત શુદ્ર એવા-તુચ્છ એવા એંઠવાડાદિની પ્રાપ્તિથી સંતુષ્ટ થાય છે તેમ ભવાભિનંદી જીવો સંસારના વિનાશી, થોડાકલા રહેનારા, દુ:ખદાયી એવા તુચ્છ પદાર્થની પ્રાપ્તિથી આનંદ માને છે. આવા પ્રકારનો ક્ષુદ્રતા દોષ ભાવાભિનંદી જીવોમાં માનેલો છે. ગાઢ મિથ્યાદૃષ્ટિ જીવોની દોષમાં જ ઉપાદેય બુદ્ધિ હોવાના કારણે ત્યાં ક્ષુદ્રતા અધિક છે અને દૃષ્ટિઓના વિકાસમાં આ દોષ ઘટતો આવે છે અને ક્ષુદ્રતાનો અભાવ સમ્યગ્રષ્ટિમાં છે. કારણ કે તેને આત્મગુણોમાં સંતોષ છે. બહુલતયા કર્મના ઉદયજન્ય અને ક્યારેક પ્રમાદજન્ય પણ વિષયોમાં પ્રવૃત્તિ તેને હોય છે છતાં અંદર સમ્યકત્વ બેઠેલું હોવાના કારણે વિષયો મળવા છતાં તેમાં બહુ આનંદ કે ઠરવાપણું થતું નથી.
જેમ ભિખારીને તુચ્છ એવું પણ ભોજન ઠીકરામાં મળતા રાજી થાય છે અને આ ચીજ મારા શારીરિક સ્વાથ્યને બગાડનાર છે એમ લાગતું નથી તે જ રીતે આ ક્ષુદ્રતા દોષવાળો જીવ વિષયોને એંઠ રૂપે જોતો નથી. તે મળતા રાજી થાય છે અને મારા આત્માને બગાડનાર છે તેમ માનતો નથી.
લાભરતિ - પશ્ચિાત્ર ગમે તેટલું મળે છતાં અધિકને મેળવવાની
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org