________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૧૫ આમ ચિત્રાભક્તિમાં બે હેતુ કહ્યા - (૧) સ્થિતિ, એશ્વર્ય, પ્રભાવ વડે કરીને દેવતાના સ્થાનો અનેક પ્રકારે છે માટે તેમને પ્રાપ્ત કરવાના ઉપાય ચિત્ર છે (૨) આશયના ભેદથી ઇપ્ટાપૂર્ત અનુષ્ઠાન ભિન્ન ભિન્ન ળને આપે છે માટે આશયના ભેદથી અનુષ્ઠાન (ભક્તિ) પણ ચિત્ર જ થઈ જશે. અર્થાત એક જ એવું ઇષ્ટ કે પૂર્વ અનુષ્ઠાન ભિન્ન ભિન્ન આશયને કારણે ભિન્ન ભિન્ન સ્વરૂપવાળું થશે. જેમ એક જ દૂધપાકમાં તાલપુટ વિષ, ગરલ કે તેવા પ્રકારની સુંદર એલાયચી આદિ સામગ્રી ભળતા તે દૂધપાક ભિન્ન ભિન્ન ફ્લને આપનારો બને છે તાલપુટ વિષ ભળતા દૂધપાક તત્કાળ મારનાર બને છે. ગિરોળીનું ગરલ ભળતા ધીમેધીમે મારનાર બને છે. એલાયચી વગેરે ભળતા શરીરને પુષ્ટિ આપનાર બને છે.
હવે ઇષ્ટાપૂર્ત સ્વરૂપને કહે છે. ऋत्विग्भिर्मन्त्रसंस्कारै ब्राह्मणानां समक्षतः ।। अन्तर्वेद्यां हि यद्दत्तमिष्टं तदभिधीयते ॥ ११६ ॥
યજ્ઞ કરનાર યજમાન કે ગોર વડે મંત્રોચ્ચારપૂર્વક બ્રાહ્મણોની સમક્ષ યજ્ઞની વેદિકામાં સુવર્ણ, ધન તેમજ અન્ય વસ્તુ અર્પવામાં આવે તે ક્રિયાને ઇષ્ટકર્મ કહેવાય છે. સ્વર્ગાદિ ઇષ્ટદ્યને આપનાર હોવાથી તે વસ્તુને પણ ઇષ્ટ કહેવાય છે.
वापीकूपतडागानि देवतायतनानि च । अन्नप्रदानमेतत्तु, पूर्तं तत्त्वविदो विदुः ॥ ११७ ॥
વાવ, કૂવા, તળાવ, દેવોના મંદિરો, અન્નશાળા, દાનશાળાદિ- એને તત્ત્વજ્ઞો પૂર્તની પરિભાષાથી પૂર્ત કહે છે. | ચિત્ર ભક્તિમાં બાહ્ય હેતુ કહ્યા. હવે અંતરંગકારણને કહે છે -
अभिसन्धेः फलं भिन्नमनुष्ठाने समेऽपि हि । परमोऽतः स एवेह वारीव कृषिकर्मणि ॥ ११८ ॥
ઇષ્ટાદિ અનુષ્ઠાન એકસરખું હોવા છતાં પણ આશયના ભેદથી તેવા પ્રકારના સંસારી દેવસ્થાનાદિ રૂપ ભિન્ન ભિન્ન ફ્લ પ્રાપ્ત થાય છે. આ કારણથી
ફ્લની પ્રાપ્તિમાં તે આશય જ પ્રધાન છે. જેમ કૃષિકર્મમાં લોક વ્યવહારથી પાણીને પ્રધાન કારણ કહે છે તેમ.
સંસારમાં કે અધ્યાત્મમાં સર્વત્ર આશયની મહત્તા ઘણી છે. લક્ષ્ય કે આશય શુદ્ધિ વિનાનો મનુષ્ય એ મનુષ્ય જ નથી. લક્ષ્ય અને આશય એ મનુષ્યની પ્રતિષ્ઠા છે. સંસારના હલકા આશયનો ત્યાગ કરીને ઉચ્ચ, ઉચ્ચતમ લક્ષ્યને પામવા માટેનો આ ભવ છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org