________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૧૪૫ આમ ચોથી દુષ્ટિવાળા સર્વજ્ઞના જે ગુણો હોવા જોઈએ તે ગુણો પોતાના કુળને અનુસાર પ્રાપ્ત થયેલ કૃષ્ણ, રામ વગેરેમાં છે એમ માનીને તેને પૂજે છે. માટે વ્યવહારથી પોતાના માનેલ દેવ એ સર્વજ્ઞ ન હોવા છતાં તેઓ સર્વજ્ઞના જ ઉપાસક છે જ્યારે જેનકુળમાં જન્મેલાને પણ આ મહાવીરાદિ સર્વજ્ઞ છે એમ ખ્યાલ નથી અને તેને કારણે આવા આવા ગુણસંપન્ન વ્યક્તિની હું ઉપાસના કરું છું કારણ કે મારે આવા ગુણવાળા થવું છે એવો જેને ખ્યાલ નથી એવી જેને ભાવના નથી અને માત્ર કુલાદિના મમત્વને કારણે જ પોતાને મળેલા દેવને પૂજે છે તે વ્યવહારથી સર્વજ્ઞના ઉપાસક હોવા છતાં પરમાર્થથી તે સર્વજ્ઞના ઉપાસક નથી. કારણ કે સર્વજ્ઞની ઉપાસના તો સર્વજ્ઞ થવા માટે હોય.
ઈશ્વર જગતુકત નથી અન્યદર્શનકારો પરમાત્મા જગતને બનાવનાર છે એમ માને છે. ઈશ્વરને જગત માને છે જ્યારે જેનદર્શન પરમાત્મા જગતને બતાવનાર છે એમ માને છે. પરમાત્માને કેવલજ્ઞાન થયું હોવાના કારણે તેમના સર્વપ્રયોજન સિદ્ધ થઈ ગયા છે. પ્રભુ કૃતકૃત્ય થઈ ગયા. દુઃખ મુક્તિનો પ્રશ્ન તેમને સોલ્વ થઈ ગયો. અનંત આનંદ વેદન પ્રગટ થઈ ગયું. માત્ર પોતાના જ્ઞાનમાં જેવું જગત જુવે છે તેવું હિતબુદ્ધિથી જગતને જણાવે છે.
આ વિષયમાં અધ્યાત્મના જાણકાર લખે છે કે મારી પાસે ફોરેનના સાયંટિસ્ટો ભેગા થયા અને કહેવા લાગ્યા કે આ જગતનો ક્રિયેટર છે એમ અમારા ક્રાઈસ્ટ કહે છે. તમારા હિંદુ ધર્મમાં પણ જગતનો ક્રિયેટર માન્યો છે તો અબજો માણસો કહે તે ખોટું અને તમે કહો કે આ જગતનો કોઈ ક્રિયેટર નથી તો તે સાચું તે કેવી રીતે માનવું ? તો તે કહે છે કે તમારા ક્રાઈસ્ટ જે જાણે છે એ બધું તમારી દૃષ્ટિએ સાચું હોવા છતાં એમને આગળ ઘણું જાણવાનું બાકી છે. હજુ એમને એમના જ્ઞાનની આગળ પુનર્જન્મ વિ. ઘણું જાણવાનું બાકી છે. જો ભગવાને બધું બનાવ્યું છે એમ કહો તો તમારે ભગવાનને કુંભાર માનવો પડશે. સુથાર માનવો પડશે. તો તે લોકો કહે કે તો પછી હકીકત શું છે? તો તે કહે છે કે,
God is Creator by Christan View Points, not by fact.
God is Creator by indian View Points, not by fact. By fact only Scientific Circumstencial evidance, Nothing else.
આ Scientific Circumstential Evidence બન્યા કેવી રીતે? એ વાત બુદ્ધિ દ્વારા સમજી શકાતી નથી. પણ અંત:કરણ જ્યારે સ્વચ્છ બને છે અને જ્યારે બુદ્ધિનું સ્થાન પ્રજ્ઞા લે છે ત્યારે તેના દ્વારા સમજાય છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org