________________
૩૬૦
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩ જોર છે. જેણે ખોટી માન્યતા ઊભી કરી છે તેને જ છોડવી પડશે. આપણા આત્મામાં ઊભી કરેલી ખોટી માન્યતાને આપણા સિવાય બીજા કોઈ મીટાવી શકશે નહિ.
વિષયો નિત્ય નથી . તેનાથી ઉત્પન્ન થતા રાગદ્વેષ નિત્ય નથી. સ્વજનાદિ સંયોગ નિત્ય નથી. આપણો આત્મા નિત્ય છે. પણ આત્મા જ્યારે અનિત્ય એવા દેહ, ઇન્દ્રિય, ધન, સ્વજનાદિને પોતાના માને છે ત્યારે તેને તે નિત્ય જેવા ભાસવા માંડે છે. આ છે અંદરમાં પડેલ મિથ્યાત્વમોહની તાકાત. જે વસ્તુને જીવે પોતાની માની પછી તે તેને અનિત્ય દેખાતી નથી. અનિત્ય હોવા છતાં આત્મા એને અનિત્ય ન જોઈ શકે તે તાકાત કોની છે ? અંદરમાં જો દૃષ્ટિ મિથ્યા ન બની હોય- વિકૃત ન બની હોય તો આ બને જ કેવી રીતે ? માટે નક્કી છે કે અંદરમાં પડેલી વિકૃત દૃષ્ટિ જ બુદ્ધિ પર આવરણ લાવી બુદ્ધિને એવી વિકૃત બનાવી દે છે કે જેના કારણે અનિત્ય એવા પદાર્થ પણ જીવને નિત્ય જેવા લાગે. આત્માના અવિનાશી સ્વરૂપની શ્રદ્ધા-રૂચિ ના થવા દેવી અને વિનાશી પદાર્થોમાં અવિનાશીપણાના ભ્રમને પેદા કરવો. આ છે કામ મિથ્યાત્વનું .
માટે વસ્તુને અનિત્ય જોવી હોય તો તેને સદા તમારાથી ભિન્ન જોયા કરો. અને ભિન્ન માન્યા કરો. આ પરપદાર્થની ભિન્નતા જેમ જેમ ઉપયોગમાં ઘંટાશે તેમ તેમ જ ઉપયોગમાંથી પક્ક છૂટી પડશે અને તો જ તેના નિમિત્તે થતા રાગાદિ ઘટશે. જેને આત્મા પોતાની માનશે તેને કદાપિ તે મીટાવી શકશે નહિ એટલું જ નહિ પણ સંસ્કારરૂપે આત્મામાં રહી ભવાંતરે નવા નવા રૂપકો દ્વારા બહાર આવશે. ત્યાં ફ્રી પાછા તે પદાર્થો મમત્વ કરાવશે. ફ્રી પાછા તમે તેને પકડશો એટલે તે નિત્ય દેખાવા માંડશે.
જે વસ્તુ અસત્ છે તેની ઉપેક્ષા કરશો તો તે મટી જશે-ટળી જશે પરંતુ તેને તમે તમારી માનશો તો તમે જ તેને તમારા આત્મામાં સત્તા આપી રહ્યા છો તેથી તે અંદર રહી જશે અને ભવોભવ આત્માને બગાડશે. જેમાં એક શોકનું દૃષ્ટાંત લઈએ. કોઈ મરી જાય છે ત્યારે તમે શોક કરો છો. બીજા લોકો પણ આવીને રડી રડીને શોકને જીવંત રાખે છે. આમ શોકને જીવંત રાખવાનો પુરુષાર્થ કરવા છતાં પણ તે તો મટી જાય છે કારણ કે તેમાં ટકવાની શક્તિ જ નથી. શોકનું મૂળ અજ્ઞાન છે. તે પણ અસત્ છે. કારણ માત્ર જ્ઞાનનો અભાવ તે જ અજ્ઞાન નથી પણ વિપરીત જ્ઞાન અને અધુરું જ્ઞાન તે પણ અજ્ઞાન છે.
વિકાર પહેલા નહોતો પછી રહેવાનો નથી અને વર્તમાનમાં દેખાવા છતાં
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org