________________
૨૭૮
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩ પામે છે ત્યારે માનવસમાજ એક કુટુંબ બને છે.
આજે સર્વત્ર યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે છતાં એટલા જ જોરશોરથી મૈત્રીભાવભરી યુદ્ધનિષેધની વાતો પણ થાય છે. મિત્રતા વિકસાવવા જુદા જુદા દેશના વડાઓ ભેગા મળે છે. ચર્ચા કરે છે છતાં યુદ્ધની તૈયારીઓ પણ એટલી જ થાય છે. તે વખતે જગતમાં વિશ્વઐક્ય સાધવું હશે, માનવને વિશ્વ માનવા બનાવવો હશે તો જગતને યુદ્ધનિષેધ શીખવવું પડશે અને તે માટે અહિંસાનો રસ્તો જ લેવો પડશે અને તે કામ ભારત જ કરી શકશે કારણ કે ભારત સંતોનો દેશ છે. ત્યાગીઓનો દેશ છે. તીર્થકરો, ગણધરો, મહાપુરુષો, પરમાત્મભક્તો, સાધકો, એ બધા આર્યદેશની ભૂમિ ઉપર થયા છે. તેમણે પોતાની અહિંસામાં જગતના સુખદુઃખનો વિચાર કર્યો છે.
ત્રીજા વિશ્વયુદ્ધના આરે આવીને ઊભેલી મહાસત્તાઓને ૩૯ જેટલા વૈજ્ઞાનિકોએ સહી કરીને કહ્યું છે કે અમે વિજ્ઞાનના જોરે માનવજાતને વિકસાવીએ છીએ તે તમે બોંબ નાખી સંહાર કરો એટલા માટે નહિ. પ્રેમનું અવ્યક્ત સંવેદન -
પરપીડા વર્જન એ અહિંસાનું નિષેધાત્મક સ્વરૂપ છે. જ્યારે પ્રેમ અને ઉદારતા એ અહિંસાનું વિધેયાત્મક સ્વરૂપ છે. તે દરેક જીવમાં પડેલું હોય છે. તેના વિના કોઈનું જીવન શક્ય જ નથી. પંચમહાલ જીલ્લાના એક ગામમાં એક બહારવટિયો હતો. તેણે ઘણાના ખૂન કરેલ હતા. એક વખત ત્યાં એક મહાત્મા પધાર્યા. તે સાંજે તો તો ત્યાં આવ્યો. સાથે કૂતરો હતો. તે કૂતરાને પ્રેમથી રમાડતો હતો. હાથ વતો હતો. આ દ્રશ્યમાં મહાત્માને જીવનનું એક નવું દૃશ્ય સાંપડ્યું કે ક્રૂરમાં ક્રૂર આદમીમાં પણ અંદર પ્રેમનું તત્ત્વ પડેલું છે. માણસોને મારનાર, ગોળીઓ ચલાવનાર, નિર્દય રીતે તલવાર વીંઝનાર આદમી પણ કૂતરા પ્રત્યે પ્રેમ બતાવી રહ્યો હતો તેથી લાગ્યું કે માનવીના એક ખૂણામાં અંદર અંદર પણ ક્યાંક પ્રેમનું દર્દ છે અને તેને લીધે તે એમ માને છે કે કોઈક ઠેકાણે કરૂણામય - પ્રેમમય બનવું જોઈએ. કૂતરાની પ્રત્યે અનુકૂળ વર્તન બતાવવા દ્વારા એ એવું સમાધાન મેળવે છે કે હું સર્વત્ર ક્રૂર નથી. કોક સ્થળે હું કરૂણાવાળો - પ્રેમવાળો પણ છું.
આ વાતનું ઉંડાણથી ચિંતન કરતાં જણાય છે કે દરેક માનવીના હૃદયના એક ખૂણામાં આ એક તત્ત્વ પડ્યું જ છે જે હરહંમેશ જીવને કરૂણા તરફ પ્રેરે છે અને માનવતાને પૂજે છે. આ તત્વ જેમ જેમ વિકસતું જાય છે તેમ તેમ માનવ પૂર્ણ બનતો જાય છે જેમ જેમ આ તત્વ ટંકાતું જાય છે તેમ તેમ માનવા
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org