________________
યોગ દ્રષ્ટિના અજવાળાં ભાગ - ૩
વૈદ્ય કહે જો આમ જ છે તો પછી આ ઘાસ વડે કરીને શું ? હું તારી ખણજને સાત રાત્રિમાં દૂર કરી દઉં. ગિળાનો પ્રયોગ કર, સાત રાત્રિમાં તારો ખણજનો રોગ મૂળમાંથી દૂર થઈ જશે. ત્યારે દર્દી કહે છે ખણજ ચાલી ગયા પછી ખણવાના આનંદના અભાવમાં જીવિતનું ફળ શું છે ? અર્થાત પછીથી જીવવું નકામું છે માટે મારે ત્રિફળાના પ્રયોગથી સર્યું. આ ઘાસના તણખલા ક્યાં મળે છે ? એને જ તમે કહો કે જેથી ખણવાના આનંદને હું મેળવી શકું.
દૃષ્ટાંતનો ઉપનય - રાષ્ટ્રતિકમાં ખસના રોગના સ્થાને જીવમાં રહેલી દેવ, દેવેન્દ્ર, ચક્રવર્તી, રાજા, મહારાજાદિના ભોગોની પિપાસા અને અનંત પદાર્થ વિષયક અતૃપ્તિ છે. ખસના રોગીને જેમ ચળ ઉપડે છે તેમ અહિંયા પણ જીવને ભોગસુખોની ઇચ્છા થાય છે. ચળ ઉપડયા પછી જેમ તે ખણે છે તેમ જીવ ભોગને ભોગવે છે. ખણવાના કારણે જેમ દર્દીના નખ ખલાસ થઈ ગયા છે તેમ આ જીવને પણ ભોગ ભોગવવાથી અને નવું પુણ્ય નહિ ઉપાર્જન થવાથી ભવાંતરમાં સ્વાભાવિક રીતે જ ભોગ સામગ્રીરૂપી નખની પ્રાપ્તિ થતી નથી અને વળી રણમાં વસવાને કારણે જેમ ઘાસના તણખલા મળતા નથી તેમ અહિંયા પણ દરિદ્રી અને તુરછકુળોમાં જન્મવાના કારણે તેમજ અનેક માનસિક દુઃખોથી સંતપ્ત હોવાના કારણે પ્રયત્ન કરવા છતાં પણ ભોગસામગ્રી રૂપી વ્રણપુલક મળતા નથી અને તેથી જેમ રોગીને ખણવાનો આનંદ મળતો નથી તેમ અહિંયા પણ ભોગ ભોગવવા દ્વારા પ્રાપ્ત થતાં આનંદને જીવ મેળવી શકતો નથી.
જેમ રોગીએ ભિક્ષાપોટલી સહિત તૃણપુલકવાળા ૮ રને જોયો તેમ અહિંયા પણ સંવર નિર્જરાના સાધક સંયમના અનુષ્ઠાનો રૂપ ભિદ્દા ની પોટલી સાથે પુણ્યની સામગ્રી સંપન્ન (તૃણપુલક) વૈધ સ્થાનીય સદ્ગુરુને જોય. જેમ તૃણપુલક ગૌણ છે અને ભિક્ષા પોટલી મહાન છે તેમ પુણ્યની સામગ્રી ગૈર છે અને સંવર નિર્જરા. સાધક અનુષ્ઠાન મહાન છે.
જેમ ભિક્ષા પોટલીને સુખપૂર્વક ઉપાડવા માટે ઘાસના પૂળાની આવશ્યકતા છે. તેનાથી ભિક્ષા પોટલીને સહેલાઈથી ઉપાડી શકાય છે તેના અભાવમાં માથું છોલાઈ જાય, રહી જાય. માથું દુ:ખવા આવે વગેરે મુશ્કેલી ઊભી થાય છે તેમ અહિંયા પણ અભ્યાસદશામાં સંવર નિર્જરા સાધક અનુષ્ઠાનોને સારી રીતે નિરતિચાર પાળવા માટે પુણ્યની જરૂર પડે છે.
જેમ દર્દીએ તૃણપુલક સહિત વૈધને જોયા અને તેથી એને લાગ્યું કે આની પાસે ભોગ સુખ પ્રાપ્ત કરવાનું સાધન છે તેમ આ જીવ પણ વિશિષ્ટ પ્રકારની પુણ્યસામગ્રી સંપન્ન ગુરુને જૂએ તેમની કીર્તિ નામના, ખ્યાતિ, પ્રતિષ્ઠા સ્થાન જૂએ અનેક શ્રીમંતો તેમની પાછળ તા હોય, વળી પોતે મંત્ર, તંત્ર, ઔષધિના જાણકાર હોય અને જગતના સર્વ જીવોને ધર્મ સમજાવતા હોય તો આ બધું જોઈને જીવને
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org