________________
-
--
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૨ ૬ ૧. તીર્થકરનામકર્મના દલિકો એકઠા કર્યા અને એક ભવવેધ કર્મદલિકો કરી નાંખ્યા, તેણે જ અનંતી ઉત્સર્પિણી અવસર્પિણી જેટલો સંસાર વધારી દીધો! એક વખત ઊંચે ચઢેલા આત્માના પણ અસતત્ત્વના પક્ષપાતથી જો આ હાલા થતા હોય અને કર્મસત્તા બેશરમ બની તેને સજા કરવા તૈયાર હોય તો પછી બીજા આત્માને માટે તો વાત જ કરવાની ક્યાં રહી?
આપણે તો ઘરબાર છોડીને, ઉપકારી માતાપિતાનો પણ ત્યાગ કરી આત્મકલ્યાણ કરવા માટે નીકળેલા મોક્ષમાર્ગના મુસા છીએ. એ માટે તો સતત પરમાત્માના પ્રતિનિધિ સ્થાનીય ગુરુની આજ્ઞા જ સ્વીકારવી રહી અને તેની કૃપાના બળે જ આગળ વધવું રહ્યું. ગુર્વાજ્ઞાથી ચૂકેલા આત્માઓને આવા અસત્ તત્ત્વનો આગ્રહ થતાં વાર લાગતી નથી. કુલવાલક ગુરુની કૃપાને ચૂક્યો અને ગુરુના શાપનો ભોગ બન્યો તો નદી કિનારે રહીં ઘોરતપ તપવા છતાં પણ વેશ્યાથી પતન પામ્યો. પરમાત્મભક્તિ, સાધુસેવા, ગુરુકૃપા, નિરંતર શાસ્ત્રાભ્યાસ, પંચાચારનું ઉત્કૃષ્ટ પાલન, કલ્યાણ મિત્રનો ચોગ આ બધાના યોગે જીવ કુગ્રહથી બચી શકે છે. આ બધા યોગોને છોડી દેવાથી તેમજ સ્વચ્છેદ વિચરવાથી જીવને ઉક્ત દોષ લાગુ પડવાની પૂર્ણ સંભાવના છે. માટે તો જ્ઞાનીનું શાસન જીવની સ્વચ્છંદતા અટકાવવા ગુરુકુલવાસ અને શાસ્ત્રાભ્યાસ ઉપર ભાર મૂકે છે. ચારિત્ર લીધા પછી પણ જીવ આ બે તત્ત્વોને ન સાચવે તો પતન સહેલું છે. જીવને દોષોના સંસ્કાર અને દોષોનો અભ્યાસ ભવોભવનો છે અને જ્યાં તારક તત્ત્વોનો યોગ ન મળે તો ભવચક્રમાં ભટકતા જીવ બીજું કરે પણ શું? મળેલા યોગો આપણી પાસે કાંઈને કાંઈ પ્રવૃત્તિ માંગે છે. એના વિના એ એમને એમ શાંત બેસવા તૈયાર નથી. તેમને સમ્યગપ્રવૃત્તિમાં જોડીને ઉન્માર્ગગામી બનતા અટકાવવાના છે અને સમ્યફ પ્રવર્તન કરી ઉપયોગની શુદ્ધિ કરતા જવાનું છે.
યોગથી ઉપયોગની શુદ્ધિ એ વ્યવહાર સાધના છે જેમાં આત્માએ કાયયોગ અને વચનયોગને સારા માર્ગમાં જોડી શુભભાવ કરવાના છે. આત્માને કષાયથી બચાવવાનો છે. મંત્રી, કરૂણા, વાત્સલ્ય, પ્રેમ, દયા, દાન વગેરેના ભાવો કરવાના છે. આ છે ધર્મ પુરુષાર્થ અને ઉપયોગથી ઉપયોગની શુદ્ધિ એ નિશ્ચય સાધના છે જેમાં આત્માએ દૃષ્ટિને - ઉપયોગને અંદરમાં વાળીને, ઉપયોગ ઉપર જ ઉપયોગ મૂકીને ઘાતિ કર્મોને ખતમ કરવાના છે. સર્વત્ર બનતા પ્રસંગોમાં સમ રહેવાનું છે. જ્ઞાતા-દ્રષ્ટા બની સંસારલ્મિને જોયા કરી સંસારલ્મિનો રોલ પુરો કરવાનો છે. આ છે મોક્ષ પુરુષાર્થ. પણ તે પહેલા ધર્મપુરુષાર્થના બળે અધર્મપુરુષાર્થને ખતમ કરવાનો છે. શુભ ભાવો આત્મસાત્,
- -
-
-
-
-
--
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org