________________
૨૬૦
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ઔદયિકભાવ એ સંસાર છે. તેમાં જે કર્મ જેટલા રસથી બાંધ્યું હોય તેટલા રસથી ઉદયમાં આવે છે. અને તેને ભોગવતા જીવને ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ વગેરે ભાવોની અનુભૂતિ થાય છે. દયિકભાવ વખતે ગુણો અનુભવાતા નથી. જ્યારે ક્ષયોપશમભાવમાં મોહનીયકર્મના રસની હાનિ થયેલી હોવાથી કર્મના ઉદય વખતે કર્મનો એક સ્થાનિક કે દ્વિસ્થાનિક જઘન્ય રસ વર્તતો હોય છે. આવા અN રસવાળા કર્મનો ઉદય તેને શાસ્ત્રીય પરિભાષામાં ક્ષયોપશમ કહેવાય છે અને આ ક્ષયોપશમકાળે આત્મામાં વેરાગ્ય, ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ, મંત્રી, પ્રેમ, વાત્સલ્ય, કરૂણા વગેરે ગુણો અનુભવાય છે માટે આ ક્ષયોપશમભાવ એ મોક્ષમાર્ગ છે અને તેની વૃદ્ધિ એ મોક્ષમાર્ગની નિર્મળતા છે. - વિશુદ્ધિ છે.
આત્મા વારંવારના ક્ષપકશ્રેણી માંડવાના તીવ્ર પુરુષાર્થના અંતે જ્યારે ક્ષપકશ્રેણી માંડે છે ત્યારે છેલ્લે આ ક્ષાયોપથમિક ધર્મો કે જેમાં ગુણોની અનુભૂતિ હોવા છતાં મોહનયનો તેમજ બીજા ઘાતકર્મનો પણ અલ્પ રસ પડેલો છે તેનો પણ નાશ થાય છે અને તેથી જેમાં ઘાતિકર્મનો સંપૂર્ણ નાશ છે તેવા આત્માના ક્ષાયિક ધર્મોન પામે છે.
ક્ષાયોપથમિક ધર્મોના ત્યાગ વિના વીતરાગતા, કેવળજ્ઞાન પ્રાપ્ત થતા નથી. અને તે ન મળે તો સિદ્ધાવસ્થા પણ આવતી નથી તો પછી મોક્ષની પ્રાપ્તિ એ જ જેનું લક્ષ્ય છે એવા સાધકને શુષ્ક તર્કમાં તો આગ્રહ હોય જ કેવી રીતે? કારણ કે શુષ્ક તર્કનો આગ્રહ તો બોધિબીજને બાળી નાંખે છે. ભવોભવ દુર્ગતિમાં રૂલાવે છે અને સંખ્યાત, અસંખ્યાત કે અનંતકાળ સુધી જીવને વીતરાગ સર્વજ્ઞા પરમાત્મા પ્રણીત ધર્મની પ્રાપ્તિ ન થાય એવા અશુભાનુબંધ ઊભા કરે છે તો પછી વિચારક અને સાધકને તેવા કુગ્રહમાં રસ હોય જ શાનો? કુગ્રહ જીવને માર્ગથી જ વિમુખ કરે છે તો પછી તેના દ્વારા મુક્ત તો થવાય જ કેમ?
મરિચિએ જાણવા છતાં પણ કપિલની આગળ ઉસૂત્ર પ્રરૂપણા કરી અને પોતાના પરિવ્રાજકપણામાં ધર્મ છે તેમ કહ્યું, તે વખતે આત્મા અંદરથી કેવો અસત્તત્ત્વના આગ્રહવાળો અને પક્ષપાતવાળો બન્યો હશે કે જેના પ્રભાવે કોટાકોટી સાગરોપમ પ્રમાણ સંસારનું પરિભ્રમણ વધાર્યું. અને સન્માર્ગથી અનેક ભવો સુધી વંચિત રહ્યા. તે જ રીતે સાવધાચાર્યે ચેત્યવાસી આગળ ખોટી રીતે અનેકાંતનું સ્થાપન કર્યું તે વખતે તેનો આત્મા અંદરથી કેવો ક્લિષ્ટ અને આગ્રહી બન્યો હશે? તે વખતે પોતાના આત્મા ઉપર અહંકાર અને માનની કેવી પકડ હશે? તત્ત્વ ઉપરનો રાગ કેવો ચાલ્યો ગયો હશે કે જેણે એક વખત ચૈત્યવાસી આગળ સન્માર્ગની પ્રરૂપણા કરી
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org