________________
-
-
-
૬૦
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ માર્ગમાં સળગતા અંગારાથી ભરેલી લાંબી પહોળી ખાઈ આવે અને તેમાં વચ્ચે બેચાર લાલ ચોળ તપેલા લોખંડનાં ગોળા હોય તે જોઈને ખુલ્લા પગવાળો તે માણસ ખાઈને ઓળંગવા લોખંડના ગોળા ઉપર જેમ કંપારી અને ધ્રુજારીથી પગ મૂકે તે રીતે સમકિતી કંપતા હૃદયે સંસારનું સુખ ભોગવે છે.
વેધસંવેધપદથી આવી સંવેગસારવાળી જ પ્રવૃત્તિ કેમ હોય છે ? તે કહે છે. वेद्यसंवेद्यपदतःसंवेगातिशयादिति। चरमैव भवत्यैषा, पुनर्दुर्गत्ययोगतः ॥७१॥
જેનું સ્વરૂપ અમે શ્લોક 93માં કહેવાના છીએ. તે વેધસંવેધ પદથી અતિશય સંવેગ વડે કરીને સમ્યગદૃષ્ટિને આ છેલ્લી જ પાપ પ્રવૃત્તિ હોય છે કારણ કે તે પછી ફ્રીથી દુર્ગતિનો અયોગ હોવાથી. આ ચરમા પાપપ્રવૃત્તિ શું છે?
- પાંચમી દ્રષ્ટિમાં રહેલા જીવને અપ્રશસ્ત કષાયના ઉદયથી પાપની પ્રવૃત્તિ હોઈ શકે છે. પરંતુ તે પાપની પ્રવૃત્તિમાં તીવ્ર અરૂચિ હોવાના કારણે તે પાપ પ્રવૃત્તિથી એવું કર્મ નથી બંધાતુ કે જે દીથી પાપની પ્રવૃત્તિ કરાવે.
સમ્યગ્રષ્ટિ જીવને ધર્મના કાળમાં જે પુણ્ય બંધાશે તેનાથી ભોગ સામગ્રી મળશે. પણ ભોગનો આવેશ નહિ થાય, છતાં સમક્તિીની જે ભોગમાં પ્રવૃત્તિ જોવા મળે છે તે સમ્યકત્વ પામતા પહેલા બાંધેલા કર્મના ઉદયથી છે. આમ પૂર્વોપાત્ત કર્મથી જ ભોગમાં પ્રવૃત્તિ છે.
સમકિતીને સમ્યકત્વ કાળમાં થયેલી પાપ પ્રવૃત્તિથી ક્રીથી સંસારનો રાગ કરાવે, સુખમાં સુખ બુદ્ધિ કરાવે, મોહનો આવેશ કરાવે એવું કર્મ બંધાવાનું નથી. સમ્યકત્વ કાલમાં જે પાપ પ્રવૃત્તિ થાય છે તેનાથી ફ્રીથી સંસારમાં ઉપાદેય બુદ્ધિ થવાની નથી.
સમકિતી ભોગાવલિ હોય તો જ સંસારમાં રહે અને ભોગ ભોગવે એમ જે કહેવાય છે તેમાં સમક્તિ પામતા પહેલા મોહના આવેશથી ઉપાર્જન કરાયેલા કર્મો હોય તો પાપ પ્રવૃત્તિ ઘટી શકે, ચોથે ગુણઠાણે છઠ્ઠી દ્રષ્ટિમાં રહેલા જીવોની જે સંસારમાં પાપ પ્રવૃત્તિ દેખાય છે તે પણ પૂર્વોપાત્ત કર્મના ઉદયથી થાય છે. ૧૨ કષાયો પ્રશસ્ત હોવાથી તે પ્રશસ્ત કષાયના ઉદયથી માત્ર ભોગને અનુકૂલ પ્રવૃત્તિ થાય છે પરંતુ તેમાં રાગાદિ થતા નથી.
આમ સંવેગનો ભાવ અતિશય હોવાથી અર્થાત અતિશય હેયબુદ્ધિ પૂર્વક પાપના પરિણામ હોવાના કારણે જે પાપ પ્રવૃત્તિ થાય છે તે ચરમાં જ થાય છે કારણ કે ફ્રીથી દુર્ગતિનો યોગ ન થતો હોવાથી.
શંકા તો પછી પુનઃ કેમ લખ્યું ? અર્થાત દુર્ગતિ ન થતી હોવાથી ચરમ પાપ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org