________________
४८
યોગ દ્રષ્ટિના અજવાળા ભાગ - 3 વર્ણન કર્યું છે તે પ્રાપ્ત થતાં ફર્મરૂપી વજ ભેદાઈ જાય છે. બોધમાંથી આસક્તિ, અહંકાર, પકડ, એકાંત માન્યતા, કપાયોની તીવ્રતા આ બધું નીકળ્યા વિના બોધ સૂક્ષ્મ બનતો નથી. બોધને સૂક્ષ્મ બનાવવાનો રાજમાર્ગ ગુરુકૂલવાસ અને ગુર્વાજ્ઞાના પાલન પૂર્વક સતત શાસ્ત્રાભ્યાસ, ચિંતન, મનન અને નિદિધ્યાસનનો છે. તેના દ્વારાજ બોધ સૂક્ષ્મ બને છે અને એક વખત તે અતિસૂક્ષ્મ બનતા કર્મવજને ભેદી નાંખે છે. ય માત્ર ઉપર સંપૂર્ણપણે વ્યાપી જનાર -
જૈનદર્શન વસ્તુનું જેવું સ્વરૂપ બતાવે છે તે આપણા જીવન વ્યવહારમાં અનુભવાય છે અને તેથી કોઈ પણ જાતના પૂર્વગ્રહ વિના તે બુદ્ધિમાં સહજ ઉતરી જાય છે. આપણા લૌકિક વ્યવહારમાં અનેકાંતદર્શન ઓતપ્રોત થયેલું અનુભવાય છે. જ્યારે એકાંતદર્શનો પોતાની માન્યતા અનુસાર વસ્તુનું પ્રતિપાદન કરે છે. તેમાં તર્ક-યુક્તિ, દૃષ્ટાંત પણ આપે છે છતાં તેવું સ્વરૂપ અનુભવમાં આવતું નથી. અને આમ અનુભવથી વિપરીત હોવાના કારણે તેમની માન્યતા અયથાર્થ ઠરે છે. લોક વ્યવહાર વસ્તુ સ્વભાવને અનુસાર ચાલે છે. પણ જેવો લોક વ્યવહાર ચાલે છે તેવો કાંઈ વસ્તુ સ્વભાવ નથી. એકાંતદર્શનકારો વસ્તુનું જે સ્વરૂપ પ્રરૂપે છે. તેથી વિરુદ્ધ વ્યવહાર જગતમાં જોવા મળે છે. છતાં લોક વ્યવહાર મિથ્યા ઠરતો નથી પરંતુ લોકવ્યવહારથી વિપરીત એકાંત દર્શનની માન્યતા મિથ્યા સિદ્ધ થાય છે. અનુભવનો અપલાપ કરીને પોતાની વાતને સિદ્ધ કરનારના અંતરમાં નિર્મળતા અને સૂક્ષ્મબોધ નથી હોતો પરંતુ મલિનતા, વક્રતા અને કદાગ્રહ પડેલા હોય છે. અને તેના કારણે પોતાની માન્યતા સિદ્ધ કરવા તે કુતર્કનો આશ્રય લે છે.
જેમકે બૌદ્ધદર્શન વસ્તુમાત્રને એકાંતે ક્ષણિક માને છે. તેને માટે દરેક વસ્તુ એક ક્ષણથી વધારે રહેતી નથી. બીજી ક્ષણે પૂર્વની ક્ષણથી તદ્દન ભિન્ન નવીજ વસ્તુ ઉત્પન્ન થાય છે. હવે આ વસ્તુ અનુભવની સરાણ ઉપર ચઢાવતા મિથ્યા ઠરે છે.
જેમકે એક માતા ભણીગણીને વર્ષો પછીથી ઘરે આવતા પોતાના દીકરાને જોઈને આનંદ પામે છે, તેને ભેટી પડે છે, અને કહે છે ઓહ ! બેટા ! આવ, આવ, તું તો કેટલો બધો બદલાઈ ગયો છે ! તું તો ઓળખાતો પણ નથી. અહીં વર્ષો પછી ઘરે આવેલા દીકરાને “આજ મારો દીકરો છે” કે જે થોડા વર્ષો પહેલા પરદેશ ગયો હતો તેમ માનીને મા આવકારે છે, જે એકાંત ક્ષણિકવાદને અસિદ્ધ કરે છે અને વર્ષો પછીના ગાળામાં ઓળખાય તેવો પણ રહ્યો નથી અર્થાત્ તેમાં આમૂલ પરિવર્તન થયું હોવા છતાં પણ તેજ તેનો દીકરો છે. તેમાં માને લેશ માત્ર શંકા નથી તે વાત એકાંત નિત્યવાદને અસિદ્ધ કરે
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org