________________
૪૯
યોગ દ્રષ્ટિના અજવાળાં ભાગ - ૩
છે. એકાંત નિત્યપક્ષમાં વસ્તુ એક જ સ્વભાવવાળી માનવામાં આવે છે અને તે વાત અનુભવથી વિરુદ્ધ છે, કારણ કે લોકમાં “આત્મા અમર છે” એમ બોલાય છે તે દ્રવ્યાર્થિક નયે સત્ય છે અને “નામ તેનો નાશ” એમ પણ કહેવાય છે તે પર્યાયાર્થિકનયે સત્ય છે.
જે દર્શન પ્રતિપાદિત વસ્તુસ્વરૂપ લોકવ્યવહારમાં અનુભવમાં આવતું નથી તે દર્શન મિથ્યા છે, ભ્રાંત છે કારણ કે તે તર્ક શુદ્ધ અનુમાન પર રચાયું નથી. અનુમાન તર્ક પૂર્વક થાય છે. તર્ક પ્રત્યભિજ્ઞાન પૂર્વક થાય છે “આ તે જ છે જે મેં ગઈ કાલે જોયું હતું” આ પ્રત્યભિજ્ઞાનનો આકાર છે. પ્રત્યભિજ્ઞાનનો આધાર સ્મૃતિ છે. સ્મૃતિ તેની જ થાય છે જેની ધારણા થઈ હોય અને તે ધારણા લોકવ્યવહારમાં અનુભવાતા પદાર્થની જ થાય છે. આર્થી દરેક દર્શનધારાનું ઉદ્ગમસ્થાન લોક વ્યવહાર છે. તેથી કોઈપણ દર્શન લોક
વ્યવહારનો અપલાપ કરે તો તે પ્રામાણિક દર્શન તરીકે વિશ્વમાં ગણના પાત્ર બનતું નથી. એકાંતવાદના પાયા ઉપર રચાયેલા તમામે તમામ દર્શનો આત્મા, પુણ્ય, પાપ, પરલોક અને મોક્ષની વાત કરતા હોવા છતાં, તેમજ સંસારમાર્ગની અસારતા તેમજ ત્યાગ માર્ગની સુંદરતાનું પ્રતિપાદન કરતા હોવા છતાં લોક વ્યવહારથી અને અનુભવથી વિપરીત વસ્તુનું પ્રતિપાદન કરતા હોવાથી તે દર્શનો પ્રામાણિક દર્શનો નથી પણ મિથ્યા દર્શનો છે.
હકીકતમાં તો તે દર્શનો વસ્તુના એક અંશનું પ્રતિપાદન કરે છે અને તે અંશના પ્રતિપાદનની અપેક્ષાએ સત્ય છે, તેથી તે પૂર્ણ દર્શન નથી પરંતુ અપૂર્ણ દર્શન છે. એવું લાગતું હોવા છતાં તેને મિથ્યાદર્શન કહેવાનું કારણ એ છે કે પોતાની આંશિક સત્ય માન્યતાને સર્વાંશે સત્ય માને છે અને બીજા બીજા અંશથી સિદ્ધ તે તે વસ્તુ સ્વરૂપના પ્રતિપાદનનો અપલાપ કરે છે માટે તે દર્શનો મિથ્યા ઠરે છે. આવા મિથ્યાદર્શનમાં જન્મેલ કોઈક આત્મા પૂર્વભવની આરાધનાના બળે ત્યાં જન્મી અંતઃકરણને નિર્મળ બનાવી, કદાગ્રહથી મુક્ત બની, વૈરાગ્ય અને ગુણગ્રાહી દૃષ્ટિ અપનાવી આગળ વધી જાય તેવું બને પણ તેમાં તે દર્શનની કોઈ વિશેષતા નથી, પરંતુ પૂર્વભવે કેળવેલા પોતાના આત્મા રૂપ ઉપાદાન કારણની વિશેષતા છે.
પદાર્થમાત્ર અનંતધર્માત્મક સ્વરૂપ હોવા છતાં જ્યારે બોધ સ્થૂલ હોય છે સૂક્ષ્મ નથી હોતો ત્યાં સુધી તે બોધ પદાર્થના મર્યાદિત ધર્મો ઉપર જ વ્યાપ્ત થાય છે અને મર્યાદિત ધર્મોના જ્ઞાનને પૂર્ણ માની પ્રવર્તે છે તેથી બોધ પદાર્થને સર્વાંશે વ્યાપીને રહેતો નથી. અને આવા સ્થૂલ બોધની સાથે વસ્તુ સ્વરૂપની મિથ્યા માન્યતા, આગ્રહ, કદાગ્રહ, અજ્ઞાન, વિષયની આસક્તિ બધુ સંકળાયેલું હોવાથી આવો સ્કૂલબોધ સંસારસાગરથી તારનાર બનતો નથી.
જ્યારે સૂક્ષ્મબોધમાં અનેકાંતગર્ભિતતા હોવાથી, અનંતધર્માત્મક પદાર્થનો
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org