________________
૩૯૪
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ પ્રવાહ ચૈતન્ય પહાડમાંથી નીકળેલો અવિચ્છિન્ન ધારાએ કેવલજ્ઞાનરૂપી સમુદ્રમાં જઈને મળે છે.
આત્મા સ્વચ્છ ચેતન્ય સમુદ્ર છે. સમુદ્ર મેલો હોય નહિ. આત્માના શુદ્ધ જ્ઞાયક સ્વભાવને નહિ જોનારા ઘણા જીવો પરમાં મૂંઝાઈને રાગાદિ સાથે ભેળસેળવાળો અશુદ્ધ આત્મા જ અનુભવે છે. એકલું પાણી મેલું હોય નહિ, મેલ તો કાદવનો છે. તેમ જ્ઞાયકભાવ પોતે મેલો નથી, મેલા તો કર્મસંયોગે થતા રાગાદિ ભાવો છે. આવો નિરંતર વિવેક કરવા દ્વારા શુદ્ધસ્વરૂપ અનુભવાય છે. સ્વભાવની સન્મુખતામાં રાગાદિનું કર્તુત્વ રહેતું નથી. સ્વભાવની વિમુખતામાં જ તે અનુભવાય છે.
- સુવર્ણ માટી સહિત જ ખાણમાંથી નીકળે છે તે વખતે સોનું કેવું ? એનો દાગીના વગેરેમાં ઉપયોગ કરી શકાય ? તેનો ભોગોપભોગ કરી શકાય ? જ્યારે ભટ્ટીમાં નાંખી તેને તપાવવામાં આવે, રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે ત્યારે માટી નીકળી જતા સુવર્ણ સુવર્ણમયતાને પ્રાપ્ત કરે છે પછી હંમેશા સુવર્ણમય જ રહે છે. પછી દાગીના બનાવવામાં તેનો ઉપયોગ કરી શકાય છે. એની ભસ્મ બનાવી ખાવાથી શરીર સુવર્ણ જેવું બને છે. તે જ રીતે રત્ન જ્યારે ખાણમાંથી બહાર નીકળે ત્યારે તેની જ્યોતિ ટંકાઈ ગયેલી હોય છે પરંતુ તેને પણ શુદ્ધ કરવામાં આવ્યા પછી દૂષણ વિનાનું જ્યોતિવાળું રત્ન નિરંતર ઝગારા મારે છે. તેના અલંકારો બનાવી શકાય છે. તેની ભસ્મો બનાવી ઔષધ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. તે જ રીતે રાગાદિનો મેલ નીકળી ગયા પછી બોધરૂપી નિર્મળ રત્ન અંદરમાં ઝળહળે છે. જે દરેક અવસ્થામાં કલ્યાણ સ્વરૂપ જ છે. સુવર્ણમાંથી મળ નીકળી જવાથી સુવર્ણમય અવસ્થાની પ્રાપ્તિ થતી હોવાથી સુવર્ણ હંમેશને માટે સુવર્ણમય જ રહે છે, તેમ બોધ નિર્મળ થયે છતે આત્મા આ દૃષ્ટિમાં નિરંતર ધ્યાનદશાવાળો જ રહે છે.
જેમ સુવર્ણ કદી બગડતું નથી. વિપરિણામ પામતું નથી તેમ આ દૃષ્ટિનો. નિર્મળ બોધ પણ કયારેય વિપરિણામ પામતો નથી. તેના દ્વારા સ્વ-પરનું હંમેશને માટે કલ્યાણ જ થાય છે. સઘળા કર્મોથી મુક્ત બનેલ પરમાત્માનું ધ્યાન કરતા આત્મા વિશુદ્ધ અવસ્થાને સહેલાઈથી પામે છે. પરમાત્માને ભજવાથી આત્મા પરમાત્મા બને છે માટે યોગીપુરુષો નિરંતર પરમાત્માનું ધ્યાન ધરે છે. ધ્યાનદશાને વરવાને માટે પરમાત્મા પુણાલંબન છે. પરમાત્માનું ધ્યાન સમગ્રદોષનાશક રસાયણ છે. પ્રભુના ગુણોમાં તન્મય થતાં, એકતાન થતાં આત્માના દ્રવ્ય-ભાવ રોગો નાશ પામે છે. ध्यानाज्जिनेश भवतो भविनः क्षणेन देहं विहाय परमात्मदशां व्रजन्ति,
(કલ્યાણમંદિર સ્ત્રોત્ર)
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org