________________
૧૮૮
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3 દરેક અવસ્થામાં ચિત્તને શાંત, સ્થિર અને સમતોલ રાખવાથી આત્મામાં ઉપશમ ભાવના સંસ્કાર પડે છે. જેને જગતમાંથી કાંઈક મેળવવું છે, કાંઈક જોઈએ છે, કાંઇક થવું છે. આવી અંદરમાં વૃત્તિઓ પડેલી છે તે આત્માઓ બહારથી ધર્મ ક્રિયા કરવા છતાં અંદરથી ઉપશાંત થઈ શકતા નથી. ઉપશમ ભાવ પામવા માટે સાધકનું કુરુક્ષેત્ર મન છે. તેમાં શું પડેલું છે? તેનું વારંવાર સંશોધન થવું જોઈએ. પુદ્ગલ સંબંધી પરિવર્તનશીલ અને વિનાશી પર્યાયિોને વારંવાર વિચારવાથી મનમાંથી તેના પ્રત્યેનો રાગ ઓસરવા માંડે છે અને રાગ નીકળતા પછી તેને કશુંજ મેળવવાની ઇચ્છા રહેતી નથી અને આવી અંદરથી વૃત્તિ, સહન કરવાની વૃત્તિ, સમાધાન કેળવવાની વૃત્તિ આવે ત્યારે જ આત્માનો ખરો સાધના કાળ શરૂ થાય છે નિરીહતા, સહનશીલતા અને સર્વત્ર સમાધાન વૃત્તિ એ ભાવનત્વ છે. એ ઉપશમ ભાવ છે. ઉપરોક્ત ગુણો જ્યાં જોવા મળે ત્યાં ઉપશમભાવ હોય.
એક હરિજન સ્ત્રી છે. પતિ મરી ગયો, પછી દીકરો પણ મરી ગયો, દીકરી રાંડી. એક વખતે તેણી નીચે કચરો સાફ કરી રહી છે ઉપરથી કોઈની અગાસીમાંથી ફ્લનું કુંડું તેના માથા ઉપર પડયું. લોહીની ધારા નીકળી - પેલો માણસ ઉપરથી નીચે આવ્યો. બાઈની માફી માંગે છે. તે વખતે બાઈ કહે છે, ભાઈ! કમેં તો રામચંદ્રજીને પણ નથી છોડયા તો મને કેવી રીતે છોડે? માટે તમારે કાંઈ દુ:ખી થવાની જરૂર નથી, કેવી સમતા ? કેવો જવાબ? કેવો સાત્વિક ભાવ? કેવી સમાધાન કળા? આવો ઉપશમભાવ જ જીવને મોક્ષે લઈ જાય છે.
કોઈપણ શુભ વસ્તુ વિષયક પ્રણિધાન દ્રઢ બને છે ત્યારે જીવને અંદરથી લયોપશમ થાય છે અને તેથી પ્રણિધાનના બળે ચિત્ત શુભસંસ્કારાત્મક બને છે. આવું શુભસંસ્કારાત્મક ચિત્ત જીવને સતત ઉપશમ ભાવમાં રાખે છે.
જયાં ઉપશમભાવ નહિ ત્યાં ધર્મ નહિ • ઇસ્લામ ધર્મવાળા મસૂરને સહન કરી શકયા નહિ. મુસ્લિમોમાં સૂફી સંતો કે જે ખૂબ ઊંચી કોટિના કહેવાયા છે તેમાંના એક સુફી સંત મસૂરને તેઓએ ફાંસી આપી. મજૂરને બ્રહ્મજ્ઞાની - આત્મસાક્ષાત્કાર થયા પછી “હું અનલહક છું.” પરમાત્મા છું. હું બ્રહ્મ છું એમ બોલવા માંડયા.
' મહું બ્રાશ્મિ બોલવા માંડયા. હવે મજૂર પરમાત્માથી જુદો નથી. એમ બોલતા મુસલમાનો વિચારે છે કે હવે આ નાપાક થઈ ગયો. જેથી પોતાને પરમાત્મા કહે છે, ઇસ્લામ ભક્તિમાર્ગ છે અ૬ જમાડશ્ન ની ઘોષણા ભક્તિમાર્ગથી વિપરીત છે. તે લોકો કહે છે કે જો તું બ્રહ્મ છે, પરમાત્મા છે તો હવે ભક્તિ કોની રહે? અને ભક્તિ ન રહે તો પરમાત્મા પણ કેવી રીતે
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org