________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૩૪૫
આવી પરિણતિવાળા જીવોને ભોગો ભવના હેતુ કેવી રીતે બને ? અર્થાત ન જ બને તે સમજી શકાય તેમ છે.
“મન મહિલાનું વહાલા ઉપરે, બીજા કામ કરત રે, તિમ શ્રત ધર્મે મન દ્રઢ ધરે, જ્ઞાનાક્ષેપકવંતરે.... ચો.દ. સક્ઝાય ૬-૬.
ઘરના બધાજ કામ કરવા છતાં જેમ પતિવ્રતા સ્ત્રીનું મન તેના પતિના વિશે જ લાગેલું હોય છે તેમ સંસારના સઘળા કામ કરવા છતાં આ દૃષ્ટિમાં રહેલ જીવનું મન જ્ઞાની પુરુષ પાસેથી શ્રવણ કરેલ ધર્મના ચિંતન - મનનમાં જ હોય છે. અન્ય ચીજમાંથી મનનો વિક્ષેપ અને વિકલ્પ નીકળી ગયેલ હોવાથી તેનું મન જ્ઞાન પ્રત્યે જ આક્ષેપવંત = આકર્ષણવાળું બન્યું છે.
જેમ વ્યાયામશાળામાં શરીર ઉપર તેલનું મર્દન-માલિશ કરીને કોઈ જીવા વ્યાયામ કરે તો તેને બહારની રજ ચોંટે છે પણ તેલનું મર્દન કર્યા વિના કસરત કરે તો તેને રજ ચોંટતી નથી. તેમ અજ્ઞાની જીવોમાં આસક્તિરૂપ, રાગરૂપ ચીકાશ રહેલી છે તેથી તે સંસારની પ્રવૃત્તિ કરતા કર્મથી લેપાય છે જ્યારે આ દ્રષ્ટિમાં રહેલ જ્ઞાની તો જલકમલવત નિર્લેપ હોવાથી સંસારની પ્રવૃત્તિ કરવા છતાં કર્મથી લેવાતા નથી માટે જ્ઞાની પુરુષનું દ્રષ્ટાંત લઈ અજ્ઞાનીએ તેનું અનુકરણ કરવું તે કોઈ રીતે યોગ્ય નથી. સંસારમાં રહીને સર્વથા નિર્લેપ રહેવાનું અને કર્મરજથી બચવાનું પરાક્રમ આ જગતમાં કોઈ વિરલઆત્માઓ કરી શકે છે. બધા આત્માનું તે ગજુ નથી. બાહ્ય ઉપાધિનો યોગ વળગેલો હોવા છતાં અંદરથી આત્માને સમ પરિણામી બનાવવો અને ચિત્તની સમાધિ જાળવવી એ આંખની પાસે રેતી ઉપાડવા જેવું કે બે ભુજાના બળે સ્વયંભુરમણ સમુદ્ર તરવા જેવું કે મીણના દાંતે લોઢાના ચણા ચાવવા જેવું દુષ્કર કાર્ય છે. માટે આ બધી વાતો સાંભલીને અજ્ઞાની જીવોએ “હું ભોગ ભોગવવા છતાં અંદરથી નિર્લેપ છું” એવો ચાળો ન કરતા દૂરથી જ ભોગને છોડવાનો પ્રયત્ન કરવો જોઈએ અને જ્ઞાનીઓએ બતાવેલ વિશુદ્ધ આચાર પાલનનાં માર્ગ ઉપર ચાલીને આત્માને પાપથી બચાવવો જોઈએ. નહિ તો આ બધી વાતો એવી છે કે એમાં માયાચાર સેવાવાનો ભય બહુ મોટો છે અને જીવને પ્રમાદી બનતા વાર લાગે તેમ નથી. સાધન સાધ્ય બની જતાં વાર લાગતી નથી.
જ્ઞાનીની દશા અવર્ણનીય છે. યંત્રની પૂતળીઓ જેમ દોરી સંચારથી ચાલે છે તેમ નિરીહ એવા જ્ઞાની પુરુષોની પ્રવૃત્તિ પૂર્વ પ્રારબ્ધ કર્મના ઉદયથી ચાલે છે એટલે તેવા જ્ઞાનીઓનું ચિત્ત મોક્ષમાં લીન હોય છે. સંસારમાં તો તેઓ યોગમાયા કરતા હોય તેવું
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org