________________
યોગ દ્રષ્ટિના અજવાળાં ભાગ - ૩
૪૪૧ જ્યારે કુલયોગી આત્માઓ જો આ યોગગ્રંથોનો અભ્યાસ કરે, સદ્ગુરુ પાસે તેનું શ્રવણ કરે અને એકાંતમાં બેસીને તેનું ચિંતન, મનન કરે તો તે આત્માઓ યોગના માર્ગે જરૂર આગળ વધે તેમ છે માટે તેઓના ઉપકારને માટે આ ગ્રંથની રચના છે.
કુલ અને ગોત્ર શબ્દમાં તફાવત એ છે કે કુલ શબ્દ નિકટનો વંશ સંબંધ સૂચવે છે જ્યારે ગોત્ર શબ્દ દૂરનો વંશસંબંધ સૂચવે છે. તેમ કુલયોગી યોગીકુલ સાથે નિકટનો વંશસંબંધ સૂચવે છે ને ગોબયોગી દૂર નો સગપણ સંબંધ ધરાવે છે માટે એમ અનુમાન કરી શકાય કે કુલયોગી મોક્ષની નિકટમાં છે. તે અપેક્ષાએ ગોત્રયોગી મોક્ષથી દૂર-દૂર-દૂર છે
(નોંધ - આ શ્લોકની ટીકાની પહેલી લીટીમાં યોનિધનુ તાઢયે પ્રત્યાચેડા - આમ સુધારવું અને મારે નમન.... આ પ્રમાણે સુધારવું)
હવે આ કુલયોગીના વિશેષ લક્ષણને કહે છે - सर्वत्राऽद्वेषिणश्चैते गुरुदेवद्विजप्रियाः। दयालवो विनीताश्च बोधवन्तो यतेन्द्रियाः ॥ २११ ॥
કુલયોગી સર્વત્ર અદ્વેષી, ગુરુ, દેવ અને દ્વિજ પ્રત્યે પ્રેમ,આદરવાળા, દયાળુ, વિનીત, બોધવંત અને યતેન્દ્રિય હોય છે.
સર્વત્ર દ્વેષ વગરના કુલર્ભાગી કુલયોગીમાં આગ્રહ ન હોવાને લીધે તેઓ સર્વત્ર અષી હોય છે. દ્વેષ એ જીવને યોગમાર્ગમાં પ્રવેશ જ ફરવા દેતો નથી. એટલા માટે પહેલી યોગની મિત્રા દૃષ્ટિની પ્રાપ્તિ પણ અદ્વેષ ગુણથી થાય છે. દ્વેષનું કારણ આગ્રહ, પડ મમત્વ છે. જેને પોતાના વિચાર, મત, માન્યતા પ્રત્યે પક્કડ છે તેઓ તત્ત્વની પ્રાપ્તિ માટે અયોગ્ય છે. આગ્રહીને પોતાનો જે વિષયમાં આગ્રહ છે તેનાથી વિપરીત જ્યાં જોવા કે સાંભળવા મળે ત્યાં તેને દ્વેષ થાય છે. અધ્યાત્મના માર્ગમાં-યોગમાર્ગમાં મત, મમત્વ, પક્કડ એ અજ્ઞાન, મિથ્યાત્વ અને એ કાંત દૃષ્ટિનું સૂચક છે. અનેકાંતપ્ટિવાળો નિરાગ્રહી હોય છે. સર્વત્ર માધ્યસ્થ દૃષ્ટિથી વસ્તુતત્ત્વને સમજનારો હોય છે અને તેથી તેને માટે દ્વેષનો વિષય કોઈ જ બની શકતું નથી.
યોગીકુલમાં જન્મેલા અને યોગીઓના ધર્મને અનુસરનારા કુલયોગીઓ નિખાલસ હૃદયના અને વર્ધમાન શુભભાવવાળા હોવાથી તેઓને ક્યાંય આગ્રહ, મત, મમત્વ હોતું નથી તેથી તેઓ સર્વત્ર મેત્રી આદિ પરિણામવાળા હોય છે.
દેવ, ગુરુ અને દ્વિજ પ્રત્યે પ્રેમવાળા
કુલયોગીઓને ધર્મના પ્રભાવથી દેવ, ગુરુ અને દ્વિજ પ્રત્યે પ્રેમ હોય છે. ધર્મના પ્રભાવથી અંતઃકરણ વિશુદ્ધ બનેલું છે એટલે આત્મકલ્યાણ એ જ ઇષ્ટ લાગે છે અને તેથી તે આત્મકલ્યાણ કરવામાં નિમિત્તભૂત દેવ-ગુરુ પ્રત્યે અત્યંત બહુમાન હોય છે. દીર્ધકાળના રોગથી પીડાતા જીવને સુધનો યોગ થાય અને ઔષધપ્રયોગથી
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org