________________
૧૯૨
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩ મોક્ષમાં આત્માનો પૂર્ણ વિકાસ થયેલો છે. આત્મા પર લાગેલા ઘાતી,અઘાતી કર્મના પડલો નીકળી ગયા હોવાથી નિરવધિ આનંદનો ભોક્તા બનેલ છે. અને આત્મ પ્રદેશનું પરમ સ્થિરત્વ ત્યાં રહેલું છે. સંસારી અવસ્થામાં કર્મના ઉદયે જે અનેક વેશ ભજવવા પડતા હતા. અનેક નાટક કરવા પડતા હતા. નાના-મોટા ક્ષુદ્ર જંતુઓના અવતાર લેવા પડતા હતા. આત્માની વિડંબના ,નાલેશી, અપમાન, તિરસ્કાર અનુભવવા પડતા હતા એના દ્વારા આત્માનું ચૈતન્ય સદા દબાયેલું રહેતું હતું તે હવે કર્મનો ક્ષય થવાથી પૂર્ણ અવસ્થાને પામ્યું. આત્માના અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર, અનંતતપ, ક્ષાયિક ભાવના ક્ષમાદિ ગુણો પ્રગટ થયા.
સંસારી અવસ્થામાં પુણ્યકર્મ અને અન્ય પરપદાર્થને આધીન બનીને જીવવાનું હતું તેના બદલે હવે પોતે જ પોતાનો આધાર બનીને રહેલ છે. ઘાતી કર્મોના નાશે જ્ઞાન વીતરાગી, અવિનાશી અને પૂર્ણતાને પામ્યું. જ્ઞાન તેના મૂળ સ્વરૂપમાં આવ્યું. તેના કારણે સર્વગુણો પણ પૂર્ણતાને પામ્યા. આત્મા સહજાનંદી, પૂર્ણાનંદી બન્યો. પોતાનું સર્વસ્વ પોતાનામાં જ પ્રગટ થયું. સંસારી અવસ્થામાં હંમેશા તુચ્છ એવા પગલિક પદાર્થો અને પદ્ગલિક ભાવોનું આલંબન લઈને જીવે પોતાના બ્રહ્મસ્વરૂપને કચડી નાખ્યું હતું. જેના કારણે કેવલજ્ઞાન મતિજ્ઞાન બન્યું હતું. શુદ્ધ જ્ઞાન વિકારી બન્યું હતું. સમુદ્ર ખાબોચિયું બન્યું હતું. જેના કારણે જીવ ચારેગતિનો મુસા બની ભટકી રહ્યો હતો તે આત્મા હવે વિકાસની શ્રેણીએ ચઢી પૂર્ણતાને પામ્યો આ તેનું બૃહત્વ છે.
અને બૃહકત્વ એટલે અન્ય જીવોને શુદ્ધસ્વરૂપનું દાન કરનાર. અર્થાત પોતાના અવલંબને અન્ય જીવોના પૂર્ણવિકાસમાં નિમિત્ત બનનાર. જેમ અમાવસ્યાની અંધારી રાત્રિએ સમુદ્રની મુસાફ્રી કરતા નાવિકને ધ્રુવનો તારો યોગ્ય દિશા બતાવે છે. તેના સહારે નાવિક સમુદ્રના સામા કિનારે હેમખેમ પહોંચી જાય છે તે આ ધ્રુવના તારાનો ઉપકાર છે. ધ્રુવનો તારો આલંબન રૂપે ન હોત તો નાવિક ગમે તેટલા હલેસા મારવાનો પ્રયત્ન કરત તો પણ નાવ ઇષ્ટ સ્થાને પહોંચત નહિં. તેમ મોક્ષમાં ગયેલા સિદ્ધભગવંતો અન્ય જીવોને મોક્ષે પહોંચવામાં અવલંબન આપે છે. સિદ્ધ ભગવંતોનું અવલંબન લિધા વિના કોઈ પણ આત્મા આગળ વધી શક્તો નથી. ખુદ અરિહંત પરમાત્માઓ પણ સિદ્ધ પરમાત્માના અવલંબને જ અરિહંત થાય છે. સર્વ જીવોનું કલ્યાણ કરવાની કરુણામય દ્રષ્ટિ એ જ અરિહંત પરમાત્માનું આઈજ્ય છે. જો જગતમાં સિદ્ધપણું જ ન હોત તો અરિહંત પરમાત્માઓ જગતના જીવોની કલ્યાણ કરવાની ભાવના કોના અવલંબને કરત? જો સિદ્ધપણું જ ન હોત તો સંસારમાંથી છોડાવીને જગતના જીવોને ક્યાં મોકલવાની ભાવના કરત? આઈન્ય કોના અવલંબને પ્રગટ થાત ? આમ અરિહંત પરમાત્માના આહત્યને
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org