________________
૨૪ ૨
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ સચ્ચિત્તની રક્ષા કરવાથી સગતિ યાવત્ મોક્ષપદની પ્રાપ્તિ થાય છે. ગજસુકુમાલ, અવંતસુકમાલ, બંધકમુનિ, મેતારક મુનિ, વીરપ્રભુ આ બધાએ ઉપસર્ગોમાં પણ સચિત્તની રક્ષા કરી. મરણાંત કષ્ટમાં પણ ડગ્યા નહીં. તો મોક્ષ અને સદ્ગતિની પ્રાપ્તિ કરી. મહાસતી સીતાજી, અંજના, દમયંતી વિગેરેએ પણ પોતાના ચિત્તને કટોકટીની પળે બગડવા ન દીધું તો સદ્ગતિ પામ્યા. જ્યારે રાવણે કામથી, દૂર્યોધને અહંકારથી, બ્રહ્મદરે ક્રોધથી, સુભૂમ અને મમ્મણે લોભથી, મંગુ આચાર્યે રસનાથી સચ્ચિત્તનું મારણ કર્યું તો દુર્ગતિ અને હલકી યોનિ પામ્યા. પાસમાં ગોયમનો અંગુઠો, તેમ શ્રુતમાંહી અનુભવ જાણોરે વાદવિવાદ અનિશ્ચિત કરતો, અનુભવ વિણ જાય હેઠોરે
-શ્રીપાળ રાસ, ઉપાધ્યાયજી મહારાજ. યોગની દ્રષ્ટિના વિકાસમાં આગળ વધવા ઇચ્છતા સાધકને હરિભદ્રસૂરિજી મહારાજ વાદ-વિવાદ સામે લાલબત્તી ધરી રહ્યા છે. સચ્ચિત્તના નાશક તરીકે ઓળખાવી રહ્યા છે અને તેનાથી બચવાનો ઉપદેશ આપી રહ્યા છે.
જે ચીજમાં આપણી બુદ્ધિ પહોંચે નહિ, જે ચીજ આપણા જ્ઞાનના વિષયની બહાર હોય તે વિષયના અભિપ્રાયમાં મૌન રહેવું. અનુભવી મહાપુરુષોના વચનનો સહારો લેવો. તેમાં શ્રદ્ધા રાખવી. તેની સલાહ લેવી. તેના કહ્યા મુજબ ચાલવું તે આગળ વધવાનો માર્ગ છે. અધ્યાત્મના માર્ગમાં દરેક ચીજનો સમભાવે નિકાલ કરવાનો છે. ખોટા વાદવિવાદ કરવાથી પરસ્પર વાણીના એટેક થાય છે તેનાથી બંને આત્મ - ઘરમાંથી બહાર નીકળી જાય છે. સમતાંગણ સમરાંગણ બને છે. બંને એકબીજા ઉપર અતિક્રમણ કરે છે. અતિક્રમણથી મન, વચન, કાયા વારંવાર નિયમની બહાર જાય છે. તેનાથી બચવા આત્માને પ્રતિક્રમણ કરવું પડે છે. માટે સચ્ચિત્તનો નાશ કરનારા ખોટા વાદવિવાદથી બચવા જેવું છે. અધ્યાત્મ તો અનુભવને પ્રાપ્ત કરવા માટે છે. સ્વાનુભૂતિથી સંસાર પરિભ્રમણનો છેડો આવે છે જ્યારે વાદવિવાદથી તો સંસાર વધે છે.
न चानुमानविषय एषोऽर्थस्तत्त्वतो मतः । नचातो निश्चयः सम्यगन्यत्राप्याह धीधनः ॥ १४४॥
સર્વજ્ઞ રૂપ અર્થ તત્ત્વથી અનુમાનનો પણ વિષય બનતો નથી અને અનુમાન દ્વારા અન્યત્ર પણ સમ્યગુ નિશ્ચય થતો નથી. બુદ્ધિધન ભર્તુહરિએ કહ્યું છે.
આગળના શ્લોકમાં જ્યારે કહેવાયું કે સર્વજ્ઞાદિ અતીન્દ્રિય અર્થો યોગિજ્ઞાન વિના જણાતા નથી એટલે આ વિષયમાં વિવાદ વડે સર્યું. ત્યારે એની સામે
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org