________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩
૩૬૩ અનંતકાળથી પોતાનું અહિત કર્યું છે. સંસાર આખો અતત્ત્વમાર્ગ ઉપર ચાલે છે. મિથ્યાત્વ, અવિરતિ અને કષાય સંસારનો માર્ગ છે અને સમ્યકત્વ, વિરતિ અને ઉપશમભાવ એ મોક્ષનો માર્ગ છે.
મોક્ષનો માર્ગ એ અધ્યાત્મનો માર્ગ છે. તત્ત્વનો માર્ગ છે. આ માર્ગ પર ચાલનારો નિરંતર અશુભ સંસ્કારોનો નાશ કરે છે. અશુભકર્મના ઉદયમાં સમાધિ જાળવે છે. આત્મા ઉપર શુભ સંસ્કારનું આધાન કરે છે. પ્રતિ સમયે વિપુલ પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરે છે. તેથી ભવાંતરે સંસ્કારી કુળમાં જન્મ પામે છે. સમ્યગદૃષ્ટિ માતાપિતાનો યોગ થાય છે અને ઠેઠ ચારિત્રને ગ્રહણ કરી તેને નિરતિચારપણે પાળવાના પરાક્રમ કરે છે. જેનાથી સદ્ગતિ અને ક્રમે કરીને મોક્ષને પામે છે. અને આ જ આત્માનો હિતોદય છે. આવો આત્મા માત્ર પોતાનો. જ હિતોદય સાધે છે. એમ નહિ પણ પોતાના પરિચયમાં આવતા અનેક આત્માઓનો સન્માર્ગમાં અવતાર કરી અમ્યુદય કરાવે છે.
તત્ત્વવિચારણા દ્વારા પ્રાપ્ત થતા ઉપશમભાવ માટે જૈન શાસ્ત્રકારો પંચાચાર પાલન અને અહિંસાદિ વ્રતોના પાલન ઉપર ખૂબ ભાર મૂકે છે. વ્રતના પાલના દ્વારા મનનો નાશ થતા વીતરાગતાની પ્રાપ્તિનો માર્ગ બતાવી રહ્યા છે. તેમાં અભૂત રહસ્ય છુપાયેલા છે. જ્ઞાની કહે છે કે જીવ માત્ર આ સંસારમાં વ્રતભંગ દ્વારા મનોભંગ સુધી પહોંચે છે. માટે મનોભંગથી અટકવું હોય અને મનનો. નાશ કરવો હોય તો વ્રતભંગ અટકાવવો જોઈએ. વ્રત લઈને વ્રતનું બરાબર પાલન કરે તો મનોભંગથી અટકી આગળ વધી શકે. જે આત્મા વ્રતનું ગ્રહણ કરતો નથી તે તો સદાને માટે અવ્રતમાં જ બેઠો છે અને તેને તો સતત મનોભંગ થયા જ કરે છે.
જે વ્રતને ઉચ્ચરીને વ્રતનું પાલન કરે તે મનોભંગને ખતમ કરી કેવળજ્ઞાનને પામે છે. તેમાં પ્રસન્નચંદ્ર રાજર્ષિનું દૃષ્ટાંત છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિએ દીક્ષા લીધા પછી સૂર્યની સામે આતાપના લેતા દુર્મુખના વચનો સાંભળી મનથી સંગ્રામ માંડ્યો તેથી મનોભંગ તો થવા જ માંડ્યો પણ તેમણે વ્રતભંગ નહોતો કર્યો. વ્રતભંગ નહોતો થયો તેથી “ હું સાવું છું હું રાજા નથી. મારે અને રાજ્યને શું સંબંધ છે ?” આ જાગૃતિ આવતા દિશા વાઈ અને સાધનાના માર્ગે ચઢી મનનો નાશ કરી વીતરાગ સર્વજ્ઞ બન્યા. મનોભંગ થવાથી ચારિત્રમાં અતિચાર લાગે છે. ચારિત્ર મલિન બને છે. જ્યારે વ્રતભંગથી વ્યવહાર નયે ચારિત્રનો નાશ છે. નિશ્ચયનય તો મનોભંગમાં પણ ચારિત્રનો નાશ જ માને છે પણ તેની સામે વ્યવહારનચ બચાવ કરે છે કે મનથી ભલે પતિત થયો પણ હજુ કાયાથી વ્રતને દૂષિત કર્યું નથી. તેથી માર્ગભ્રષ્ટ નથી.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org