________________
પદાર્થોને સરળ-સહજ-સુબોધ બનાવ્યાં છે. યોગના પ્રયોગ દ્વારા પરિણામની | પ્રાપ્તિની અનુભવગમ્ય વાતો જણાવી લેખકશ્રી પૂજ્યપાદ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાની ભાવાત્મક સૃષ્ટિને સ્પર્શવામાં મહદ્ અંશે સફળ રહ્યા છે. સૂક્ષ્માન્વેષણ, બહુશ્રુતતા પ્રસ્તુત પુસ્તકના પાને પાને ટપકી રહી છે.
આ ગ્રંથમાં કયાંક પૂજ્યશ્રી દ્રવ્યાનુયોગના ઊંડા અભ્યાસી તરીકે ઉપસી આવે છે, તો ક્યાંક ચરણકરણાનુયોગના પ્રખર હિમાયતી તરીકે પ્રગટ થઈ આવે છે, ક્યાંક સાધક તરીકે તો ક્યાંક માર્ગદર્શક તરીકે દષ્ટિગોચર થાય છે. ક્યાંક અન્યાન્ય દર્શનોના તલસ્પર્શી અભ્યાસ દ્વારા તે તે દર્શનના પદાર્થોની તાર્કિકતા-અતાર્કિકતાની ચર્ચા કરનાર દાર્શનિક તરીકે તો ક્યાંક જૈનદર્શનની ધારામાં તે તે પદાર્થને કઈ રીતે સમાવિષ્ટ કરી શકાય તેમ જણાવી એક સમન્વયવાદી તરીકે નજરે પડે છે. ક્યાંક વર્તમાનકાલીન વિજ્ઞાનની ગૂઢવાતો લખીને જૈનમુનિ વિજ્ઞાનના પણ ઊંડા અભ્યાસી હોય છે તે વાત જગતના ચોકમાં જાહેર કરનાર તરીકે તો ક્યાંક આગમના ઠોસ અભ્યાસના બળે જિનાજ્ઞાની ઉત્સર્ગ-અપવાદમયતાને બતાવી વર્તમાનકાલીન શાસનમાં ચાલતી સંઘર્ષયુક્ત સમસ્યાઓના એક સમર્થ સમાલોચક તરીકે આલોકિત થાય છે. કયારેક પ્રચંડ વૈરાગ્યના ઉગાતા તરીકે તો ક્યારેક પ્રભુભક્તિ -સમર્પિતિના સમર્થક તરીકે દેખાય છે. ક્યારેક કષાયની(ભવની) ભયંકરતા બતાવે છે તો ક્યારેક અનુભવના આનંદવેદનની ગૂઢ અનિવાર્ચનીય વાતો જણાવી એક આનુભાવિક તરીકે પ્રભાષિત થાય છે.
તેઓશ્રીની બહુમુખી પ્રતિભા, યોગિકદૃષ્ટિ અને બહુશ્રુતતાનાં દર્શન પ્રસ્તુત પુસ્તકમાં ઠેર ઠેર થઈ રહ્યા છે. આ રહ્યાં કેટલાંક વિચાર રત્નો - • શુભ પ્રણિધાન, શુભ ઉદ્દેશ અને ક્ષયોપશમભાવ એ નિશ્ચયથી મોક્ષમાર્ગ
છે, જયારે પંચાચારનું પાલન એ વ્યવહારથી મોક્ષમાર્ગ છે. ગુરુનો વિયોગ એ વિયોગ નથી પણ ગુરુનું વિસ્મરણ એ વિયોગ છે. પરમાત્માના ગુણોની પોતાના આત્મામાં સ્પર્ધાત્મક અનુભૂતિ એ સમપત્તિ છે. બોધમાંથી આસક્તિ, અહંકાર, પડ, એકાંત માન્યતા, કષાયોની તીવ્રતા આ બધું નીળ્યા વિના બોધ સૂક્ષ્મ બનતો નથી.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org