________________
૩૮૧
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩ કર્મ કરવું કારણ છે મારુક્ષોને વર્ષવાર પુતે !
યોગરુઢ થયા પછીથી અર્થાત સંસારના સંબંધનો વિચ્છેદ થયા પછી એક શાંતિ મળે છે જે પરમાત્માની પ્રાપ્તિમાં કારણ છે પરંતુ તે અવસ્થામાં રાજી થવાનું નથી. તેમાં રાજી થવાથી તેને સર્વસ્વ માનવાથી અટકી જવાનું થાય છે. પરમાત્માની પ્રાપ્તિમાં વિલંબ થાય છે. જેમ બાળકની પહેલા રમકડામાં રૂચિ હોય છે. મોટો થયા પછી પૈસામાં રૂચિ થાય છે, ત્યારે ખેલકૂદ, રમકડામાં રૂચિ મટી જાય છે એ જ રીતે જ્યાં સુધી પરમાત્માની પ્રાપ્તિનો અનુભવ નથી થતો ત્યાં સુધી શાંતિ ખૂબ જ સુંદર લાગે છે. પરંતુ કેટલોક સમય જતાં શાંતિની રૂચિ આપોઆપ મટી જાય છે, જો તમે એ શાંતિનો ભોગવટો ન કરો તેનાથી ઉપશમવિરામ પામી જાવ તો બહુ જલ્દી પરમાત્મ પ્રાપ્તિનો અનુભવ થઈ જાય છે.
યોગારુઢ થવામાં કર્મ કારણ છે અર્થાત્ કર્મ કરતા કરતા જ્યારે સઘળાનો વિયોગ થઈ જાય ત્યારે તમે ચોગારુઢ થઈ જાવ છો. કર્મ કરવા દ્વારા યોગની પ્રાપ્તિ તેનું નામ કર્મયોગ છે કારણ કે કર્મોની સમાપ્તિ થઈ જશે અને યોગ નિત્ય રહેશે. તે જ રીતે જ્ઞાન દ્વારા સંસારનો વિયોગ કરાય તે જ્ઞાનયોગ છે.
નહિ રહેવાવાળી ચીજનો વિયોગ તો પ્રતિક્ષણ થઈ રહ્યો છે માત્ર તમે અનુભવ કરો કે જેટલા પદાર્થના સંયોગ છે તે પહેલા ન હતા પછીથી પણ નહિ રહે પરંતુ એને જાણવાવાળો તો જ્યાં હતો ત્યાં જ રહ્યો છે. આ પ્રમાણેના વિચાર દ્વારા સંસારના સંયોગને વિયોગના અંતવાળા જોઈને તેમાં અલિપ્ત રહેવું તે જ્ઞાનયોગ છે અને સંસારનો સંબંધ જેટલો તૂટશે તેટલો પરમાત્માની સાથેનો સંબંધ જોડાશે આ ભક્તિ યોગ છે.
હમણાં પણ પરમાત્માની સાથે કોઈ પણ પ્રાણીનો વિયોગ નથી જ કારણ કે પરમાત્મા સઘળા દેશમાં, સઘળા કાલમાં, સર્વ વસ્તુઓમાં, સંપૂર્ણ ક્રિયાઓમાં, પરિસ્થિતિઓમાં, સંપૂર્ણ અવસ્થાઓમાં, સંપૂર્ણ ઘટનાઓમાં જ્યાં છે ત્યાં જ છે માત્ર સંસારનો આદર કરવાથી આપણે પરમાત્માથી વિમુખ થયા છીએ,
પરમાત્મતત્ત્વમાં કોઈ વસ્તુ નથી, કોઈ ક્રિયા નથી. તે વસ્તુ રહિત અને ક્રિયા રહિત તત્ત્વ છે એટલે એની સીધી પ્રાપ્તિ અભ્યાસ સાધ્ય નથી. મન, બુદ્ધિ અને ઇન્દ્રિયોની સહાયતા લઈને જ્યારે પ્રયત્ન કરીએ છીએ ત્યારે અભ્યાસ થાય છે પણ પરમાત્મતત્ત્વ તો જ્યાં છે ત્યાં જ છે માટે તેની સીધી પ્રાપ્તિમાં વિધિ નથી ચાલતી નિષેધ ચાલે છે. વસ્તુ અને ક્રિયાનો નિષેધ કરવા પર જે બાકી રહે તે પરમાત્મા છે એટલા માટે તેમાં કાંઈ કરવાનું નથી તે કરણ નિરપેક્ષ તત્ત્વ છે.
જેના દ્વારા તત્કાલ ડ્યિાની સિદ્ધિ થાય તેનું નામ કરણ છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org