________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૧૩૫ વચન ગુમિ વિષયક ઉદાહરણ
કોઈક સાધુ પોતાના સગા વહાલાને ધર્મ પમાડવાના આશયથી મળવા જવા બીજા ગામ તરફ જવા નીકળ્યા. જતાં જતાં માર્ગમાં ચોરોએ. સાધુને પડ્યા. તેની પાસે ધનાદિ ન હોવાથી તેને છોડી મૂકતા ચોરના સેનાપતિએ કહ્યું કે તારે અમે અહીં રહેલા છીએ એવું કોઈને ન કહેવું. જેટલામાં થોડો માર્ગ કાપ્યો તેટલામાં સામે જાનૈયા મળ્યા. તેમાં સ્વજનો મળી ગયા. માતા, પિતા, બંધુ વગેરે પણ મળી ગયા. તેથી હવે સાધુ પાછા ફ્યુ. સાધુ અને સ્વજનો આગળ ચાલવા માંડ્યા એટલે પેલા ચોરો મળ્યા. તેમણે જાનૈયાઓને તથા સાધુના માતાપિતાને લૂંટી લીધા અને ત્યારે ચોરો બોલ્યા કે આ તો પેલો સાધુ કે જેને આપણે પકડીને છોડી દીધો હતો? આ વાત માતાપિતાએ સાંભળી અને ચોરોને પૂછ્યું - શું આ સત્ય છે કે તમે એને પડીને છોડી દીધો હતો. ચોરોએ હા પાડી એટલે માતાએ છરી લાવવા કહ્યું. અને મનમાં વિચારે છે કે, “જે સ્તનનું દૂધ પાઈ મોટો કર્યો તે અપરાધી નીકળ્યો માટે આ સ્તનોને જ છેદી નાંખું.”
ચોરોએ પૂછ્યું કે આ સાધુ તમારો શું સંબંધી થાય છે? ત્યારે માતાએ કહ્યું કે આ દુષ્ટ પુત્રને મેં જન્મ આપ્યો છે કે જેણે તમને દેખવા છતાં અને જાણવા છતાં અમને જાણ ન કરી અને આ રીતે સંકટમાં મૂક્યા! ત્યારે વિસ્મય પામેલા સેનાધિપતિએ સાધુને પુછ્યું કે તમે કેમ તમારા માતા પિતાને ના જણાવ્યું?
ત્યારે સાધુએ ધર્મકથા કરી. અનંત સંસારમાં ભટકતા આત્માને દરેક જીવો દરેક સંબંધ રૂપે થયા છે માટે વિવેકી આત્માઓ કોઈ દિવસ સ્નેહ કરતા નથી તથા કપાયવિષનો નિગ્રહ કરેલો હોવાથી દ્વેષ પણ કરતા નથી. તથા કાનથી સાંભળવા છતાં કે નેત્રથી જોવા છતાં તે બધું બોલતા નથી વગેરે વચનો દ્વારા દેશના કરવાથી અમૃતની વૃષ્ટિ સમાન ઉપદેશ સાંભળતાં સેનાધિપતિને સમ્યકત્વ પ્રાપ્ત થયું. તે ચોરીના પરિણામથી અટકી ગયો. ઉપશાન્ત થયો અને સાધુની માતાને કહ્યું કે તમે મારા પણ માતા છો ત્યાર પછી વિવાહોચિત જે સામગ્રીઓ લૂંટી લીધી હતી તે પાછી આપી. અધ્યાત્મના માર્ગમાંથી આત્માનું પતન ક્યારે ન થાય ?
ભગવાન પતંજલિના શ્લોકની સાક્ષી આપી હરિભદ્રસૂરિજી મ.સાહેબ ઉત્તમ તત્ત્વને પ્રાપ્ત કરવાનો ઉપાય બતાવી રહ્યા છે. આત્મિક વિકાસના માર્ગે આગળ વધવા ઇચ્છતા આત્માને પણ અંદરમાં ભવોભવના કમ અને કુસંસ્કારોનો કાફ્લો પડેલો હોવાથી તે ગમે ત્યારે ઉદયમાં આવી આત્માને પટકી ન નાંખે તે માટેના આ ઉપાય બતાવતા ગ્રંથકારના હૃદયમાં કેવો કરૂણાનો ધોધ ઉભરાતો હશે અને જગતના જીવોને તારવાની કેવી ઉમદા
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org