________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
૩૨૧
અનંતકરૂણાના ભંડાર, નિષ્કારણ પરોપકારને કરનાર, વાત્સલ્યના સાગર, જગતના સાર્થવાહ, અચિંત્ય ચિંતામણી, કલ્પવૃક્ષ અને કામધેનું સમાન આપનું દર્શન થવાથી મારી અનાદિની ભૂલ નાશ પામી. આપના દર્શને મને મારી ઓળખ થઈ. હે પ્રભુ! આપ કેવા છો? આપે આપનું શુદ્ધ ચેતન્ય સ્વરૂપ પ્રગટ કર્યું છે. આપના આત્મપ્રદેશો નિરાવરણ બન્યા છે. અનંતજ્ઞાન અનંતદર્શન, અનંતચારિત્ર, અનંતવીર્ય, અનંતદાન, અનંતભોગ, અનંત ઉપભોગ, અવ્યાબાધ સુખથી પરિપૂર્ણ, સ્વરૂપ રમણી, સ્વરૂપ ભોગી, સ્વરૂપાનંદી પરમાત્મા આજે મારા સ્વામી બન્યા એ જાણી મારી રોમરાજી વિકસિત થઈ ગઈ છે. મારા આત્માના અસંખ્ય પ્રદેશો આનંદરસમાં ગરકાવ થઈ ગયા. હું અંદરમાં ઠર્યો.
હે પ્રભો ! આપનું અનંત ગુણમય વીતરાગ સ્વરૂપ નિહાળતા “આ શરીર તે હું છું” એવી મિથ્યાત્વની નિદ્રા મારી નાશ પામી. પુદ્ગલ દ્રવ્યમાં આદર, બહુમાન, રૂચિ, રમણતારૂપ પ્રમાદદશા નાશ પામી. હું જાગ્રત થયો અને સમ્યગજ્ઞાન સુધારસ અમૃતના ધામ સમાં મારા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનું મને ભાન થયું. હું તત્ત્વવિલાસી, અનંત આનંદનો કંદ, અનંતગુણોનો ભોક્તા છું. એવી મને શ્રદ્ધા અને રૂચિ ઉત્પન્ન થઈ.
સ્વ-પરનો વિવેક પ્રગટ્યો. હું દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, વીર્ય સ્વરૂપ છું. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ પુદ્ગલના ગુણો છે. તેનાથી હું ભિન્ન અજર, અમર, અવિનાશી આત્મા છું. તેથી દેહ, મન, વચન, પુગલકર્મથી ભિન્ન અનંત આનંદ અને સુખના પરમધામ સમાન આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરવા માટે ઉલ્લસિત થયો. ચેતના સ્વરૂપાવલંબી બની. વિભાવ દશામાં પડેલી જ્ઞાનાદિ શક્તિઓ પરમાત્માના અવલંબને આત્માવલંબી બની. આત્માના ગુણો આત્માનું જ્ઞાન, સ્વરૂપરમણતા (ચારિત્ર), વીર્યણાદિ આત્મસ્વરૂપની સાધનામાં ઉપયોગી બનવા માંડ્યા.
“ત્યાગીને સવિ પર-પરિણતિ રસ રીજ જો, જાગી છે નિજ આતમાં અનુભવ ઈષ્ટતા રે લોલ,
સહજે છૂટી આશ્રવભાવની ચાલ જો, જાલિમ એ પ્રગટી સંવર શિષ્ટતારે લોલ...૩
પુદ્ગલમાં રમવું, તેને ભોગવવું, ગ્રહણ કરવું, રક્ષણ કરવું, વધારવું આદિ પરપરિણતિ અંદર જે નિરંતર ચાલતી હતી, તેનો રસ, રૂચિ, રમણતા, તન્મયતા આદિ મિથ્યાભાવોનો અંત આવ્યો. તેમાંથી છૂટવાનો સમ્યગ પરિણામ ઉત્પન્ન થયો. રમાત્માના સ્વરૂપનો અનુભવ કરવાની તાલાવેલી જાગી. અનાદિની આશ્રવભાવની ચાલ છૂટવા માંડી અને સંવર પરિણતિ ઉત્પન્ન થઈ.
-
-
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org