________________
૧૫૬
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩
सर्वज्ञतत्त्वाऽभेदेन तथा सर्वज्ञवादिनः ।
सर्वे तत्तत्त्वगा ज्ञेया भिन्नाचारस्थिता अपि ॥ १०८ ॥ બાહ્યક્રિયાના ભેદ દેશકાલ સાપેક્ષ છે -
જેમ એક રાજાને આશ્રિત. એવા ઘણા પણ પુરુષો હોદ્દા વગેરેના ભેદથી દૂર - નજીક આદિ ભેદવાળા હોવા છતાં પણ તે બધા જ રાજાના સેવકો કહેવાય છે. અર્થાત્ બધા સેવકોમાં નાના મોટા હોદ્દાથી ભેદ હોવા છતાં બધાને સેવવા યોગ્ય રાજા એક જ છે તે જ રીતે પોતાના અધિકારભેદથી ભિન્ન ભિન્ન આચારનું પાલન કરનારા સઘળા સર્વજ્ઞભક્તો જિનાદિ મતને અવલંબન કરીને રહેલા સર્વજ્ઞતત્ત્વને જ અનુસરનારા જાણવા. અર્થાત્ પહેલા ગુણઠાણાથી માંડીને બારમા ગુણઠાણા સુધી બધા જ પોતપોતાની કક્ષાનુસારે આચારનું પાલન કરે છે. જેમ આદિધાર્મિક હોય તો સઘળા દેવોની ભક્તિ કરે. જેમાં ચારિચરક સંજીવની અચરક નીતિથી વીતરાગ દેવની ભક્તિ પણ આવી જાય. સમકિતી હોય તો વીતરાગ દેવની ભક્તિ કરે તેમ જ દ્રવ્ય અને ભાવ અનુકંપા કરે જ્યારે સાધુને પરમાત્મની આજ્ઞાના પાલનરૂપ ભાવપૂજા જ હોય અને જગતના જીવોની ભાવાનુપા કરે તે બધા આમ પોતપોતાની કક્ષા અનુસારે ભિન્નભિન્ન સ્થાનમાં રહેલા અને ભિન્ન ભિન્ન આચારનું પાલન કરતા હોવા છતાં સર્વજ્ઞ તત્ત્વને અનુસરનારા છે.
ક્ષયોપશમ ભેદે બધામાં ભેદ હોવા છતાં તેમજ આચરણામાં ભેદ હોવા છતાં હૃદયમાં ભેદ નથી. હૃદયમાં તો એક માત્ર સર્વજ્ઞની જ ઉપાસના બેઠેલી છે. અને પોતાને સર્વજ્ઞ થવાનું લક્ષ્ય છે. આમ બાહ્ય ક્રિયાનો ભેદ હોવા છતાં આશય, ઉપયોગ અને લક્ષ્યથી ભેદ નથી. અધ્યાત્મ મુખ્યતયા હૃદયને અનુસરે છે. બાહ્ય ક્રિયાના ભેદ તો દેશકાલ સાપેક્ષ છે. તે તો રહેવાના પણ આ બધું હોતે છતે પણ હૃદયમાં નિર્વાણતત્ત્વ ગમી ગયું છે અને તેથી નિર્વાણતત્ત્વની ઉપાસના નિર્વાણતત્ત્વને પામવાના લક્ષ્યથી કરાય છે એ આ દૃષ્ટિમાં મુખ્ય છે.
યોગની આ ચોથી દૃષ્ટિની વિશેષતા એ છે કે તેઓ સ્વચ્છ અંતઃ કરણવાળા છે અને આત્મસાક્ષીએ પ્રામાણિક છે. જગતમાં પ્રામાણિકતા અને વાદારીનું મૂલ્ય ઘણું છે તો પછી અધ્યાત્મમાં તેનું મૂલ્ય કેમ ન હોય ? હજુ ગ્રંથિ ભેદાઈ નથી. સૂક્ષ્મ બોધ આવ્યો નથી છતાં અંદરથી પ્રામાણિકતા અને વાદારી તો જૂવો કે તેમને આ ભવમાં નિર્વાણથી ઓછું કાંઈ જ ખપતું નથી. સંસાર ગમે તેટલો સોહામણો દેખાતો હોય તો પણ તેમને એ આકર્ષી શકતો નથી એમને સંસારની ઇચ્છા થતી નથી.
Jain Education International_2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org